________________
સિકત્તાણug કારણે તેમને વિષે સંશયાદિ થતાં નથી. અજ્ઞાન સાક્ષિચૈતન્યને છોડીને જ બાકીના પૈતન્યનું આવરણ કરે છે એમ માનતાં કેઈ દેવ રહેતો નથી. તેથી સાક્ષિતન્યથી અવિદ્યા. અહંકાર આદિ સદા અવભાસિત રહે છે અને તેમને વિષે જ્ઞાનને અભાવ કે મિથ્યાજ્ઞાન કે સંશય થતાં નથી.
શંકા : અવિદ્યા ભાવરૂપ છે, અહંકાર અનાત્મા પ્રકાર છે અને સુખ–દુઃખાદિ અનાત્મધમ છે એ બાબતમાં અજ્ઞાન, વિપરીત જ્ઞાન, સંશય હોય છે તે તેઓ સદા સંશયાદિના વિષય નથી બનતાં એમ કેવી રીતે કહી શકાય ?
ઉત્તર : ના અવિદ્યા આદિ હોય તેટલે વખત ક્યારેય અવિદ્યા આદિના સત્ત્વ વિષે સંશયાદિ થતાં નથી એમ કહેવાને આશય છે. અને તે પ્રમાણે તેમનામાં રહેલી વિશેષતા વિષે અજ્ઞાન, વિપરીત જ્ઞાન વગેરે સ્વીકારીએ તે પણ દોષ નથી.
શકા : સાક્ષિચૈતન્ય અનાવૃત હશે તે આનંદ જે તેનું સ્વરૂપ જ છે તે પણ સદા પ્રકાશિત માનવો જોઈએ.
ઉત્તર : આ તો ઈષ્ટ જ છે. શંકા થશે કે સંસારદશામાં સ્વરૂપભૂત આનંદના પ્રકાશથી પ્રયુક્ત કોઈ કાર્ય જોવામાં નથી આવતું તે પછી આનંદનો પ્રકાશ છે એમ કેમ માની શકાય પણ આ વાત બરાબર નથી. લેકમાં જેને જેને આનંદ અનુભવ થાય છે તેને તેને અનુભવાતા આનંદને વિષે પ્રીતિ અનુભવથી સિદ્ધ છે. એટલે પ્રકાશમાન આનંદ પ્રીતિને વિષય છે એ સિદ્ધ થાય છે. તેથી પ્રાણી માત્રને પોતપોતાને વિષે (પતપિતાના આમાને વિષે) ૬ઃખની દશામાં પણ પ્રીતિ જોવામાં આવે છે તે આત્મવિષયક પ્રીતિ પણ એ પ્રકાશમાન આત્માના સ્વરૂ૫મૂત આનંદને વિષે છે એમ સિદ્ધ થાય છે. પુત્રાદિ વિષયક પ્રીતિ છે તે પાધિક છે, કારણ કે પુત્રાદિમાં સુખસાધનારૂપ ઉપાધિ છે; (પુત્રાદિ સુખનાં સાધન હોય તે તેમને વિષે પ્રીતિ થાય); આ ઉપાધિથી આત્મસુખની અભિવ્યક્તિ થાય છે. આ ઉપાધિ ન હોય ત્યારે તેમને વિષે પ્રીતિ જોવામાં નથી આવતી. આત્માને વિષેની પ્રીતિ નિરુપધિક છે; પુત્રાદિને વિષેની પ્રીતિ જેમ અન્ય પ્રયોજન માટે છે તેમ આત્માને વિષેની પ્રીતિ કઈ અન્ય પ્રયોજન માટે નથી. શ્રુતિ પણ કહે છે “ગામનg
માય ત્રિયં મવતિ ! (બહદ. ૨.૪.૫ ૪.૫. ૬) (આત્માના અર્થ માટે બધું પ્રિય છે) તતઃ પુત્રા જેવો વિતા દ્રયોદય-માત સર્વમાન્તરતરમ્ (બૃહદ. ૧૪.૮-તે આ પુત્રથી, ધનથી, બજા સવથી વધારે પ્રિય અને સર્વાન્તર છે). જે સર્વાન્નર આત્મચૈતન્ય છે તે અપરોક્ષ રીતે પ્રીતિના વિષય તરીકે માનવામાં આવતા પુત્રાદિ સર્વથી અતિશય પ્રિય છે. અને આમ આત્માને આનંદ જે પ્રકાશ ન હોય તે આત્માને વિષે શ્રુતિ અને અનુભવથી સિદ્ધ નિરુપાધિક પ્રીતિ ન હોઈ શકે કારણ કે પ્રીતિ નિયમથી પ્રકાશમાન આનંદને વિષે જ હોય છે. તેથી સાક્ષીને સ્વરૂપભૂત આનંદ સદા અવભાસિત હોય એ ઈષ્ટ છે એમ કહેવું બરાબર છે, વિવરણકાર પણ આમ જ કહે છે – “પરમ પ્રેમનો વિષય બનતું સુખ ભાસે જ છે. આ સુખ સાક્ષિતન્યથી અભિન્ન છે તેથી સ્વરૂપભૂત આનંદના પ્રકાશની બાબતમાં વિવરણકારનું સમર્થન પ્રાપ્ત થાય છે. (૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org