________________
પ્રથમ પારછેદ
૧૨૯ જેમ તૃણ વગેરે કેવળ અગ્નિથી બળી શક્તાં નથી તે પણ લોખંડના ટુકડા પર આરૂઢ અગ્નિથી તે બળી શકે છે તેમ ઘટાદિ કેવળ જવએતન્યથી પ્રકાશિત ન થઈ શકતાં હોવા છતાં અન્તકરણની વૃત્તિ ઉપર ઉપારૂઢ તેનાથી (જીવચૈતન્યથી) એ પ્રકાશિત થઈ શકે એ યુક્ત છે.
વિવરણ : ઈશ્વરને સવ' વસ્તુ પ્રકાશિત કરવા માટે વૃત્તિની જરૂર ન પડતી હોય તે જીવ પણ સ્વરૂપચૈતન્યથી જ તેમ કેમ ન કરી શકે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. અને છતાં તેમ માનવું ઇષ્ટ તે નથી જ કારણ કે તેમ હોય તે અવિદ્યા પ્રતિબિંબચતન્યરૂપ જીવ વ્યાપક હોવાથી પિતાની સાથે સંસર્ગમાં આવેલા સકલ જગતને અવભાસક હોવો જોઈએ અને તેથી સર્વજ્ઞ હોવો જોઈએ. વળી, સ્વરૂપમૈતન્યને કારકની અપેક્ષા ન હોવાથી ચક્ષુરાદિ ઈન્દ્રિય ખૂથ બની જાય.
આ શંકાનું સમાધાન કરતાં વિવરણકાર કહે છે કે જેમ જગત્ બ્રહ્મ સાથે સંસષ્ટ છે તેમ જીવ સાથે સંસ્કૃષ્ટ નથી કારણ કે બ્રહ્મ ઉપાદાન કારણ હેઈને જગત સાથે તાદામ્ય પામેલું છે જ્યારે જીવનું તેવું નથી. તેથી જીવની બાબતમાં સર્વજ્ઞત્વને પ્રસંગ નથી. અહીં શંકા થાય કે જીવન ઘટાદિ સાથે સંબંધ નથી તેમ અન્તઃકરણદિ સાથે પણ સંબંધ નથી, કારણ કે જેમ એ ધટાદિનું ઉપાદાન નથી તેમ અતઃકર સાદિનું પણ ઉપાદાન નથી. આમ જે હોય તો અત:કરણાદિ વૃત્તિ વિના જીવઐતન્યરૂપ સાક્ષીથી ભાસિત થઈ શકે નહિ. આ શંકાનું સમાધાન કરવા માટે ગર્વ સામાન્યનું દૃષ્ટાન્ત આપ્યું છે. ચક્ષુરાદિ વ્યર્થ બની જાય એવી શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે અન્તઃકરણ વૃત્તિરૂપે પરિણામ પામીને નયનાદિ દ્વારા બહાર વિષય સુધી જાય છે અને વિષયને વ્યાપે છે અને એ અન્તઃકરણને વૃત્તિરૂપ પરિણામ ઉપર આરૂઢ થઈને જીવતન્ય એ વિષયને પકાશિત કરી શકે છે. વિષયના દેશમાં હોવા છતાં છવચૈતન્ય પોતાની મેળે વિષયને અવભાસિત કરી શકતું નથી પણ વૃત્તિ ઉપર આરૂઢ થયેલું એ જ છવચૈતન્ય તેમ કરી શકે છે એ સમજાવવા માટે તુણાદિનું દૃષ્ટાંત આપ્યું છે જે કેવળ અગ્નિથી નહિ પણ અગોલક પર આરૂઢ અગ્નિથી બળી શકે છે. તે
यद्वाऽन्तःकरणोपाधिकत्वेन जीवः परिच्छिन्नः। अतः संसर्गाभावान्न घटादिकमवभासयति । वृत्तिद्वारा तत्संसृष्टविषयावच्छिन्नब्रह्मचैतन्याभेदाभिव्यक्तौ तु तं विषयं प्रकाशयति ।
અથવા જીવ અન્ત:કરણરૂપ ઉપાધિવાળે છે (અન્તઃકરણે પાધિક ચેતન્ય છે) તેથી પરિછિન છે. માટે સંસને અભાવ હોવાથી તે ઘટાદિને અવભાસિત કરતું નથી. પણ વૃત્તિ દ્વારા તેની(–વૃત્તિવાળા અન્તઃકરણની) સાથે સંતૃષ્ટ વિષયથી અવચિછનન બ્રહ્મચૈતન્યથી (અન્ત:કરણવચ્છિન્ન છવચૈતન્યના) અભેદની અભિવ્યક્તિ થતાં તે વિષયને (જીવએતન્ય) પ્રકાશિત કરે છે.
સિ-૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org