________________
પ્રથમ પરિચ્છેદ
૧૫ દ્વિતીયાદિવૃત્તિના કાર્ય તરીકે પ્રાપ્ત થાય છે તેથી તેમની (દ્વિતીયદિ વૃત્તિની) નિરર્થકતા નથી.
વિવરણ: શંકા થાય કે એક જ્ઞાનથી જ એક અજ્ઞાનને નાશ અને બીજા અજ્ઞાનેને તિરસ્કાર થઈ જતા હોય તો ધારાવાહિક જ્ઞાનમાં પહેલી ઘટાદિ-આકારક વૃત્તિથી આ પ્રયોજન સિદ્ધ થઈ જતું હેઈ બીજી-ત્રીજી વગેરે વૃત્તિઓનું કઈ પ્રયોજન નહીં રહે, એ નિરર્થક બની જશે. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે ધારારહિત જ્ઞાન થાય છે ત્યાં “આ ઘટ છે' એ પ્રત્યક્ષ જ્ઞાન એક અજ્ઞાનનું નાશ કરતાં બીજા સર્વ અજ્ઞાનને તિરસ્કાર (આવરણ–શક્તિપ્રતિબિંધ) કરે છે. અને એ સર્વ તિરસ્કૃત થયેલાં અજ્ઞાન ઘટજ્ઞાનને ઉપરમ થાય તે સમયે ફરી તે વિષયનું આવરણ કરે છે. જે જાણવાની ઈચ્છા વગેરેને કારણે પહેલાં ઉત્પન્ન થયેલ ઘટજ્ઞાનના નાશની ક્ષણે બીજુ ઘટપ્રત્યક્ષ ઉત્પન્ન થાય તો એ તિરસ્કૃત થયેલ અજ્ઞાન તેવું જ રહે છે. જેનું અસ્તિત્વ હતાં જે હેય, અને જે અભાવ હતાં જે ન હોય એ તેનાની જન્ય છે એમ સાયનું લક્ષણ સ્વીકારવામાં આવે છે, અને આ લક્ષણ સાદિ અને અનાદિ બંનેને સાધારણ છે. દા. ત., દંડા િરહેતાં ઉત્તર ક્ષણમાં ઘટાદિ કાર્યનું અસ્તિત્વ હોય છે, અને દંડાદિ ન હોય તો ધટાદિ કાર્યનું અસ્તિત્વ નથી હેતુ તેથી ઘટાદિ દંડાદિથી જન્ય છે (સાદિ સાયનું દષ્ટાન્ત). તે જ રીતે પ્રાયશ્ચિત્ત હોય તે ઉત્તર ક્ષણમાં દુઃખબાગભાવ હોય છે, અને પ્રાયશ્ચિત્ત ન હોય તો દુઃખને ઉદય થતાં દુ:ખપ્રાગભાવ રહેતો નથી. આ રીતે અનાદિ હોવા છતાં દુ:ખના પ્રાગભાવનું પ્રાયશ્ચિત્તથી પરિપાલન થાય છે. તેથી દુઃખપ્રાગભાવને પ્રાયશ્ચિત્તસાધ્ય માનવામાં આવે છે (અનાદિ સાગનું દષ્ટાન્ત). અહીં પણ દ્રિતીય વૃત્તિને ઉદય થાય તો પ્રથમ વૃત્તિ (જ્ઞાન)થી સિદ્ધ આવરણતિરસ્કાર ઉત્તર ક્ષણમાં રહે છે; પ્રથમ જ્ઞાનના નાશની ક્ષણમાં દ્વિતીય વૃત્તિને ઉલ્ય ન થાય તો ઉક્ત આવરણ-તિરસ્કારનું અસ્તિત્વ નથી હોતું, તેથી આવરણ-તિરસ્કાર પ્રથમજ્ઞાનના સમયે જ સિદ્ધ થયેલ હોવા છતાં તે ઉપર બતાવ્યું તેમ (બીજી વૃત્તિથી તેનું પરિપાલન થતું હેવાથી) તે દ્વિતીય વૃત્તિથી જન્ય છે અને તેનું ફળ છે. આ જ વાત ત્રીજી, એથી વગેરે વૃત્તિઓને પણ લાગુ પડે છે અને અનાવરણ અથવા આવરણ-તિરસ્કાર તેમનું સાધ્ય કે ફલ હોવાથી એ નિરર્થક નથી.
न्यायचन्द्रिकाकृतस्त्वाहुः केनचिज्ज्ञानेन कस्यचिदज्ञानस्य नाश एव । न त्वावरकाणामप्यज्ञानान्तराणां तिरस्कारः। तथा च धारावाहिकद्वितीयादिवृत्तीनामप्येकैकाज्ञाननाशकत्वेन साफल्यम् ।
न चैवं ज्ञानोदयेऽप्यावरणसंभवाद्विषयानवभासप्रसङ्गः । अवस्थारूपाण्यज्ञानानि हि तत्तत्कालोपलक्षितस्वरूपावरकाणि, ज्ञानानि च यावत्स्वकालोपलक्षितविषयावरकोज्ञाननाशकानि । तथा च किञ्चिज्ज्ञानोदये तत्कालीनविषयावरकाज्ञानस्य नाशात् विद्यमानानामज्ञानान्तराणामन्यकालीनविषयावरकत्वाच्च न तत्कालीनविषयावभासे काचिदनुपपत्तिः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org