________________
૧૮૪
सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : સંસારદશામાં પણ સ્વરૂપભૂત આનંદનું ફુરણ છે એમ માનવામાં આવે તે સંસાર અને મોક્ષની અવસ્થાઓમાં કોઈ ભેદ જ રડે નહિ. તેથી સાક્ષિ-આનંદને અનાવૃત માની શકાય નહિ - એ પ્રકારની પૂર્વપક્ષીની શંકા વિસ્તારથી રજૂ કરી છે. આની સામે સિદ્ધાન્તી દલીલ કરે કે સાક્ષિ- આનંદથી અવિદ્યામાં આનંદનું પ્રતિબિંબ અભિપ્રેત છે અને તેને બિબભૂત આનંદથી ભેદ માનવામાં આવ્યો છે અને આમ સ સારદશામાં અનાવૃત સાલિસ્વરૂપ પ્રતિબિંબભૂત આનંદને પ્રકાશ હોય તો પણ બિંબભૂત બ્રહ્માનંદ જે આવૃત છે તે નથી પ્રકાશને વળી સાક્ષિ-આનંદ શરીરે શરીરે ભિન્ન જ પ્રકાશે છે જયારે અનવછિન આનંદ શરીરે શરીરે ભિન્ન નથી તેથી બે વચ્ચે ભેદ છે જ અને આમ સંસારદશા અને મોક્ષદશાને પણ ભેદ છે. | (વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ આનું વિવેચન કરતાં કહે છે : જો કે શુદ્ધચિન્માત્ર મૂલ અઝાનને આશ્રય અને વિષય છે; મૂલ-અજ્ઞાન બિંબભૂત ઈશ્વરવિષયક નથી તેથી તે અનાવૃત હોય તે પણ જીવની અપેક્ષાએ તેને ભેદ કપવામાં આવ્યું છે તેથી જીવન પ્રતિ તે અપ્રકાશમાન હોય એ સંભવે છે. તેમ મુક્તિમાં બિંબભૂત બ્રહ્માનન્દનું કુરણ પણ અસિદ્ધ છે કારણ કે મૂલ અજ્ઞાનની નિવૃત્તિ થતાં તેનાથી પ્રથા પ્રતિબિંબભાવની જેમ બિંબભાવ પણ અવશ્ય નિવૃત્ત થવાનો તેમ છતાં પૂવપક્ષીનું મોઢું બંધ કરવાને જ સિદ્ધાન્તોને આશય છે તેથી તે આમ બેલે છે એમ સમજવું.)
સિદ્ધાન્તીને જવાબ આપતાં પૂર્વપક્ષી કહે છે કે મુક્તિમાં અનવચ્છિન્ન–આનંદનું ફુરણ એ તેને સંસારથી ભેદ છે કે માત્ર આનંદ–સ્કુરણ બેમાંથી કઈ રીતે ભેદ બતાવી શકાશે નહિ અવચ્છેદ એ ભેદ છે અને એ આત્મામાં કઢિપત છે; તેમ જ અવછેદન અભાવ એ જે આનંદથી અતિરિક્ત હોય તે અનવચ્છેદને તે પુરુષાર્થ માનવામાં નથી આવતા, જે અનવરછેદને આનંદસ્વરૂપ જ માનીએ કારણ કે આને દ એ કપિત અવછેરાભાવન અધિષ્ઠાન છે તે તેનો આ બીજા પ્રકારમાં જ સમાવેશ થઈ જાય; પણ આનંદ માત્ર તે સંસાર-અવસ્થામાં પણ પ્રકાશમાન છે તેથી સંસાર અને મુક્તિમાં કોઈ ભેદ રહેશે નહિ | (સિદ્ધાન્તી બીજી રીતે સંસાર અને મુક્તિ અવસ્થાને ભેદ બતાવવા યત્ન કરી શકે. શરીરે શરીરે ભિન્ન હોવાથી તે સાક્ષિ-આનંદ અતિશયયુક્ત છે, ઉત્કર્ષ-અપકર્ષવાળે છે. જેમ કે સુષુપ્તિકાળમાં પ્રકાશતો સાક્ષિ-આનદ સ્પષ્ટ છે જ, નહીં તે 'હું નિરાંતે કે સુખે સૂતે” એવો પરામર્શ ન થાત. લેકમાં જે આનંદ સ્પષ્ટ અર્થાત્ ઉત્કર્ષપૂર્વક અનુભવાય હોય તેને જ પરામશ થઈ શકે છે; આનંદ અનુભવાય એટલા માત્રથી તે પરામશને યોગ્ય બનતો નથી - આ વાત જાણીતી છે. પણ સપ્તિમાં જે સાક્ષિ-આનંદ છે તે અતિ-સ્પષ્ટ નથી અને તેનાથી માળા-ચંદનાદિ વિષયથી પ્રયુક્ત આનંદમાં ચઢિયાતા ઉત્કર્ષને અનુભવ થાય છે. આમ સાક્ષિ-આનંદ ઉત્કર્ષ-અપકર્ષ યુક્ત છે જ્યારે કરિપત અવ છેદના અભાવરૂપ બ્રહ્માનંદ મુક્તિકાળમાં પ્રકાશે છે તે બીજી કઈ અવસ્થામાં નહિ તે અને નિરતિશય છે. મુક્તિમાં બ્રહ્માનંદ એકરૂપ અને પૂર્ણ તરીકે પ્રકાશે છે. અત્યારે સંસારાવસ્થામાં તેવા બ્રહ્માનંદને પ્રકાશ નથી, પણ ઉત્કર્ષ-અપકર્ષયુક્ત આનંદને પ્રકાશ છે. તેથી સ્વરૂપભૂત આનંદનું ફુરણ થતું હોવા છતાં પણ ઉત્કૃષ્ટ આનંદની અભિલાષારૂપ પિશાચણીથી અસ્ત થવાને કારણે સંસાર અવસ્થામાં કેઈને પણ નિતિ (પરમ આનંદ) નથી–આ સંસાર અને મોક્ષને ભેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org