________________
૧૫૦
सिद्धान्तलेशसङ्ग्रहः એમ કહેવામાં આવે છે તેથી ઘટાદિ વિષયની ઉત્પત્તિની પહેલાં પણ ઘટાદિથી અવનિ ચૈતન્યનું અવસ્થારૂપ અજ્ઞાને આવરણ કરે છે એમ પ્રતીત થાય છે. પણ એ ઉપપન્ન નથી કારણ કે ત્યારે અચ્છેદક વિષય ન હોવાથી તેનાથી અવછિન્ન રૌતન્ય જે આ અવસ્થા-અજ્ઞાનનું આવરીય બની શકે તે નથી હોતું. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે કાર્યમાત્ર ઉત્પત્તિની પહેલાં તેમ નાશની પછી અનભિવ્યક્ત કે સુકમ રૂપે રહે છે એમ શ્રુતિ-સ્મૃતિ-અને ન્યાયથી સિદ્ધ કરવામાં આવ્યું છે. સવ અજ્ઞાન સર્વદા આવરણ કરે છે એ ઉત્સગ (સામાન્ય નિયમ)માં અપવાદ થતો હોય તે તેને હેતુ જ્ઞાન સ્થિતિ છે-જ્યાં સુધી એક જ્ઞાન રહે ત્યાં સુધી જે તેનાથી નષ્ટ થાય છે તે સિવાયનાં અન્ય અજ્ઞાનની આવરણુશક્તિ કામ કરતી અટકી જાય છે.
नन्वेवं सति धारावाहिकस्थले द्वितीयादिवृत्तीनामावरणानभिभावकत्वे वैफल्यं स्यात्, प्रथमज्ञानेनैव निवर्तनतिरस्काराभ्यामावरणमात्रस्याभिभवादिति ।
ત્રાદુ-રિતિરસ્કૃતમ યજ્ઞાનં તદુપર પુનરાવૃળોતિ પ્રીतिरस्कृतं तम इव प्रदीपोपरमे । वृत्युपरमसमये वृत्त्यन्तरोदये तु तिरस्कृतमज्ञानं तथैवावतिष्ठते प्रदीपोपरमसमये प्रदीपान्तरोदये तम इव । तथा च 'यस्मिन् सति अग्रिमक्षणे यस्य सत्त्वं यद्वयतिरेके चासत्त्वं तत् तज्जन्यम्' इति प्रागभावपरिपालनसाधारणलक्षणानुरोधेनानावरणस्य द्वितीयादिवृत्तिकार्यत्वस्यापि लाभान्न तद्वैफल्यमिति ।
શંકા થાય કે આમ હોય તે (–એક જ્ઞાનથી એક અજ્ઞાનનો નાશ અને અન્ય અને સ્થા–અજ્ઞાનનો તિરસ્કાર થતો હોય તે) ધારાવાહિક (જ્ઞાન) થાય છે ત્યાં બીજી વગેરે વૃત્તિઓ આવરણની અભિભાવક ન હોવાથી નિરર્થક બની જાય, કારણ કે પ્રથમ જ્ઞાનથી જ વિવર્તન અને તિરસ્કાર વડે આવરણમાત્રને અભિભવ થઈ ચૂક્યો છે.
આ બાબતમાં તેઓ કહે છે કે જેમ પ્રદીપથી તિરસ્કૃત થયેલ અંધકાર પ્રદીપ નાશ પામતાં ફરી (ઘટાદિ વિષયનું આવરણ કરે છે તેમ વૃત્તિથી અજ્ઞાન તિરક્ત (આવરણશક્તિ પ્રતિબદ્ધ થઈ હોય તેવું) થયું હોવા છતાં તેને ઉપરમ થતાં ફરીથી (વિષયનું) આવરણ કરે છે. પણ જેમ એક પ્રદીપની નાશના સમયે બીજા પ્રદી પા ઉદય થાય તે તિરસ્કૃત થયેલ અંધકાર તે જ (તિરસ્કૃત જ) રહે છે તેમ (ધારાવાહિક જ્ઞાનમાં) વૃત્તિના ઉપરના સમયે બીજી વનનો ઉદય થાય તો તિરસ્કત થયેલ અજ્ઞાન તેવું જ (તિરસ્કત જ) રહે છે. અને આમ જે હોય તે ઉત્તર ક્ષણમાં જેનું અસ્તિત્વ હોય, અને જેને અભાવ હતાં જેનું અસ્તિત્વ ન હોય એ તેનાથી ઉત્પન્ન થાય છે” એ પ્રાગભાવના પરિપાલનને લાગુ પડતા સાધારણ લક્ષણ પ્રમાણે અનાવરણ (આવરણને તિરસ્કાર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org