________________
પ્રથમ પરિચ્છેદ (ઉત્તર) આવી શંકા કરવી નહિ, કારણ કે ધારાવાહિક સ્થળમાં પ્રથમ ઉત્પન્ન થયેલી જ વૃત્તિ તેટલે કાળ ટકી શકે છે તેથી વૃત્તિભેદ (જુદી જુદી વૃત્તિઓ ) માનવામાં નથી આવતું. તે (વૃત્તિભેદ) માનવામાં આવે તે પણ ધારાવાહિક જ્ઞાનને બહ કાલ સુધી ટકી શકે તેવી પાંચ-છ વૃત્તિરૂપ હોવાનો સંભવ હોવાથી પરસ્પર વ્યાવૃત્ત (એકબીજાથી ભિન્ન) સ્થૂલ કાલ વગેરે વિશેષણભેદ (જુદાં જુદાં વિશેષણ) તેમના વિષય હોઈ શકે છે. અને ધારાને પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થતી અનેક વૃત્તિ ઓના સન્તાન (પ્રવાહ) રૂપ માનીએ તો પણ બીજી (ત્રીજી) વગેરે વૃત્તિઓ જ્ઞાત વસ્તુને જ વિષય કરનારી હેવાથી (જ્ઞાત વસ્તુ જે તેમને વિષય હોવાથી) તેમનામાં પ્રામાણ્યને અભાવ છે તેથી તે આવરણ દૂર કરનાર ન હોય તે પણ હાનિ નથી (પ્રમાણ અજ્ઞાનને દૂર કરે છે એ નિયમનો ભંગ થતો નથી) માટે ઉપયુક્ત શંકા બરોબર નથી.
વિષયને બાધ ન થાય એ (જ જ્ઞાનનું) પ્રામાણ્ય એવું નથી, કારણ કે (એવું હોય તો અનુમિતિજ્ઞાનની) પહેલાં જ્ઞાત એ પર્વત અને જ્ઞાત નહીં એ તેના પર અગ્નિ જે અનુમિતિના વિષય છે તેમને સમાન રીતે અબાધ હેવાથી અને સ્થળે (૫વત અને વહ્નિ બન્નેને વિષે) અનુમિતિના પ્રામાણ્યનો પ્રસંગ થશે (બનેની બાબતમાં અનુમિતિનું પ્રામાણ્ય માનવું પડશે). અને આ ઈષ્ટાપતિ નથી કારણ કે “અગ્નિને વિષે અનુમિતિ પ્રમાણ છે એની જેમ પર્વતની બાબતમાં પણ અનુમિતિ પ્રમાણ છે” એમ વ્યવહાર જોવામાં આવતું નથી (આવું કઈ બોલતું નથી).
અને વિવરણમાં સાક્ષિસિદ્ધ અજ્ઞાન તેની) અભાવવ્યાવૃત્તિનું જ્ઞાન કરાવવાને માટે થતાં અનુમાન આદિનો વિષય હોવા છતાં પણ તેને પ્રમાણુથી અદ્ય કહ્યું છે તેથી સિદ્ધ થાય છે કે અનધિગતાથ વિષયક જ્ઞાન હોય તે જ પ્રમાણ છે, જ્ઞાતવિષયક નહીં).
તેથી બીજી (ત્રીજી) વગેરે વૃત્તિઓનું પ્રામાણ્ય ન હોવાથી ઉપાસના વૃત્તિઓની જેમ એ અજ્ઞાનની નિવતંક ન હોય તે પણ હાનિ નથી, કારણ કે પ્રમાણુ રૂપ વૃત્તિઓને જ તેની (અજ્ઞાનની) નિવક માનવામાં આવી છે.
વિવરણ: ધારાવાહી જ્ઞાનસ્થળે દ્વિતીય વગેરે વૃત્તિઓ આવરણને અભિભવ નહીં કરે એવી શંકાને ત્રીજી રીતે ઉત્તર આપે છે–પહેલા જ્ઞાનથી સ્વરૂપનું આવરણ કરનાર અજ્ઞાન દૂર થાય જ્યારે બીજું ત્રીજુ વગેરે જ્ઞાન (ધારાવાહી જ્ઞાનની અન્તગત જ્ઞાનરૂપ વૃત્તિઓ) દેશ, કાલ વગેરે અન્ય વિશેષણથી વિશિષ્ટ તે વસ્તુવિષયક હોય છે, અને તે વિશેષણથી વિશિષ્ટ વસ્તુ અંગેના અજ્ઞાનને તે દૂર કરે છે તેથી કોઈ મુશ્કેલી નથી. સામાન્ય રીતે આવું હોય છે. કયારેક એવું બને છે કે કઈ ભુલકણું માણસની બાબતમાં દ્વિતીયાદિ જ્ઞાનથી દૂર થતું અજ્ઞાન પણ સ્વરૂપાવરક અજ્ઞાન જ હોય છે. એક વાર જોયેલી વસ્તુને (દા.ત. ચૈત્ર) વિષે થતું બીજુ ત્રીજુ વગેરે જ્ઞાન વિશિષ્ટ-વિષયક (દા.ત. ચૈત્ર અત્યારે અહીં છે, અત્યારે વાત કરે છે, વગેરે) હોય છે એમ માનવામાં આવે છે તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org