________________
પ્રથમ પરિચ્છેદ
૧૭૫ केचित्तु अविद्योपाधिको जीव एव साक्षाद् द्रष्टुत्वात् साक्षी । लोकेऽपि ह्यकर्तृत्वे सति द्रष्टुत्वं साक्षिां प्रसिद्धम् । तच्चासङ्गोदासीनप्रकाशरूपे जीव एव साक्षात् संभबति जीवस्यान्त:करणतादात्म्यापत्त्या कर्तृत्वाधारोपभाक्त्वेऽपि स्वयमुदासीनत्वात् । ‘एको देवः' इति मन्त्रस्तु जीवभावाभिप्रायेण साक्षित्वप्रतिपादकः । 'द्वा सुपर्णा' (मुण्डक ३.१.१) પતિ પત્રક ગુણાથિજરાખ્યાન (ત્ર.૨.૨ સૂત્ર –ગાય, રૂ) जीवेश्वरोभयपरः, गुहाधिकरणभाष्योदाहृतपैङ्गिरहस्यब्राह्मणव्याख्यातेन प्रकारेण जीवान्तःकरणोभयपरो वेति न कश्चिद्विरोध इत्याहुः।
જ્યારે કેટલાક કહે છે કે અવિદ્યા જેની ઉપાધિ છે તે જીવ જ સાક્ષાત્ દ્રષ્ટા હોવાથી સાક્ષી છે. કારણ કે લેકમાં પણ એ જાણીતું છે કે અકર્તા હોઈને દ્રષ્ટા હોય તે સાક્ષી. અને એ (લક્ષણ) અસંગ ઉદાસીન, પ્રકાશરૂપ જીવમાં જ સાક્ષાત્ સંભવે છે, કારણ કે જીવનું અન્તઃકરણ સાથે તાદામ્ય થવાથી તેના પર કતૃત્વ વગેરેને આરેપ થાય છે તે પણ તે સ્વયં ઉદાસીન છે. ‘એક દેવ.” એ મંત્ર તે બ્રહમાં છવભાવના અભિપ્રાયથી (જ) સાક્ષિત્વનું પ્રતિપાદન કરે છે. બે પક્ષી ..” એ મંત્ર ગુહાધિકરણ-ન્યાયથી જીવ અને ઈશ્વર ઉભયપરક છે. અથવા ગુવાધિકરણભાષ્યમાં ઉદાહત પંગિરહસ્યબ્રાહ્મણમાં સમજાવ્યા પ્રમાણે જીવ અને અન્તઃકરણ એ ઉભયપરક છે તેથી કોઈ વિરોધ નથી.
વિવરણ : જીવ અને સાક્ષીનો ભેદ માનનાર પક્ષો રજૂ કર્યા પછી હવે તેમને અભેદ માનનાર બે પક્ષ રજૂ કરે છે. જીવ એ જ સાક્ષી; સાક્ષી એ ઈશ્વરને રૂપભેદ નથી. એકતા હોઈને દ્રષ્ટા હેવું એ જે સાક્ષીનું લક્ષણ લેકમાં જાણીતું છે તે અવિદ્યામાં પ્રતિબિંબરૂ૫ જીવમાં જ સ્વતઃ સંભવે છે અને આ જીવમાં જે સાક્ષીપણું સંભવતું હોય તે તેનાથી વ્યતિરિક્ત સાક્ષી માનવામાં ગૌરવ દોષ થશે. શંકા થાય કે લૌકિક અને વૈદિક વ્યવહાર કરનાર છવમાં ઔદાસીન્ય અસિદ્ધ છે. તેને ઉત્તર એ છે કે કર્તવ આદિ બુદ્ધિ સાથેના તાદાથી પ્રયુક્ત છે, સ્વતઃ તે જીવ ઉદાસીન માનવામાં આવે છે.
શકા : જે ઈશ્વરને સાક્ષી ન માનીએ તે “gશે તેવ:” એ મંત્ર સાથે વિરોધ થા.
ઉત્તર : સાક્ષી છવને અપરોક્ષ છે એમ કહ્યું છે, જ્યારે ઈશ્વર ઉદાસીન હોય તે પણ અપરોક્ષ તે ન જ હોઈ શકે, કારણ કે બિંબરૂપ ઈશ્વરને જીવથી ઔપાધિક ભેદ છે તેથી જેમ એક જીવની પ્રતિ અન્ય જીવનું ચૈતન્ય અપરોક્ષ છે તેમ જીવને ઈશ્વરને અપક્ષ સાક્ષાત્કાર થઈ શકે નહિ. તેથી જો તેવઃ ઇત્યાદિ સાક્ષીનું પ્રતિપાદન કરનાર મંત્ર-ભાગને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org