________________
પ્રથમ પરિબેટ
હોય છે. દીપ સરખી રીતે બધાંને પ્રકાશિત કરે છે. તે વૃદ્ધિ પામીને પ્રભુને પ્રકાશિત કરે, મધ્યમાવસ્થા પ્રાપ્ત કરીને સભ્યોને અને તેનાથી નિકૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરીને નર્તકીને તેમના પદના તારતમ્યાનુસાર વૃદ્ધિ આદિ વિકારે પામીને પ્રકાશિત કરે એવું નથી બનતું પણ એક રૂપથી જ રહીને સવને પ્રકાશિત કરે છે. પ્રભુ, સભ્ય વગેરે ન હોય તો પણ દીપ પોતાની મેળે પ્રકાશ્યા કરે છે. તેમ પ્રસ્તુત ચર્ચામાં અહંકાર પ્રભુ છે, વિષય સભ્યો છે, બુદ્ધિ કે મતિ નર્તકી છે. (રૂપક આગળ લંબાવવું હોય તે ઇન્દ્રિય તાલ વગેરે ધારણ કરનારા છે, અને સાક્ષી દીપ છે એમ દૃષ્ટાન્ત-દાન્તિભાવ સમજવાનું છે. જેમ નૃત્યશાળાની પતે બધી વ્યવસ્થા કરી છે અને આ બધું પિતાનું છે એમ માનીને નૃત્યની સફળતા કે ખામીઓથી માલિક સુખી કે દુઃખી થાય છે તેવું જીવનું છે. વિષયભેગની સમગ્રતા કે ખામીને વિષે અભિમાન રાખતે છવ સુખી કે દુઃખી થાય છે. જેમ સભ્યો પ્રભુની આસપાસના ઘેરાવામાં ગોઠવાયેલા હોય છે તેમ રૂપાદિ વિષય જીવના પરિસરમાં હોય છે, તેથી વિષય સભ્ય તુલ્ય છે. સભ્ય નૃત્યના પ્રયોજક નથી તેથી તેની ઉત્કૃષ્ટતા કે ખામીથી સુખી કે દુઃખી થતા નથી તેવું જ વિષયેનું છે. બુદ્ધિને અલગ અલગ વિકારે કે અવસ્થાન્તરે પામતી નર્તકી સાથે સરખાવી શકાય. ઉદ્દધૃત શ્લેકમાં “વ છે તેને અર્થ એવો કરી શકાય કે જેમ તાલ વગેરે ધારણ કરનારા પુરુષે નર્તકીને અનુકૂળ રહે છે તેમ ઈન્દ્રિ બુદ્ધિને અનકલ રહે છે. જીવાદિને અવભાસિક સાક્ષી દીપતવ્ય છે.
કુટસ્થદીપમાં છવ-બ્રમના અધિષ્ઠાનભૂત ફૂટસ્થતન્યને છવાદિનું અવભાસિક કહ્યું છે અને નાટકદીપમાં ચિદાભાસવિશિષ્ટ અહંકારને જીવ કપીને તેનું અવભાસ, ચૈતન્ય તે સાક્ષી એમ કહ્યું છે. તેથી ત્યાં જે કુટની વાત કરી છે તે જ અહીં સાક્ષી તરીકે જ્ઞાત થાય છે, કારણ કે અન્તઃકરણમાંના પ્રતિબિંબરૂપ જીવનું અધિષ્ઠાન હેવું અને તેને અવભાસિત કરવું વગેરેને સમાન નિર્દેશ છે. તે જ રીતે નાટકદીપમાં પણ નૃત્યશાળામાં રહેલા દીપના દષ્ટાન્તથી સાક્ષીને જીવથી જુદો પાડીને બતાવ્યો છે.
સાક્ષી જેમ જીવ કોટિને નથી (કારણ કે જીવ ઉદાસીન નથી હેતા) તેમ ઈશ્વર કોટિને પણું નથી કારણ કે ઈશ્વર નગતની સૃષ્ટિ, નિયમન વગેરે વ્યાપાર કરે છે તેથી ઉદાસીન નથી અને ઈશ્વર પરાક્ષ હાઈવે અવની પતિ બુદ્ધિ આદિના સાક્ષી તરીકે તે નિત્ય અપક્ષ સાક્ષી નથી. બ્રહ્મકેટિ' શબ્દ મૂળમાં પો છે તેમાં બ્રહ્મ પદ ઈશ્વરના અર્થમાં છે, ઉદાસીન શૈતન્યના અર્થમાં નહીં. સાક્ષી છેવત્વ, ઈશ્વરત્વ; જગરૂપત્ય ધર્મોથી રહિત કેવલ (ઉદાસીન), શિવ (શુદ્ધ), સ્વયં પ્રકાશ પરમાત્મા છે.
इति शैवपुराणे कूटस्थः प्रविवेचितः ।
जीवेशत्वादिहि केवल स्वप्रभः शिवः॥ (पञ्चदशी, कूटस्थदीप, ५९) ચિસુખની તવપ્રદીપિકામાં પણ ઈશ્વરસ્વાદિ ધમરહિત ચિદાત્માનું જ સાક્ષી તરીકે પ્રતિપાદન છે. અન્તઃકરણમાં પડેલા ચિતના પ્રતિબિંબરૂપ સર્વ જીવોને પ્રત્યગાત્મા અર્થાત તેમનું અધિષ્ઠાન હોઈને આન્તર સ્વરૂપભૂત, વિશુદ્ધ, જીવ––ઈશ્વરત્વ-જગદરૂપત્ય રહિત બ્રહ્મ તે તે જીવનું અધિષ્ઠાન હેઈને તે તે જીવ સાથે તાદાત્મય પામેલું છે અને તેથી જીવથી અભિન્ન અને પ્રત્યેક શરીરમાં જુદું લાગે છે અને તે સાક્ષી તરીકે જ્ઞાત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org