________________
૧૫૬
सिद्धान्तलेशसङ्ग्रह કોઈ દોષ નથી; દરેક વૃત્તિતાન કોઈ ને કોઈ વિશેષણવિશિષ્ટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે છે.
શકા : ધારાવાહી જ્ઞાનની બાબતમાં જ્ઞાનના અજ્ઞાનનિવકત્વ વિષે વ્યભિચાર ન થાય તે માટે જ્ઞાનેને વિશિષ્ટવિષયક માનવામાં આવે છે. તે ત્યાં જ્ઞાને ઘટિકા, અર્ધઘટિકા આદિરૂપ સ્થૂલ કાલથી વિશિષ્ટ ઘટાદિવિષયક છે એમ વિવક્ષિત છે કે ક્ષણાત્મક સૂક્ષ્મ કાલથી વિશિષ્ટ ઘટાદિવિષયક છે એમ વિવક્ષિત છે? એ વિકલ્પોને ધ્યાનમાં રાખીને શંકા કરી છે કે બન્ને દષ્ટિએ ધારાવાહી જ્ઞાન સ્થળે દ્વિતીયાદિ વૃત્તિઓમાં વ્યભિચાર (અજ્ઞાનાનિવકવ) તેમ જ રહે છે. દ્વિતીયાદિ જ્ઞાન અને તેમનાથી નિવૃત્ત થનારાં અજ્ઞાને ઉસર્ગથી (સામાન્ય નિયમથી) વિશિષ્ટ વિષયક હેય તે સ્થૂલકાલવિશિષ્ટવિષયક પ્રથમ જ્ઞાનથી જ સ્થૂલકાલવિશિષ્ટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. ધારાવાહી શાન સ્થળમાં શાને ક્ષણ ટકનારાં હેય છે તેથી પૂર્વાપરજ્ઞાનકાલથી વ્યાવૃત્ત જે ક્ષણાત્મક સૂક્ષ્મ કાલે છે તેમનાથી વિશિષ્ટ વિષયનું આવરણ કરનાર જે અજ્ઞાન છે તેનું સમકાલવિશિષ્ટવિષયક નહીં એવાં જ્ઞાનથી નિવૃત્તિ થઈ શકે નહિ કારણ કે અજ્ઞાન એ જ્ઞાનનું સમાવિષયકત્વ હોય તો જ અજ્ઞાનની શાનથી નિવૃત્તિ થાય.
ઉત્તર : આ શંકાને ઉત્તર અલગ અલગ રીતે આપે છે. જ્યાં કોઈ એક વસ્તુ (દા. ત. દેવની મૂર્તિ)ને વિષે લાંબા સમય સુધી અવિચ્છિન્ન સ્કુરણ થાય છે ત્યાં એક જ વૃત્તિ હોય છે કારણ કે વૃત્તિભેદ (અલગ અલગ વૃત્તિ) માનવા માટે પ્રમાણુ નથી, સિદ્ધાન્તમાં વૃત્તિને ક્ષણિક (એક ક્ષણ માટે ટકનારી માનવામાં નથી આવતી. કોઈ શંકા કરી શકે કે ત્યાં એક જ વૃત્તિ હોય તો ધારાવાહી તરીકે તેની પ્રસિદ્ધિ છે તેનો વિરોધ થાય. અને એવું હોય તે ધ્યાન અને સમાધિને પણ ઉપર કહ્યા પ્રમાણે એકવૃત્તિરૂપ માનવાં પડે અને તેમ હેય તે ધ્યાન અને સમાધિનું પ્રત્યય-સતાન (જ્ઞાનપ્રવાહ) રૂ૫ તરીકે પ્રતિપાદન કરનાર ભાષ્ય વગેરેને વિરોધ આવી પડે. આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે આ નિરંતર જ્ઞાનને અનેકવૃત્તિરૂપ માનીએ તે પણ મુશ્કેલી નહીં રહે. ધારામાં લાંબા કાળ સુધી ટકતી પાંચ-છ વૃત્તિઓ હેય તે પણ દિતીયાદિ વૃત્તિ અજ્ઞાનની નિવતક નહીં બને એ દોષ નહીં રહે કારણ કે એક બીજાથી વ્યાવૃત્ત સ્થૂળ કાલાદિ જુદાં જુદાં વિશેષણથી વિશિષ્ટ વિષયક જ્ઞાને તે જ વિષયવાળાં અજ્ઞાનને દૂર કરી શકશે. ધારાવાહિક વૃત્તિઓને ન્યાયમતમાં માને છે તેમ ક્ષણિક (એક ક્ષણ માટે ટકનારી) માનીને પણ આ વ્યભિચાર (દ્વિતીયાદિ ઝાને અજ્ઞાનનિવતક નથી એ—)ને પરિહાર થઈ શકે છે. પહેલી વૃત્તિ જ અનધિગતાર્થવિષયક (અજ્ઞાત વસ્તુનું જ્ઞાપન કરનારી હેઈ) અમારૂપ છે જ્યારે દ્વિતીયાદિ વૃત્તિ જ્ઞાત વસ્તુનું જ્ઞાન હેઈ
સ્મૃતિની જેમ પ્રમાં નથી. તેથી એ આવરણનું નિવતન ન કરે તો પણ જ્ઞાન અજ્ઞાનનિવતક છે એ નિયમ ભંગ થતો નથી. પ્રમાં હોવા માટે જ્ઞાનને વિષય અબાધિત રહે એ પૂરતું નથી; જ્ઞાનને વિષય અબાધિત અને પૂર્વમાં અનધિગત હોય તો જ એ અમારૂપ જ્ઞાન હોઈ શકે. અગ્નિ અને પર્વત બને અનુમિતિજ્ઞાનના વિષય છે પણ પહેલાં અજ્ઞાત એવા અગ્નિની બાબતમાં જ એ પ્રમા છે, પહેલાં જ્ઞાત એવા પર્વતની બાબતમાં નહિ. જે જ્ઞાત વસ્તુનું જ્ઞાન પણ પ્રમા હોય ને પર્વતના અનુમિતિરૂપ જ્ઞાનને પણ પ્રકારૂપ માનવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org