________________
પ્રથમ પરચછેદ
વિવરણ : અત્યાર સુધી અપ્રતિબદ્ધ પ્રમામાત્ર અજ્ઞાનનિવતક છે એ નિયમને અનુસરીને તેને ભંગ ન થાય તે માટે પરોક્ષપ્રમરૂપ જ્ઞાનને પણ અજ્ઞાનના નિવર્તક તરીકે ઘટાવ્યું. હવે એવા મતની રજૂઆત કરી છે જે અનુસાર ઉપર્યુક્ત નિયમ નથી; પણ અપ્રતિબદ્ધ અપરોક્ષજ્ઞાન જ અજ્ઞાનનું નિવક છે તેથી પરોક્ષજ્ઞાનની બાબતમાં નિયમના ભંગની શંકાને સ્થાન નથી. વિષયગત અજ્ઞાન જ તેનું આવરણ કરે છે. લોકમાં ઘટાદ માટી વગેરેના પરિણામ તરીકે જાણીતાં છે; તેની જેમ શુક્તિરતાદિ પણ પરિણામરૂપ સિદ્ધ થાય છે અને યતિપૂર્વક વિચાર કરતાં અજ્ઞાન જ તેમનું પરિણામી, અર્થાત ઉપાદાનકારણ સિદ્ધ થાય છે. શુતિ વગેરે પ્રાતિભાસિક રજતાદિનાં ઉપાદાનકારણ હોઈ શકે નહિ. અને વિષયાવચ્છિન્નત ગત અજ્ઞાન રજતાદિ વિક્ષેપ (વિવત)નું પરિણમી કે ઉપાદાનકારણ બને એમાં જેવું સામંજસ્ય છે (બધું યુક્તિયુક્ત અને બંધબેસતું છે) તેવું પુરુષાશ્રિત અજ્ઞાનને તેનું ઉપાદાનકારણ માનવામાં નથી. આ ઉપપત્તિનું સામંજસ્ય ધ્યાનમાં રાખીને વિષયગત જ અવસ્થારૂપ અજ્ઞાન માનવું જોઈએ પણ તેનાથી જુદું બીજુ પુરુષગત અવસ્થારૂપ અજ્ઞાન માનવાની જરૂર નથી કારણ કે એ વ્યર્થ હેઈને તેને માનવા માટે પ્રમાણુ નથી. જે કે પુરુષાશ્રિત અજ્ઞાન પણ પુરુષને છોડવા સિવાય દીધ પ્રભાત્યાયથી વૃત્તિધારા બહાર નીકળીને વિષયાવછિન ચૈતન્યનું આશ્રિત બનીને રજતાદિરૂપે પરિણામી બને –તેમનું ઉપાદાન કારણ બને) એમ સંભવી શકે (–અર્થાત એવી દલીલ કરી શકાય), તે પણ આ ઉપપત્તિમાં સામંજસ્ય નથી કારણ કે મૂલ અજ્ઞાનની જેમ અવસ્થા૫ અનાન પણ નિકિય છે તેથી તેને પ્રભાળ્યાય લાગુ પાડી શકાય નહીં એવા અભિપ્રાયથી વિષયગત અજ્ઞાનના પરિણમની ઉપપત્તિના સામંજસ્યની દલીલ આપી છે.
શંકા થાય કે વિષયાવરક અશાન વિષયગત જ છે એમ માનતાં બે મુશ્કેલીઓ ઊભી થશે-વિષયગત અજ્ઞાનને સાક્ષી સાથે સંસગ નહીં રહે તેવી સાક્ષીથી તેને પ્રકાશ નહીં થાય (–આ અજ્ઞાનતે અનુભવ નહીં સંભવે), અને પક્ષજ્ઞાનવૃત્તિ બહાર નીકળીને વિષય સુધી જતી નથી તેથી પક્ષપ્રમાથી વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ નહીં સંભવે.
આને ઉત્તર આપતાં કહ્યું છે કે “હું શુક્તિને જાણતા નથી' એ અનુભવને વિષય વિષયગત અવસ્થારૂપ અજ્ઞાન નથી, પણ મૂલ અજ્ઞાન છે. કારણ કે એ જ સાક્ષી સાથે સંસ્કૃષ્ટ છે. ફરી શંકા થાય કે મૂલ અજ્ઞાન તે બ્રહ્મવિષયક છે તેથી તેને શુક્તિ-વિષયક તરીકે અનુભવ કેવી રીતે સંભવે છે? અથવા અવસ્થારૂપ અજ્ઞાનને શુક્તિવિષયક તરીકે અનુભવ કેવી રીતે સંભવે કારણ કે તેને પણ વિષય શક્તિથી અવચ્છિન્ન ચૈતન્ય જ છે. જે એમ કહેવામાં આવે કે શુક્તિનું અવસ્થારૂપ અજ્ઞાનના વિષય ચૈતન્ય સાથે તાદામ્ય છે તેથી અવસ્થારૂપ અજ્ઞાનને શુક્તિવિષયક તરીકે અનુભવ થાય તો તેમાં કોઈ વિરોધ નથી,
–તે અમે પણ એજ ઉત્તર આપી શકીએ. ઉપર્યુક્ત શંકાને ધ્યાનમાં રાખીને જે ઉત્તર આપે છે તેને ભાવ એ છે કે જડમાત્રને મૂલ અજ્ઞાનના વિષય ચૈતન્ય પર અધ્યાસ થયેલા હોવાથી શુક્તિ વગેરેનું પણ તેની સાથે તાદામ્યરૂપ અભિન્નત્વ છે, તેથી શકત્યાદિવિષયક તરીકે મૂલ અજ્ઞાનને અનુભવ હૈોય તેમાં વિરોધ નથી. - “હું શુક્તિને જાણતા નથી' એ અનુભવ મૂલ-અજ્ઞાનવિષયક છે એ બાબતમાં વિવરણાદિની સંમતિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org