________________
પ્રથમ પરિચ્છેદ
૧૪૫ અને સુષુપ્તિનો) ઉદ્દભવ થતો હોવાથી તે સાદિ છે. તેની જેમ બીજુ પણ (ઘટાદિથી અવછિન ચૈતન્યનું આવરણું કરનાર) અવસ્થારૂપ અજ્ઞાન સાદિ છે.
વિવરણ: અનેક અજ્ઞાને માન્યાં તે અનાદિ છે કે આદિવાળાં ? કેટલાક વિચાર તેમને અનાદિ માને છે. તેમની દલીલ છે કે “અવસ્થારૂપ અજ્ઞાને અનાદિ છે, તેઓમાં અજ્ઞાનત્વ ધમ હોવાથી, મૂલ અઝાનની જેમ'. દેવતાધિકરણ (બાસુ ૧.૩.૨૬) વગેરેમાં મૂલ અજ્ઞાનને શ્રુતિ અને ન્યાયની મદદથી અનાદિ સિદ્ધ કરવામાં આવ્યું છે તેથી દષ્ટાતાસિદ્ધને દેપ નથી. અનાદિ હોવાને માટે અજ્ઞાન હોવું એ જ પૂરતું છે, મૂલ અજ્ઞાન હોવું અનિવાર્ય નથી. (–અજ્ઞાનવમાત્ર અનાદિત્વની બાબતમાં પ્રયોજક છે).
બીજો પક્ષ માને છે કે અવસ્થારૂપ અજ્ઞાને સાદિ છે, કારણ કે અવસ્થારૂપ અજ્ઞાનત્વ ધમ તેઓમાં છે, નિદ્રા અને સુષુપ્તિની જેમ. દષ્ટાંત તરીકે રજૂ કરાતી નિદ્રા અને સુષુપ્તિ અવસ્થારૂપ અજ્ઞાન છે અને સાદિ છે એમ પહેલાં બતાવ્યું છે. જાગ્રસ્કાલીન જગત્ અને જીવ જેવાં હોય છે તેવાં જ સ્વનકાળમાં ઉપલબ્ધ થતાં નથી તેથી તેમનું આવરણ માનવું જ પડશે. નિદ્રા તેમનું આવરણ કરીને સ્વપ્નકાલીન જગત્ અને જીવની સૃષ્ટિ કરે છે. આ બતાવે છે કે અજ્ઞાનનું જે લક્ષણ છે-આવરણ અને વિક્ષેપ શક્તિવાળા હોવું- તે સ્વપ્નના કારણુરૂપ નિદ્રામાં છે તેથી એ અજ્ઞાન છે એમ સિદ્ધ થાય છે. અને આગળ કહેવામાં આવશે તેમ નિદ્રા સાદિ હાઈને સાક્ષાત્ મૂલ અજ્ઞાનત્વ તેમાં સંભવતું નથી તેથી તે મૂલ અજ્ઞાનની વિશેષ અવસ્થા છે. તે જ રીતે સુષુપ્તિકાળમાં મૂલ અજ્ઞાનની જેમ અનુભવાતી સુષુપ્તિ-અવસ્થા પણ અજ્ઞાનની વિશેષ અવસ્થા છે. સુષુપ્તિકાળમાં પણ અજ્ઞાનને અનુભવ થાય છે. સુષુપ્તિમાંથી જાગ્યા પછી એવું સ્મરણ થાય છે કે નિરાંતે ઊઘ આવી હતી, કશું જાણ્યું નહતું. આ સ્મરણનો સંભવ તે જ થાય છે ત્યારે સુષુપ્તિ અને મૂલ અજ્ઞાનને અનુભવ સાક્ષિરૂપે કલ્પવામાં આવે. સુષુતિના સ્વરૂપને સિદ્ધ કરવા માટે પરામર્શથી કપવામાં આવતા સુષુપ્તિના અનુભવની રજૂઆત કરી છે. સુષુપ્તિકાળમાં મૂલ અજ્ઞાનતા ન હોય તો સુપુતિ તેની વિશેષ અવસ્થા ન હોઈ શકે. તેથી તેના અનુભવની રજુઆત કરી છે તે ત્યારે મૂલ અજ્ઞાનની સત્તા સિદ્ધ કરવા માટે. તેથી સુષુપ્તિને મૂલ અજ્ઞાનની વિશેષ અવસ્થા માનવી જોઈએ. સુષુપ્તિકાળમાં મૂલ અશાનથી અતિરિક્ત અન્તઃકરણ વગેરેને લય થઈ ગયો હોવાથી તે તેમની અવસ્થા હોઈ શકે નહિ. આમ દષ્ટાંતભૂત નિદ્રા અને સષપ્તિ અવસ્થા-અનાન છે. અને તે સાદિ પણ છે. કારણ કે જામત્કાલીન ભોગ આપનાર કમ અટકી જતાં નિદ્રા અને સુષુપ્તિનો ઉદ્દભવ થાય છે. તે જ ર તે ધટાદિવિવાથી અવચ્છિન્ન ચેતન્યનું આવરણ કરનાર અજ્ઞાન પણ અવસ્થારૂપ અને સાદિ છે.
नवनादित्वपक्षे घटे प्रथममुत्पन्नेनैव ज्ञानेन सर्वतदज्ञाननाशो भवेत् , विनिगमनाविरहात् तदवच्छिन्नचैतन्यावरकसर्वाज्ञानानाशे विषयप्रकाशायोगाच । अतः पाश्चात्यज्ञानानामावरणानभिभावकत्वं तदवस्थमेवेति चेत्, સિ–૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org