________________
૧૯૨
सिद्धान्तलेशसङ्ग्रहः સ્વરૂપાનંદને અનાવૃત માનીએ તે પણ સંસાર-મુક્તિને ભેદ સંભવે છે એવો સિદ્ધાન્ત ઉપર રજૂ કર્યો. હવે તેને આવૃત માનીને સંસાર અને મુક્તિને ભેદ બતાવનાર સિદ્ધાન્ત અહીં રજૂ કરે છે. “વેદાંતપ્રતિપાદ્ય સ્વરૂપાનંદ મારામાં નથી, નથી પ્રકાશતો’ એમ કહેતા કેને જોઈએ છીએ તે સિદ્ધ કરે છે કે સંસારદશામાં આવરણ છે જ. જ્યારે મુક્તિમાં તે આવરણને નાશ થતાં સ્વરૂપાનંદનું સ્કુરણ થાય છે તેથી સંસાર અને મુક્તિ અવસ્થા સરખી હેઈ શકે નહિ. આમ પ્રકાશમાન હોવા છતાં આનંદને આત જ માનવો જોઈએ. અન્યથા ઉપર જણાવેલ વ્યવહારને વિરોધ થાય.
શંકા થાય કે આનંદને આવૃત માનીએ તે આત્માને વિષે સદા નિરુપાધિક પ્રેમ ન સંભવે, કારણ કે અનાવૃત સ્વરૂપાનંદનું સ્કૂરણ ન હોય અને વૃત્તિકૃત આનંદસ્કુરણ તે કાદાચિક હેય (કયારેક થાય અને કયારેક ન થાય). આ શંકાનું સમાધાન એ છે કે આ બરાબર નથી કારણ કે આવૃત હોવા છતાં સ્વરૂપાનંદપ્રકાશને ફળબળથી નિરપાધિક પ્રેમને હેતુ કહે છે. અને “માણસે gવ વરમગારઘરાક્ષનું પુણ્ (પરમપ્રેમાસ્પદસ્વરૂપ સુખ પ્રકાશે જ છે) એ વિવરણવાકથનું પણ તાત્પર્ય આ જ છે. આ જ અભિપ્રાયથી "ાશમાનોsf” એમ કહ્યું છે, અન્યથા આનંદને આવૃત માનવામાં પ્રકાશમાન હોવા છતાં એ વિશેષણ વ્યથ બની જાય—એમ સમજવું.
સાક્ષિ–ચૈતન્યથી અભિન્ન સાક્ષિ-આનંદ આવૃત હોય તે સાક્ષિ–ચૈતન્ય પણ આવૃત હોવું જોઈએ અને એક જ વસ્તુ આવૃત અને અનાવૃત બને હેઈ શકે નહિ–આવી શંકાના સમાધાન માટે કહ્યું છે કે એક જ સાક્ષીમાં અવિદ્યાથી કલ્પિત રૂપભેદ સંભવે છે; તેથી ચૈતન્ય રૂપથી તે અનાવૃન હોય અને આનંદરૂપથી આવૃત હોય એ સંભવે છે. વસ્તુતઃ ચૈતન્ય એક હેવા છતાં તેમાં જીવ અને ઈશ્વરવ નામનાં જુદાં જુદાં રૂપે કલ્પવામાં આવે છે અને આપણે કહીએ છીએ “હું ઈશ્વર નથી, પણ સંસારી છું. એ જ રીતે હું સુખી છું” પ્રત્યાદિ – જ્ઞાન અાનંદ નથી ” ઇત્યાદિ રૂપથી અહંકારાદિના અભાસક જ્ઞાનના આનંદથી ભેદને વ્યવહાર થતે જોઈએ છીએ તે પ્રમાણે ચિત્વ” અને “અનંદત્વ' નામના રૂપભેદ અનાદિસિદ્ધ કલ્પવામાં આવે છે. અને જેમ એક જ ચૈતન્યમાં જીવત્વના અવરચ્છેદથી અજીત્યાદિની કલ્પના કરવામાં આવે છે અને ઈશ્વરત્વના અવચ્છેદથી અજ્ઞાત્વાદિના અભાવની કલ્પના કરવામાં આવે છે, તેમ આનંદવના અવચછેદથી તેને આવૃત કટપી શકાશે અને ચિત્વના અવછેદથી અહંકારાદિના અવભાસિક ચૈતન્યમાં આવરણને અભાવ ફળબળે કટપી શકાશે તેથી કઈ વિરોધ નથી. જીવવાદિની જેમ ચિત્વ, આનંદ જેવાં ભિન્ન રૂપ પણ અવિદ્યાથી કરિપત તરીકે માન્યાં છે તેથી અહેતનો વિરોધ નથી એવો અર્થ છે.
ફરી શંકા થાય કે આ વાત બરાબર હોય તે પણ આનંદ પ્રકાશ હોવા છતાં પણ આવૃત છે એમ માનવામાં વિરોધ છે. કારણ કે પ્રકાશ આવરણને વિરોધી છે. આનું સમાધાન કરતાં કહ્યું છે કે સ્વરૂપ પ્રકાશ આવરણને નિવતક નથી; પણ આગન્તુક (ઉત્પાદ્ય) એ વૃત્તિરૂપ પ્રકાશ આવરણના વિરોધી તરીકે કહે છે. આ દૃષ્ટિએ વિચારતાં ઘાસમાનો વિ એ વિશેષણું સ્વરૂપ પ્રકાશ બાવરણને વિરોધી નથી એમ જણાવવા માટે તેમ જ નિરુપાધિક પ્રેમને સંભવ જણાવવા માટે છે એમ સમજવું જોઈએ કારણ કે આ બન્ને બાબત જાણવી જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org