________________
પ્રથમ પરિચ્છેદ
૧૪૯
તેવું નથી), આને ઉત્તર એ છે કે અવસ્થા-અજ્ઞાનેા મૂલ-અજ્ઞાનને અધીન છે તેથી જેમ અજ્ઞાનની નિવૃત્તિ થતાં ચૈતન્ય અને અજ્ઞાનને સંબધ નાશ પામે છે કારણ એ સબંધ સબંધી અજ્ઞાનને અધીન છે તેમ મૂલ અજ્ઞાનના નાશ થતાં આ અવસ્થા-અન્નાના પણુ નાશ પામશે. આને માટે તે અવસ્થા અજ્ઞાનને મૂલ–અજ્ઞાનના અવસ્થા-વિશેષ અને તેથી તેને અધીન માન્યાં છે. અજ્ઞાન-નિવૃત્તિથી સસારની નિવૃત્તિની સિદ્ધિને માટે સંસારને અજ્ઞાનમૂલક હાઈ ને તેને પરતત્ર માનવામાં આવે છે તેમ અહીં' અવસ્થા-અજ્ઞાાને મૂલ જ્ઞાન–પરતંત્ર માન્યાં છે. ‘અવસ્થાભેદરૂપ' (અવસ્થાવિશેષરૂપ) એ વિશેષણનું પ્રયાજન અહીં બતાવ્યુ છે એમ સમજવું.
अपरे तु —– अज्ञानस्य सविषयत्वस्वभावत्वात् उत्सर्गतः सर्व सर्वदाssवृणोत्येव । न च विषयोत्पत्तेः प्रागावरणीयाभावेनावरकत्वं न युज्यत इति वाच्यम् । तदापि सूक्ष्मरूपेण तत्सत्त्वादिति मन्यमानाः कल्पयन्ति — यथा बहुजनसमाकुले प्रदेशे कस्यचित् शिरसि पतन्नशनिरितरानप्यपसारयति, यथा वा सन्निपातहरमौषधमेकं दोषं निवर्तयद्दोषान्तरमपि दूरीकरोति, एवमेकमज्ञानं नाशयत् ज्ञानमज्ञानान्तराण्यपि तिरस्करोति । तिरस्कारश्च यावद् ज्ञानस्थितिः तावदावरणशक्तिप्रतिबन्ध इति ॥
સ્વભાવ
જ્યારે બીજાએ એમ મને છે કે વિષય હાવુ એ અજ્ઞાનને હાવાથી સામાન્ય નિયમ તરીકે સવ (અજ્ઞાન) સદા આવરણુ કરે જ છે. શંકા થાય કે વિષયની ઉત્પત્તિની પહેલાં આવરણીય (–આવૃત થવા ચાગ્ય )ના અભાવ હાવાથી તેના આવરકત્વની ઉપપત્તિ નહીં થાય. પણ આમ કહેવુ' નહિ કારણ કે ત્યારે પણ સૂક્ષ્મરૂપે તેનુ' (ઘટાદિ કાર્યાં જે આવરણીય છે તેનું) અસ્તિત્વ હોય ( છે. આમ માનનારા કલ્પના કરે છે કે જેમ ઘણા લેાકેાથી ભરચક પ્રદેશમાં કાઇના માથા પર પડતી વીજળી ખીજાઓને પણ નસાડી મૂકે છે, અથવા સ’નિપાત દૂર કરનાર આષધ એક દોષની નિવૃત્તિ કરતું બીજા દોષને પણ દૂર કરે છે, એમ એક અજ્ઞાનના નાશ કરતુ. જ્ઞાન ખીજાં અજ્ઞાનાને પણ તિરસ્કાર કરે છે. અને તિરસ્કાર એટલે જ્યાં સુધી જ્ઞાન રહે ત્યાં સુધી આવરણુશક્તિના પ્રતિમધ.
વિવરણ : અહીં જુદી રીતે સમાધાન કર્યુ છે. અજ્ઞાનના એ સ્વભાવ જ છે કે એને વિષય હાય, અર્થાત્ એ વિષયનું આવરણ કરે. કોઈને શંકા થાય કે સવ" અજ્ઞાન પેાતે હૈાય ત્યાં સુધી સ`દા વિષયનું આવરણ કરે એવા નિયમ નથી કારણ કે એક જ્ઞાન થાય ત્યારે એક અજ્ઞાનના નાશ થાય છે અને તે વખતે અન્ય અનાના હાય તે પણ તેમના તિરસ્કાર થાય છે અર્થાત્ તેમની આવરણુશક્તિને પ્રતિબ ંધ થાય છે; એ એક જ્ઞાનને કારણે આ અન્ય અજ્ઞાના વિષયનું આવરણ કરતાં અટકી જાય છે એમ કહેવામાં આવશે. તેથી એક જ્ઞાન થાય ત્યારે અજ્ઞાના આવરણુ કરતાં નથી. આ શકાની અપેક્ષાએ કહ્યું છે કે ‘સામાન્ય નિયમ તરીકે...' ફરી શંકા થાય કે સ` અજ્ઞાન સર્જંદા આવરણ કરે જ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org