________________
પ્રથમ પરિચછેદ
વિવરણ: પ્રત્યક્ષ પ્રમાણુરૂપ વૃત્તિ વિષયની પાસે જઈને તેના સંબંધમાં આવે છે તેથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે પણ પરોક્ષવૃત્તિનું આ રીતે પક્ષસ્થળમાં નિગમન શક્ય નથી તેથી તેનાથી અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય એવી શંકા થાય. તેના ઉત્તરમાં કહ્યું છે કે પરોક્ષ પ્રમ પણ અજ્ઞાનનિવર્તક છે. અજ્ઞાન દ્વિવિધ છે-(૧) રજજુ આદિ વિષયનું આવરણ કરીને સર્પાદિ વિક્ષેપ (વિવ)નું ઉપાદાનાકારણ છે, અને વિક્ષેપકાયની ઉપપત્તિ બતાવવાને માટે જેની કલ્પના કરવામાં આવે છે તે વિષયાશ્રિત અજ્ઞાન (જે અનુભવસિદ્ધ નથી); (૨) બીજુ વિધ્યાવરઅજ્ઞાન પુરુષાશ્રિત છે અને તેને અનુભવ થાય છે–“હું આ જાણતા નથી”. શંકા થાય કે એક જ અજ્ઞાનથી સપદિવિક્ષેપ અને હું જાણતો નથી' એ અનુભવની સિદ્ધિ થતી હોય તે અજ્ઞાનનું વૈવિધ્ય માનવાની શી જરૂર. આનું સમાધાન કરતાં કહ્યું છે કે પુરુષાશ્રિત અજ્ઞાન વિષય (અર્થાત રજુ વગેરે અધિષ્ઠાન)ની સાથે સંભિન્ન સેળભેળ થઈ ગયેલ, તાદાત્મ પામેલ) જે સપદિ વિક્ષેપ થાય છે તેનું ઉપાદાન કારણ બની શકે નહિ. બીજી બાજુએ વિષયાશ્રિત અજ્ઞાન “હું જાણતો નથી' એ આકારને સાક્ષિરૂપ પ્રકાશ છે તેની સાથે સંબંધિત હોઈ શકે નહિ. તેથી દિવિધ અજ્ઞાન માનવું જોઈએ. આમ દિવિધ અજ્ઞાન માનતાં પરોક્ષ સ્થળમાં વૃત્તિનું નિર્ગમન ન થવાથી દૂર દેશમાં રહેલા વૃક્ષની બાબતમાં આપ્તના વચનથી તેના ચોક્કસ પરિમાણ (ઊંચાઈ વગેરે)નું જ્ઞાન થાય છે તો પણ તેનાથી વિપરીત (અપ) પરિમાણરૂપ વિક્ષેપ જોવામાં આવે છે તેથી સ્પષ્ટ છે કે વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ ન થઈ હોવા છતાં પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ થઈ જ છે. પરોક્ષ જ્ઞાનથી વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી તેને માટે બે કારણ દર્શાવ્યા છે–(૧) વૃત્તિના નિગમનને અભાવ-વિષયચૈતન્ય (વિષયાવચ્છિન્ન ચૈતન્ય) સાથે સંબંધમાં આવેલી વૃત્તિ જ વિષયચેતન્યગત અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે તેથી વૃત્તિનું નિગમન ન હોય તે આ અજ્ઞાન દૂર ન થઈ શકે. તેથી વિષયગત અજ્ઞાન વિપરીત પરિમાણને વિક્ષેપ કરે છે અને વૃક્ષ મોટું હોવા છતાં નાનું દેખાય છે. તેમ છતાં આપ્તવાક્યરૂપ પરોક્ષપ્રમાણથી પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ તે થાય છે જ. શાસ્ત્રાર્થના અજ્ઞાનને અનુભવ હોય છે. પણ શાસ્ત્રાર્થના ઉપદેશ પછી શાસ્ત્રાર્થના અજ્ઞાનની નિવૃત્તિને અનુભવ થાય છે. શાસ્ત્રાર્થ દ્વિવિધ છે–ધમરૂપ અને બ્રહ્મરૂપ. ધમરૂ૫ શાસ્ત્રાર્થની બાબતમાં ઉપદેશજન્ય જ્ઞાન પરોક્ષ જ છે, તે કયારેય અપરોક્ષ હતું નથી કારણ કે ધર્મને સાક્ષાત્કાર થઈ શકતો નથી. આમ ત્યાં વિષયગત અજ્ઞાનની નિવૃત્તિને પ્રસંગ જ નથી તેથી પુરુષગત અજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે એમ કહેવું જોઈએ, અન્યથા તેની નિવૃત્તિના અનુભવને વિરોધ થાય. બ્રહ્મરૂપ શાસ્ત્રાર્થની બાબતમાં ઉપદેશજન્ય જ્ઞાન પરોક્ષ છે. તેટલા માત્રથી વિષયાવરક મૂલ અજ્ઞાન જે વિષયગત છે તે દૂર થતું નથી, કારણ કે તેમ થતું હોય તે મનનાદિ વ્યર્થ બની જાય, તેથી ઉપદેશજન્ય જ્ઞાનથી પુરુષગત અજ્ઞાન જ દૂર થાય છે એમ કહેવું જોઈએ, અન્યથા ત્યાં પણ તેની નિવૃત્તિના અનુભવનો વિરોધ થાય. પરોક્ષ જ્ઞાન અજ્ઞાનનું નિવતક બની શકે છે એ બાબતમાં વિવરણાદિની સંમતિ છે એમ કહ્યું છે. ઉક્ત અનુભવના બળે જ, અનુમેયાદિની બાબતમાં અજ્ઞાનની નિવૃત્તિ થાય છે એમ “ગુણેશાયી યુનિવૃત્તિઃ' એ વિવરણવાથને અર્થ સમજાવતાં તત્ત્વદીપનમાં કહ્યું છે–ત્યાં સુષુપ્તિને અર્થ અજ્ઞાન અને વ્યાવૃત્તિને અથ નિવૃત્તિ કર્યો છે (“તવિયાજ્ઞાનનિતિર્થ',–તદિષયમાં “તત ' એ પદ “અનુમેયાદિને માટે પ્રયોજ્યું છે). આમ સ્પષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org