________________
પ્રથમ પરિચ્છેદ
ઉત્પન્ન થાય છે એમ પણ નહીં કહી શકાય કારણ કે એકની અવિદ્યાને નાશ થતાં સર્વ પ્રપંચને નાશ માનવો પડશે અને એ સંજોગોમાં મુક્તોથી ઇતર જે જીવો છે તેમને પ્રપંચની ઉપલબ્ધિ ન થવી જોઈએ. | સર્વ જીવોની અવિદ્યાઓથી પ્રપંચ ઉત્પન્ન કરવામાં આવે છે એ પક્ષનું ઉપપાદન કરતાં એક સંપ્રદાયવાળા કહે છે કે પ્રપંચ સર્વ જીવોની સર્વ અવિદ્યાઓનું સર્વસાધારણ કાય છે, પટ સવ તત્ત્વનું કાર્ય છે તેમ. ન્યાયવૈશેષિક મતમાં સર્વ તત્વ મળીને નવા જ પટને ઉત્પન્ન કરે છે. એક તખ્તને નાશ થતાં એ સર્વ સાધારણ પટ નાશ પામે છે અને સાથે સાથે બાકી રહેલા તત્ત્વ એ મળીને નવા જ વિદ્યમાન હતુઓના સર્વ સાધારણ કાયરૂપ પટને ઉત્પન્ન કરે છે, તેવું જ પ્રપંચની બાબતમાં છે. તે વખતે વિદ્યમાન અવિઘાઓનું તે સર્વસાધારણ કાર્ય છે અને સર્વબદ્ધ છે માટે સર્વસાધારણ પ્રપંચ છે; કોઈ પણ અવિદ્યાને વિદ્યાથી નાશ થતાં પ્રપંચ નાશ પામે છે અને સાથે સાથે બાકી રહેલા અજ્ઞાની જીવને માટે સર્વસાધારણ પ્રપંચ તેમની અવિદ્યાઓથી ઉત્પન્ન કરવામાં આવે છે. પ્રપંચ સર્વ જીવોની અવિદ્યાઓનો પરિણમે છે અથવા સર્વ જીવોની અવિદ્યાઓના વિષયીભૂત બ્રહ્મને વિવત છે એ અર્થ છે. આ એક મત છે.
જીવે જીવે અવિદ્યા ભિન્ન છે એ મત (ભામતી ૧.૪૭ પ્રમાણે) વાચસ્પતિને છે.
तत्तदज्ञानकृतप्रातिभासिकरजतवत् , न्यायमते तत्तदपेक्षाबुद्धिजन्यद्वित्ववच्च तत्तदविद्याकृतो वियदादिप्रपञ्चः प्रतिपुरुषं भिन्नः । शुक्तिरजते त्वया यद् दृष्टं रजतं तदेव मयाऽपीतिवद् ऐक्यभ्रममात्रमित्यन्ये ।
જેના તેના અજ્ઞાનથી કરવામાં આવેલા પ્રાતિભાસિક રજતની જેમ, અને ન્યાયમતમાં જેની તેની અપેક્ષાબુદ્ધિથી જન્ય દ્વિત્વની જેમ, જેની તેની અવિદ્યાથી કરવામાં આવેલ આકાશાદિ પ્રપ ચ પુરુષે પુરુષે ભિન છે. “તે જે રજત જોયું તે જ મેં પણ જોયું” એમ શક્તિજિતની બાબતમાં થાય છે તેમ (એ જ પ્રપંચની પ્રતીતિ એ) એષ વિષયક ભ્રમ માત્ર છે એમ બીજા કહે છે.
વિવરણ: પંચ સર્વની અવિદ્યાઓનું કાર્ય હેઈને પણ અવિદ્યાઓના ભેદને કારણે પ્રપંચ પણ પુરુષે પુરુષે ભિન્ન જ છે એ મત દૃષ્ટાન્ત આપીને અહીં રજૂ કર્યો છે. અનેક માણસને એક વખતે શુક્તિ (છી૫)માં રજતને ભ્રમ થાય ત્યારે પ્રત્યેક માણસના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં અલગ અલગ રજત છે એમ કહેવું મુશ્કેલ છે કારણ કે સર્વ માણસના અજ્ઞાનથી એક રજતની ઉત્પત્તિને પણ સંભવ છે–એવી શંકા થાય તો તેને ઉત્તર છે કે દૈવયેગે એકાદ માણસને “આ રજત નથી” એવું બાધક પ્રત્યક્ષ જ્ઞાન થાય તે એ બાધક પ્રત્યક્ષથી રજતને તેના ઉપાદાન સાથે નાશ થાય તે પણ બીજાઓને રજતભ્રમ ચાલુ રહે છે. તેથી તે તે પુરુષે બ્રાનિતથી જોયેલાં રજત જુદા જ હોવાં જોઈએ એમ દષ્ટાન્તની સિદ્ધિ છે. અપેક્ષાબુદ્ધિથી જન્ય ધિત્વની વાત કરતાં ન્યાયમતને ખાસ ઉલ્લેખ કર્યો છે કારણ કે એ મતાનુસાર દિવ દરેકની અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે અને પછી તરત નાશ પામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org