________________
લઠ્ઠાતાશા ननु नायमपि नियमः, परोक्षवृतेरनिर्गमेनाज्ञानानिवर्तकत्वाद इति चेत्,
अत्र केचिदाहुः-द्विविधं विषयावरकमज्ञानम् । एकं विषयाश्रितं रज्ज्वादिविशेपोपादानभूतं कार्यकल्प्यम् । अन्यत् पुरुषाश्रितम् इदमहं न जानामि' इत्यनुभूयमानम् । पुरुषाश्रितस्य विषयसंभिन्न विशेषोपादानवासम्भवेन, विषयाश्रितस्य 'इदमहं न जानामि' इति साक्षिरूपप्रकाशसंसर्गायोगेन द्विविधस्याप्यावश्यकत्वात् । एवं च परोक्षस्थले वृत्तेनिर्गमनाभावाद् दूरस्थवृक्षे आप्तवाक्यात् परिमाणविशेषावगमेऽपि तद्विपरीतपरिमाणविक्षेपदर्शनाच्च विषयगताज्ञानानिवृत्तावपि पुरुषगताज्ञाननिवृत्तिरस्त्येव । ' शास्त्रार्थ न जानामि' इत्यनुभूताज्ञानस्य तदुपदेशानन्तरं निवृत्त्यनुभवात् । अत एव 'अनुमेयादौ सुषुप्तिव्यावृत्तिः' इति विवरणस्य तद्विषयाज्ञाननिवृत्तिरर्थ इत्युक्तं तत्त्वदीपने इति ।
કોઈ શંકા કરે કે આ પણ નિયમ નથી કે પ્રત્યેક પ્રમા અજ્ઞાનનિવતક છે, કારણ કે પક્ષવૃત્તિને નિગમ થતું ન હોવાથી તે અજ્ઞાનનિવતક નથી.
આ બાબતમાં કેટલાક કહે છે કે વિષયાવરક અજ્ઞાન બે પ્રકારનું હોય છે. એક વિષયાશ્રિત, રજજુ આદિન વિશેપ (સર્પાદિરૂપ વિવર્ત)નું ઉપાદાનકારણભૂત અને કાર્ય દ્વારા કલ્પી શકાય તેવું; બીજું પુરુષાશ્રિત “હું આ જાણતો નથી” એમ અનુભવાતું. પુરુષાશ્રિત (અજ્ઞાન) વિષયની સાથે સંભિન (તાદાભ્ય પામેલા) વિક્ષેપનું ઉપાદાન હોય એ સંભવતું નથી તેથી, અને વિષયાશ્રિત (અજ્ઞાન)ને “હું આ જાણતો નથી” એ સાક્ષિરૂપ પ્રકાશ સાથે સંસર્ગ સંભવતો નથી તેથી બને પ્રકારના અજ્ઞાનની આવશ્યકતા છે. અને આમ પરોક્ષ સ્થળમાં વૃત્તિનું નિર્ગમન નીકળીને બહાર જવું) ન હોવાથી, અને દૂર દેશમાંના વૃક્ષને વિષે આપ્ત (શિષ્ટ, વિશ્વાસપાત્રના વાક્યથી પરિમાણવિશેષનું જ્ઞાન થતું હોવા છતાં તેનાથી વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપનું દર્શન થતું હોવાથી વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ ન થવા છતાં, પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ થાય છે જ; કારણ કે “હું શાસ્ત્રનો અર્થ જાણ નથી” એમ અનુભૂત અજ્ઞાનની તે (શાસ્ત્ર)ના ઉપદેશ પછી થતી નિવૃત્તિને અનુભવ થાય છે. એથી જ (અર્થાત્ પરોક્ષ જ્ઞાન અજ્ઞાનનિવતક હોવાથી જો “મના સુપુતિ ચાવૃત્તિઃ' એ વિવરણને અથ તદ્વિષયક (અનુમેયાદિ વિષયક) અજ્ઞાનની નિવૃત્તિ” છે એમ તવદીપનમાં કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org