________________
પ્રથમ પરિચ્છેદ
૧૭૯
નિરાતે (સુખે) સૂતે” વગેરે. પણ જેમ સ્વાપાદિનું સ્મરણ થાય છે તેમ પ્રમાતાનું પણ સુષુપ્તિકાલીન તરીકે સ્મરણ થતું જોવામાં આવે છે તેથી સુષુપ્તિમાં તેને પણ સભાવ (અસ્તિત્વ) હોય છે–એવી દલીલ કરી શકાય નહિ કારણ કે અનેક શ્રુતિવચને છે કે સુષુપ્તિમાં પ્રમતાને લય થાય છે તેમને વિરોધ થાય. અટ્ટહ્યાણમ “સૂતો' વગેરે સ્મરણમાં “મદH' અંશમાં અનુભવરૂપની કલ્પના કરવાથી સુષુપ્તિમાં પ્રમાતાનું અસ્તિત્વ આવશ્યક નથી. આમ સુષુપ્તિમાં સાક્ષીનું અસ્તિત્વ છે જ્યારે પ્રમાતાનું અસ્તિત્વ નથી તેથી પ્રમાતાથી સાક્ષીને ભિન્ન માનવો જ પડશે. વળી તેમને અભિન્ન માનીએ તે પ્રમાતા ઉદાસીન નથી તેથી સાક્ષી નહીં સંભવે એ દોષ પણ ઊભો થશે. આમ અતઃકરણથી ઉપહિત જીવ તે પ્રમાતા છે, સાક્ષી નહીં.
ઉત્તર : આ શંકા બરાબર નથી અન્તઃકરણ અવિવાધિક (અવિદ્યા જેની ઉપાધિ છે એવા) છવમાં વિશેષણ તરીકે પ્રમાતૃત્વનું પ્રાજક છે, અને ઉપાધિ તરીકે સાત્વિનું પ્રયજક છે. આમ વિશિષ્ટ અને ઉપહિત પ્રમાતા અને સાક્ષી ભેદ છે. કર્તા-ભોક્તા હેવું એ વિશિષ્ટ પ્રમાતાને સ્વભાવ છે તો પણ ઉપહિત (જીવ) ઉદાસીન હોવાથી તે ઉદાસીન સંભવે છે એમ અભિપ્રેત છે.
શંકા : વિશેષણ હોવું અને ઉપાધિ હોવું એમાં ભેદ હોય તો એક હોવા છતાં અન્ત:કરણનો વિશેષણ અને ઉપાધિ તરીકે ભેદ કલ્પીને તેનાથી વિશિષ્ટ તે પ્રમાતા અને તેનાથી ઉપહિત તે સાક્ષી એવી વ્યવસ્થા સિદ્ધ થાય. પણ વિશેષણ અને ઉપાધિ જુદાં છે એમ કેવી રીતે કહી શકાય?
ઉત્તર : કાર્યમાં અન્વયી હોઈને જે વ્યાતક હોય તે વિશેષણ. જેમ કે નીરપુરમાના, લ ઉપલ લાવોમાં નીલત્વ વિશેષણ છે કારણ કે લાલ ઉત્પલ વગેરેથી વ્યાવૃત્તિ કરે છે અને ઉત્પલ દ્વારા આનયનરૂપ કાર્યમાં તેને અન્વય છે. કાર્ય એટલે વિધેય; ઉત્પલ લાવતાં નીલત્વ પણ સાથે હોય છે. એ જ રીતે, “વત્ વાત તઢ રેવન્યૂદમ' - જે કાગડાવાળ છે તે દેવદત્તનું ઘર છે,” માં દેવદત્તનું ઘર હોવું' એ વિધેય છે, તેને કાગડારૂપી ઉપલક્ષણ સાથે અન્વય નથી, છતાં તે અન્ય ઘરેથી વ્યાતિ તે કરે જ છે. વિશેષણનું લક્ષણ ઉપલક્ષણને લાગુ ન પડે અને અતિવ્યાતિને દોય ન લાગે તે માટે વિશેષણના લક્ષણમાં “કાર્યમાં અન્વયી હોઈને એમ મૂક્યું છે. બીજી બાજુએ કાર્ય કે વિધેયમાં અન્વયી ન હેઈને અને વ્યાવતક હોઈને કાર્યાન્વયકાલમાં જે વિદ્યમાન હોય તે ઉપાધિ. જેમ કે “ોદિતિં દBદિમાનવ', લાલ સ્ફટિક લાગે' – આમાં સ્ફટિકની નજીક રહેલું જપા પુષ્પ ઉપાધિ છે. તેને આનયનરૂપ કાર્યમાં અન્વય નથી; તે અન્ય સ્ફટિકેથી આની વ્યાવૃત્તિ કરે છે અને આનયનના અન્વયકાળે વિદ્યમાન હોય છે.
આમ વિશેષણ અને ઉપાધિને ભેદ અવશ્ય છે જ તેથી ઉપાધિનું લક્ષણ નીલત્વ જેવા વિશેષણને ન લાગે તેટલા માટે કાર્યમાં અન્વયી ન હોઈને' એમ મૂકયું છે. કાગડાવાળા ઘરમાં પ્રવેશ' – એમાં પ્રવેશરૂપ કાર્યના અન્વયકાલે જે દેવવશાત ઉપલક્ષણ બનેલે કાગડો અન્યત્ર જતું રહે અને બીજે કાગડો એ ઘર ઉપર આવી જાય છે ત્યાં આવેલે કાગડો આગળ રહેલા કાગડાની જેમ વ્યાવક નથી. આમ ત્યાં આવેલે કાગડો પ્રવેશ સાથે અન્વય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org