________________
૧૬૦
सिद्धान्तलेशसङ्ग्रहः કે અનમેયાદિની બાબતમાં પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ અનુમિતિ આદિ પક્ષજ્ઞાનથી થાય છે એમ અર્થ કર્યો છે કારણ કે અનુમેયાદિની બાબતમાં વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ પરાક્ષ જ્ઞાનથી થતી નથી એમ આગળ કહેવાનું છે. આથી જોઈ શકાય છે કે પ્રમામાત્ર અજ્ઞાનનિવતક છે–વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ કરે કે પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ, પણ અજ્ઞાનની નિવૃત્તિ તે પ્રમાઝાન કરે જ છે.
अन्ये तु-नयनपटलवत् पुरुषाश्रितमेवाज्ञानं विषयावरणम् । न तदतिरेकेण विषयगताज्ञाने प्रमाणमस्ति । न च पुरुषाश्रितस्य विषयगतविक्षेपपरिणामित्वं न संभवति । तत्सम्भवे का दूरस्थवृक्षपरिमाणे परोक्षज्ञानादज्ञाननिवृत्तौ विपरीतपरिमाणविक्षेपो न सम्भवतीति वाच्यम् । वाचस्पतिमते सर्वस्य प्रपञ्चस्य जीवाश्रिताज्ञानविषयीकृतब्रह्म विवर्तत्वेन तद्वच्छुक्तिरजतादेः पुरुषाश्रिताज्ञानविषयीकृतब्रह्मविवर्तत्वोपपतेः। परोक्षवृत्त्या एकावस्थानिवृत्तावपि अवस्थान्तरेण विपरीतपरिमाणविक्षेपोपपत्तेश्चेत्याहुः।
જ્યારે બીજા કહે છે કે નયનમાં રહેલ પટલ(કાચાદિષ)ની જેમ, પુરુષાશ્રિત જ અજ્ઞાન વિષયનું આવરણ કરનાર છે તેનાથી અતિરિક્ત વિષયગત અજ્ઞાનની બાબતમાં (અજ્ઞાન માનવા માટે-) પ્રમાણ નથી. અને એવી શંકા કરવી નહિ કે
પુરુષાશ્રિત (અજ્ઞાન) વિષયગત વિક્ષેપ તરીકે પરિણામી સંભવી શકે નહિ (વિષયગત વિક્ષેપનું ઉપાદાન કારણ બની શકે નહિ). અથવા તેને સંભવ હોય તે દૂર દેશમાંના વૃક્ષના પકિમાણની બાબતમાં પરાક્ષ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થતાં વિપરીત પરિમાણરૂપ વિક્ષેપ સંભવે નહિ”. (આવી શંકા કરવી નહિકારણ કે વાચસ્પતિના મતમાં સર્વ પ્રપંચ જીવાશ્રિત અજ્ઞાનને વિષય બનેલા બ્રહ્મને વિવત હેઈને તેની જેમ શુરિજતાદિ પુરુષાશિત અજ્ઞાનને વિષય બનેલા બ્રહ્મનો વિવત હોય એ ઉપપન્ન છે (સંભવે છે). અને પક્ષવૃત્તિથી એક અવસ્થાની નિવૃત્તિ થાય તે પણ (પુરુષાશ્રિત અજ્ઞાનની) બીજી અવસ્થાથી વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપની ઉપપત્તિ છે.
વિવરણ : અજ્ઞાનને દ્વિવિધ ન માનીએ તે પણ પ્રમામાત્ર અજ્ઞાનની નિવતક છે' એ નિયમનો ભંગ થતો નથી એમ કહેનાર મત રજૂ કર્યો છે. પુરુષગત અજ્ઞાનથી અન્ય એવું વિષયગત અજ્ઞાન માનવામાં આવે તે એ વિષયના આવરણ માટે માનવામાં આવે છે કે શુક્તિરજતાદિ વિક્ષેપની ઉપપત્તિ માટે ? વિષયના આવરણ માટે માનવાની જરૂર નથી, કારણ કે જેનારની આંખમાંના કાચાદિ દેષની જેમ પુરુષગત અજ્ઞાન વિષયનું આવરણ કરી શકે. શક્તિરજતાદિ વિક્ષેપની ઉપપત્તિ માટે પણ વિષયગત અજ્ઞાન માનવું યોગ્ય નથી કારણ કે તેને માટે કોઈ પ્રમાણ નથી અને વિષયગત અજ્ઞાનના અભાવમાં પણ અહીં બતાવ્યા પ્રમાણે વિક્ષેપની ઉત્પત્તિ સંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org