________________
૧૧૨
सिद्धान्तलेशसङ्ग्रहः
વ્યવસ્થા વિષયક શાસ્ત્ર અને જીવન્મુક્તિનું પ્રતિપાદન કરતુ શાસ્ત્ર નિરાલંબન બની જાય. તેથી કેટલાક માને છે કે ચૈતન્યના અજ્ઞાન સાથે સંબંધ એ બન્ધ, અને તેની સાથે અસન્ધ એ મેક્ષ (અજ્ઞાનની નિવૃત્તિ એ મેક્ષ એમ નહિ, કારણુ કે અસંબન્ધ માત્રથી જ અન્ધની નિવૃત્તિ સિદ્ધ થાય છે. જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રનુ પણ તેના અસંખ્ ધપરક જ તાત્પય* ઉપપન્ન છે. આના સમથનમાં ન્યાયેકદેશીનેા મત ટાંકી શકાય. ‘મૂતઢે ઘયો ' એ અનુભવસિદ્ધ ધટાભાવ ઢાલિક માનવામાં આવે છે. તેથી ઘટને લાવ્યા પછી પણ એ ધટના અધિકરણ ભૂતલમાં જ એ રહે છે અને આમ હાય તેા ટથી યુક્ત ભૂતભ્રને વિષે પણ 'ત્યાં ઘટ નથી' એવી પ્રતીતિ પ્રમા મનાવી જોઈએ. આ શકાતા ઉત્તર વૈયાયિકો આ પ્રમાણે ઘડી કાઢે છે — ધટના અધિકરણમાં ધટાત્યન્તાભાવના સબંધના અભાવ હોવાથી ત્યાં તેની પ્રતીતિ થાય તે તે ભ્રાન્તિરૂપ હોય એ જ ઉપપન્ન છે અને ધટસ યાગની ઉત્પત્તિ થઈ તે પહેલાં ભૂતલમાં સંબંધવાળા પટાયન્તાભાવના ઘટસયેાગના કાળમાં અવૃત્તિરૂપ સંબધાભાવ કેવી રીતે થઈ શકે એવી શંકા કરવી નહિ. કારણ કે આપણને પ્રતીતિ થાય છે તે અનુસાર ભૂતલમાં ધટાત્યન્તાભાવની વૃત્તિની બાબતમાં ટસયેાગના પ્રાગભાવ કે ઘટસયેાગના પ્રષ્નસાભાવ (એ બેમાંથી એક) નિયામક છે. (જેવા ટસ ચાગ ઉત્પન્ન થયે અને જ્યાં સુધી એ રહ્યો ત્યાં સુધી ભૂતલમાં ધટાત્યતાભાવના સ સગ' રહેતા નથી). તેથી ધટસયેાગના અધિકરણ ભૂતલમાં ધટાભાવના અસંબંધની ઉપપત્તિ છે. એ જ રીતે અજ્ઞાન ચૈતન્યમાં રહે એ બાબતમાં મન નિયામક છે અને બ્રહ્મદર્શનની ઉત્પત્તિ થતાં મનની નિવૃત્તિ થાય છે. તેથી અજ્ઞાનના સંબંધની નિવૃત્તિ થાય છે. પ્રા દર્શનથી મનની નિવૃત્તિ થાય છે એ માટે શ્રુતિ પ્રમાણ છે- મિયતે હૈંયત્રન્થિ: (મુંડક ઉપ ૨.૨.૯)–અહીં હૃદ્ય એટલે અન્તઃકરણ અને તે ચિદાત્મામાં અભ્યસ્ત હેાઈને તેની સાથે તાદાત્મ્ય પામેલું હોઈ ગ્રંથિના જેવુ હોઈ ગ્રંથિ છે. બ્રહ્મદર્શીન થતાં તે બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે અને ત્યારે એ મન જેની ઉપાધિ હતુ. એ ચૈતન્યપ્રદેશમાં અજ્ઞાનને અસબંધ અર્થાત્ મેક્ષ સંભવે છે, જ્યારે અન્યત્ર બીજા ઐત-યપ્રદેશામાં અજ્ઞાનના સંબંધ ચાલુ રહે છે અને તેમના બંધ ચાલુ રહે છે. આ રીતે બધ-મેાક્ષની વ્યવસ્થાની ઉપપત્તિ છે.
अपरे तु नाज्ञानं शुद्धचैतन्याश्रयम्, किं तु जीवाश्रयं ब्रह्मविषयम् । अतश्चान्तःकरणप्रतिबिम्बरूपेषु सर्वेषु जीवेषु व्यक्तिषु जातिवत् प्रत्येकपर्यवसयिता वर्तमानमुत्पन्नविद्यं कञ्चित् त्यजति नष्टां व्यक्तिमिव जातिः । स एव मोक्षः । अन्यं यथापूर्व श्रयतीति व्यवस्थेत्याहुः ।
જ્યારે બીજા કહે છે કે ઃ જ્ઞાન શુદ્ધ ચૈતન્યને આશ્રયે રહેતું નથી, પણ જીવ તેના આશ્રય છે અને બ્રહ્મ તેના વિષય છે. અને તેથી અન્તઃકરણમાં (ચૈતન્યના) પ્રતિબિંબરૂપ સત્ર જીવે માં, વ્યક્તિએમાં જાતિ પ્રત્યેકમાં વ્યાપીને રહે તેમ, પ્રત્યેકમાં વ્યાપીને રહેતુ અજ્ઞાન જેમાં વિદ્યા ઉત્પન્ન થઇ છે તેવા કાઇકને છાડી દે છે, જાતિ નાશ પામેલી વ્યક્તિને છેડી ઢ છે તેમ. આ જ માક્ષ. ખીજા (અજ્ઞાની જીવ)ને આશ્રયે પહેલાંની જેમ તેરહે છે. આમ ધમેાક્ષની વ્યવસ્થા છે (એમ આ બીજા કહે છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org