________________
પ્રથમ પરિચ્છેદ
૧૪૩ સંગૃક્ત અવસ્થાવાળા વિષયાવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરનાર ન હોવું એ જે તેને સ્વભાવ છે તે જ અભિવ. અને એવી શંકા ન કરવી કે વિષયના અવગુંઠન તેને ઢાંકી દેનાર પડદા) રૂપ કપડાની જેમ વિષયતન્યને આશ્રય બનાવીને રહેલ અજ્ઞાન તેનું આવરણ કરનાર ન હોય એ કેવી રીતે યુક્ત બને (–અર્થાત તેનું આવરણ કરે જ). (આ શક યુ નથી, કારણ કે હું આજ્ઞ છું” એ પ્રતીતિ થાય છે તેથી “કામ” (હુ) અનુભવમાં પ્રકાશતી મૈતન્યને આશ્રયે રહેતું હોવા છતાં અજ્ઞાન તેને આવૃત નથી કરતું એમ જ્ઞાત થાય છે.
વિવરણ : ઉપર જે આવરણના અભિભાવની સમજૂતી આપી તેમાં દોષ બતાવીને તેને બીજી રીતે કેટલાક સમજાવે છે. અજ્ઞાનને સ્વભાવ જ છે કે વિષયાકાર વૃત્તિની સાથે સંસર્ગમાં હોય એવી અવસ્થામાં જે વિષયાવચ્છિન્ન તન્ય હોય તેને એ આવૃત નથી કરતું. આ વાત જરા વિચિત્ર લાગે. કપડું ઘડા ઉપર ઢાંકેલું હોય તે તે તેને આવૃત કરે જ, તેમ વિષયાવચ્છિન્ન બ્રહ્મચૈતન્યને વ્યાપાને રહેલું અજ્ઞાન પણ ચૈતન્યને આવૃત કરે જ, તેથી જ તે તેનું આવરણ નથી કરતું એમ માનવું બરાબર નથી. આને ઉત્તર આપતાં કહ્યું છે કે અજ્ઞાનનું કપડાથી વિલક્ષણ્ય અનુભવથી સિદ્ધ છે. “હું અજ્ઞ છું' એવી પ્રતીતિ થાય છે. તેમાં “હું'ના અનુભવમાં ચૈતન્ય પ્રકાશે છે એટલે તે ચૈતન્યને આશ્રયે રહેલ અજ્ઞાન તેનું આવરણ નથી કરતું એ સિદ્ધ થાય છે. છવચૈતન્યને આશ્રયે રહેતું હોવા છતાં પણ અજ્ઞાન તેને આવૃત કરતું નથી, કારણ કે આવૃત કરે તો સર્વવ્યવહારના લેપને પ્રસંગ થાય એમ દહરાધિકરણના ભાષ્યમાં (બ.સ્ શાંકરભાષ્ય ૧.૩.૧૪) શંકરાચાર્ય સિદ્ધ કર્યું છે અને અ૫દીક્ષિત સાક્ષિતન્ય અનાવૃત રહે છે તે વિષે આગળ ઉપર કહેવાના છે.
अपरे तु–'घटं न जानामि' इति घटज्ञानविरोधित्वेन, घटज्ञाने सति घटाज्ञानं निवृत्तमिति तन्निवर्त्यत्वेन चानुभ्यमानं न मूलाज्ञानम् । शुद्धचैतन्यविषयस्य तज्ज्ञाननिवर्त्यस्य च तस्य तथास्वायोगात् । किन्तु घटावच्छिन्नचैतन्यविषयं मूलाज्ञानस्यावस्थाभेदरूपमज्ञानान्तरमिति तन्नाश एवाभिभवः। न चैवमेकेन ज्ञानेन तन्नाशे तत्समानविषयाणां ज्ञानान्तराणामावरणाभिभावकत्वानापत्तिः । यावन्ति ज्ञानानि तावन्ति अज्ञानानीत्यभ्युपगमादित्याहुः ।
જ્યારે બીજા કહે છે કે “હું ઘટને જાણ નથી' એમ ઘટજ્ઞાનના વિરોધી તરીકે, અને “ઘટજ્ઞાન થતાં ઘટનું અજ્ઞાન નિવૃત્ત થયું” એમ તેના (ઘટજ્ઞાનના) નિવત્ય તરીકે અનુભવાતું અજ્ઞાન મૂલ અજ્ઞાન નથી કારણ કે શુદ્ધચતન્યવિષયક અને તેના (શુદ્ધ ચેતન્યના) જ્ઞાનથી નિવૃત્ત કરી શકાતું તે (અજ્ઞાન) તેવું તે અર્થાત ઘટાવચ્છિનૌતન્ય વિષયક અને ઘટજ્ઞાનથી નિવૃત્ત કરી શકાય એવું ) હેઈ શકે નહિ, પણ એ ઘટાવચ્છિન્મ ચૈતન્યવિષયક એવું મૂલ અજ્ઞાનના અવસ્થા વિશેષરૂપ બીજું અજ્ઞાન છે તેથી તેને નાશ એ જ (આવરણ) અભિભવ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org