________________
૧૮૬
सिद्धान्तलेशसङ्ग्रहः (સિદ્ધાન્તી) દલીલ કરે કે સૂર્યને પ્રકાશ જે એક જ છે તેની હથેળી, સફટિક, દર્પણ વગેરે અભિવ્યંજક વિશેષના ઉપધાનથી થતી અભિવ્યક્તિમાં તારતમ્ય (ઓછા-વત્તાપણું, ઓછી કે વધારે વિશદતા–) જેવામાં આવે છે તેથી આનંદ એક હેવા છતાં પણ અભિવ્યંજક સુખવૃત્તિ વિશેષના ઉપધાનથી તેની અભિવ્યક્તિના તારતમ્યરૂપ તેને ઉત્કર્ષ કે અપકર્ષ હોય તો તે યુક્ત છે તે (આવી દલીલ સામે પૂર્વવાદીને ઉત્તર છે કે) ના, કારણ કે દૃષ્ટાન્તની બાબતમાં સંમતિ નથી. જેમ નીચાણવાળી સપાટી તરફ ગતિ કરવાના સ્વભાવવાળા જળને હથેળી સાથે સંબંધ થતાં તેની ગતિ રૂંધાતાં તે જમા થઈ જાય છે અને વધારે સ્પષ્ટ દેખાય છે, તેમ બધી દિશામાં પ્રસરવાના સ્વભાવવાળે સૂર્યપ્રકાશ આકાશમાં હથેળી વગેરે સાથે તેના સંબંધ વિના અસ્પષ્ટ પ્રકાશે છે (અને) હથેળીને સગ થવાથી ગતિ રૂંધાતાં જમા થઈ ય છે તેથી વધારે પ્રકાશે છે; તેને ચળકતા દર્પણ આદિ સાથે સંગ થાય તે ગતિ રૂંધાતાં તે જમા થઈ જાય છે તેથી અને તેની (દર્પણદિની) દીપ્તિની સાથે સંમિશ્રણ થવાથી તેનાથી પણ વધારે પ્રકાશે છે– આમ ત્યાં (સૂર્યના પ્રકાશરૂપ દષ્ટાન્તમાં અભિવ્યંજક ઉપાધિને લીધે અભિવ્યક્તિમાં તારતમ્ય માનવામાં નથી આવ્યું તેથી દષ્ટાંત સ્વીકાર્ય નથી).
અને દષ્ટાંત માની લઈએ તે પણ ગગનમાં ફેલાયેલા સૂર્યપ્રકાશની અસ્પષ્ટતાની જેમ અનવછિન આનંદની અસ્પષ્ટતા માનવી પડશે (અને હથેળી વગેરેથી અવચ્છિન્ન સૂર્યપ્રકાશની અધિક અભિવ્યક્તિની જેમ સખવૃત્તિથી અવચ્છિન્ન આનંદની અધિક અભિવ્યક્તિ માનવી પડશે તેથી મુક્તિ કરતાં સંસાર જ વધારે અભીષ્ટ બની જશે (વધારે મહત્વને અને ઈષ્ટ છે એમ માનવું પડશે. - આનાથી “સંસાર દશામાં આનંદ પ્રકાશ હેવા છતાં મિથ્યાજ્ઞાન અને તેના સંસ્કારથી વિક્ષિપ્ત થયેલ હોવાથી અસ્પષ્ટ પ્રકાશે છે, જેમ તીવ્ર વાયુથી વિક્ષિપ્ત થયેલી પ્રદીપપ્રભા અસ્પષ્ટ ભાસે છે; (જ્યારે) મુક્તિમાં તેને (મિથ્યાજ્ઞાન અને તેના સંસ્કારને ) અભાવ હોવાથી બરાબર (પૂર્ણ પણે, જેમ છે તેમ ભાસે છે” –એ વિધાનનું પણ ખંડન થઈ ગયું, કારણ કે નિવિશેષસ્વરૂપ આન દ પ્રકાશ હોય ત્યારે તેમાં વિક્ષેપને કારણે નહીં પ્રકાશતા (પણ) મુક્તિ દશામાં હાજ૨ (અર્થાત પ્રકાશતા) એવા અતિશયન (ચઢિયાતાપણાને) સંભવ નથી. તેથી સાક્ષિ–આનંદને અનાવૃત માનવે એ અયુક્ત છે.
વિવરણઃ પૂર્વવાદીએ રજૂઆત કરી કે અદૈતવાદમાં આનંદસ્વરૂપમાં કેઈ અપકર્ષ કે ઉત્કર્ષ માની શકાય નહિ. તેની સામે સિદ્ધાતી દલીલ કરી શકે કે સૂર્ય પ્રકાશ સ્વતંત્ર રીતે પ્રકાશતો હોય તેના કરતાં હથેળી વગેરેના સંપર્કમાં આવતાં તેની જરા વિશેષ અભિવ્યક્તિ છે અને સફટિકના સંપર્કમાં આવતાં તેથી વધારે છે, અને દર્પણદિના સંપર્કમાં આવતાં તો તેથી પણ વધારે અભિવ્યક્તિ છે. તે જ પ્રમાણે આનંદની બાબતમાં પણ અભિવ્યંજક વૃત્તિના તારતમ્યથી તે તે વૃત્તિથી ઉપહિત સાહિ–આનંદમાં ઉત્ક- અપકર્ષ સાંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org