________________
પ્રથમ પરિચ્છેદ
૧૪૧ अपरे त्वाहुः-बिम्बभूतविषयाधिष्ठानचैतन्यमेव साक्षादाध्यासिकसम्बन्धलाभात् विषयप्रकाशकमिति तस्यैव बिम्बत्वविशिष्टरूपेण भेदसद्भावेऽपि तदुपलक्षितचैतन्यात्मना एकीभावोऽभेदाभिव्यक्तिः । न चैवं सति जीवब्रह्मसोकर्यम्, न वा ब्रह्मणः सर्वज्ञत्वविरोधः, बिम्बात्मना तस्य यथापूर्वमवस्थानादिति ॥१२॥
જ્યારે બીજાઓ કહે છે વિષયાધિષ્ઠાનરૂપ બિંબભૂત શૈતન્ય જ સાક્ષાત આધ્યાસિક સંબંધ પ્રાપ્ત થવાથી વિષયનું પ્રકાશક છે માટે તેને બિંબથી વિશિષ્ટ રૂપે (પ્રતિબિંબિતથી વિશિષ્ટ શૈતન્યસ્વરૂપ જીવથી) ભેદ હોવા છતાં પણ તેને જ તેનાથી (બિંબત્વથી) ઉપલક્ષિત તન્યસ્વરૂપે (પ્રતિબિંબત્વથી ઉપલક્ષિત ચૈતન્યસ્વરૂપ જીવ સાથે) એકીભાવ તે અભેદાભિવ્યક્તિ. અને આમ હોય તે જીવ અને બ્રહ્મનું સાંકર્યું નથી, કે નથી બ્રહ્મના સર્વજ્ઞત્વનો વિરોધ, કારણ કે બિંબ રૂપે તે પહેલાંની જેમ રહે છે. (૧૨)
વિવરણ બિંબ અને પ્રતિબિંબને અભેદ હોવા છતાં કલ્પિત ભેદ છે તેથી બિંબસંબંધ એ પ્રતિબિંબસંબંધ નથી. આમ આગળના મત પ્રત્યે “સાક્ષાત’ પદથી અરુચિ બતાવીને બીજાઓ જુદી રીતે “અભેદાભિવ્યક્તિ” સમજાવે છે. બિંબભૂત એવું વિષયાધિષ્ઠાન ચૈતન્ય જ સાક્ષાત્ વિષયપ્રકાશક છે. બિંબ– અને પ્રતિબિંબcથી વિશિષ્ટ જુદાં હશે પણ બિંબથી ઉપલક્ષિત અને પ્રતિબિંબથી ઉપલક્ષિત ચૈતન્ય સ્વરૂપે તે તેમને એકીભાવ છે તે જ અભેદાભિવ્યક્તિ અને આમ બનતાં કોઈ દોષ રહેતું નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે એ વિચારવા જેવું છે કે ઉપલક્ષિત ચૈતન્યસ્વરૂપે એકીભાવ એ વાસ્તવ અભેદ નથી, કારણ કે વાસ્તવ અભેદને વૃત્તિની અપેક્ષા ન હોય. તેમ એ વ્યાવહારિક અભેદ નથી કારણ કે બિંબ અને પ્રતિબિંબને ભેદ વ્યાવહારિક હોઈને તેમને તેની સમાન સત્તાવાળે અભેદ સંભવે નહિ. એ પ્રતિભાસિક અભેદ પણ નથી, કારણ કે બે ઉપાધિઓ એકદેશમાં રહેવા માત્રથી બિંબ ચૈતન્ય અને પ્રતિબિંબ ચેતન્યને પ્રતિભાસિક અભેદ સંભવે છે તેથી તેને માટે ચૈતન્ય માત્રનું ઉપલક્ષણ વ્યર્થ બની જાય છે. (બિંબત્વથી ઉપલક્ષિત અને પ્રતિબિંબત્વથી ઉપલક્ષિત હોય તે જ તેમને એકીભાવ થાય એ જરૂરી નથી–જે એ પ્રતિભારિક અભેદ હોય તો.) (૧૨)
(૩) રથ તુતીય શો નામાવરnifમમવા? ચણાનના શ્વેત, घटज्ञानेनैवाज्ञानमूलः प्रपञ्चो निवर्तेतेति चेत् अत्र केचिदाहुःचैतन्यमात्रावरकस्याज्ञानस्य विषयावच्छिन्नप्रदेशे खद्योतादिप्रकाशेन महान्धकारस्येव ज्ञानेनैकदेशेन नाशो वा, कटवत् संवेष्टनं वा, भीतभटवदपसरणं वाऽमिभव इति ।
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org