________________
પ્રથમ પરિચ્છેદ
૧૧૩
વિવરણ બીજા કેટલાક માને છે કે વેદાન્તશાસ્ત્ર-પ્રતિપાદ્ય શુદ્ધ ચૈતન્યરૂપ બ્રહ્મ અજ્ઞાનને આશ્રય ન હાઇ શકે. 'વેદાન્તવૈદ્ય વસ્તુનું મને જ્ઞાન નથી’ એમ અજ્ઞાનના વિષય તરીકે જ તેને અનુભવ થાય છે; અને ‘ન જ્ઞાનમિ' એમ અજ્ઞાનના આશ્રય તરીકે જીવને જ અનુભવ થાય છે. તેથી બ્રહ્મ અજ્ઞાનને વિષય છે અને જીવ તેને આશ્રય છે એમ માનવું ખરાબર છે. અજ્ઞાન પાતાના કાય એવા અન્તઃકરણથી વિશિષ્ટ ચૈતન્યરૂપ જવને આશ્રયે રહે એ અનુપપન્ન છે એવી શંકા કરવી નહિ. કારણ કે અન્તઃકરણમાં જે પ્રતિબિંબ ભૂત ચૈતન્ય છે તેને જ જીવ તરીકે સ્વીકારવામાં આવે છે, અન્તઃકરણથી વિશિષ્ટ ચૈતન્યને જીવ માનવામાં નથી આવતું. અન્તઃકરણ સાતિ (આદિવાળું છે), તેથી તેમાં રહેલુ પ્રતિબિંબ પણ સાદિ હાય અને તેા પછી એ અનાદિ અજ્ઞાનને આશ્રય કેવી રીતે હાઈ શકે એવી શંકા કરવ નહિ કારણ કે અન્તઃકરણને સુષુપ્તિ આદિમાં લય થાય છે અને જાગ્રત્ આદિમાં જન્મ થાય છે એવી શ્રુતિ છે તેથી તે સાદિ તરીકે જ્ઞાત થાય છે તે પણ સ્થૂલસૂક્ષ્મરૂપે તે અનાદિ છે; સૂક્ષ્મ સ્વરૂપે તે હ ંમેશાં હેાય જ છે, કારણ કે સત્ત્ની અભિવ્યક્તિ શકય છે, અસત્ત્ની નહિ. બ્રહ્મસૂત્રમાં (૨ ૩.૩૧) પુ વાદિનુ ઉદાહરણ આપીને આ સિદ્ધ કર્યુ* છે. બાહ્યકાલમાં પણ પુ સ્વાદિ અનભિવ્યક્ત રૂપે હાય જ છે, યૌવનકાળમાં તે પ્રાદુર્ભાવ પામે છે, તેમ સુષુપ્તિ આદિમાં આ અન્તઃકરણુ અભિવ્યક્ત કે સૂક્ષ્મ અવસ્થામાં હોય જ છે અને સ્થૂલ અવસ્થા પ્રાપ્ત કરે તે તેને જન્મ કહેવાય છે. પ્રત્યેક જીવમાં અજ્ઞાન જ્યાપીને રહે છે. આવું ન હોય અને દિત્વ, બહુત્વ વગેરેની જેમ વ્યાસજ્યવ્રુત્તિથી (એકાધિકવ્યક્તિમાત્રવૃત્તિથી) રહેતું હાય તે વ્યાસજ્યવૃત્તિ એવા ધમના પ્રત્યક્ષને માટે જેટલા આશ્રય હોય તેમનું પ્રત્યક્ષ હવુ આવશ્યક છે અને એક એક જીવને સવ" જીવાનું પ્રત્યક્ષ જ્ઞાન હાતું નથી તેથી કોઇ જીવતે અજ્ઞાનના ‘હું અન છું' એમ પ્રત્યક્ષ અનુભવ ન થાય. માટે આ દીક્ષિત કહે છે કે અજ્ઞાન સવ' જીવેામાં પ્રત્યેકમાં પયવસાયી તરીકે રહે છે, વ્યક્તિમાં જાતિ રહે છે તેમ, વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતી ઉમેરે છે કે વસ્તુતઃ અજ્ઞાન વ્યસજ્યવૃત્તિ હોય તેા પણ તેનુ પ્રત્યક્ષ નિત્ય અને સાક્ષીરૂપ હોઈને જેટલા આશ્રય હોય તેટલાનુ પ્રત્યક્ષ હોવુ જરૂરી ની. ઉક્ત નિયમ તે જન્ય પ્રત્યક્ષને વિષે જ છે એમ માનવું.
જ્યારે વિદ્યા ઉત્પન્ન થાય છે ત્યારે તેનાથી મનની નિવૃત્તિ થતાં તેનાથી નિરૂપિત પ્રતિબિંબભાવની પણ નિવૃત્તિ થાય છે તેથી તેનાથી વિશિષ્ટ ચૈતન્યરૂપ વ્યક્તિના પણુ નાશ થાય છે. શ્રુતિ પણ કહે છે કે ‘અન્ન' અર્થાત્ અવિદ્યા જેના ભાગ જીવે કરી લીધા છે તે ભેાગવાઈ ગયેલી અવિદ્યાને જ્ઞાની જવ છેડી દે છે-“નદ્દાત્યેનાં મુતમોગામનોઽન્ય:’ (વે. ૪.૫) આમ અવિદ્યા ‘ઉત્પન્નવિદ્ય' (જેને તત્ત્વજ્ઞાન થયું છે એવા) વને હાડી દે છે પણ બીજાએ જે અજ્ઞાની છે તેમાં તે રહેવાનું ચાલુ રાખે છે. એક ધટવ્યક્તિ નાશ પામતાં ઘટત્વ જાતિ તેને છેડી દે છે પણ બીજા ઘટામાં રહેવાનું ચાલુ રાખે છે તેમ. (જુએ ત્રનો ઘેજો. જીવમાળોડનુશેતે ( વે ૪.૫ )-એક વિવેકરહિત અજ જીવ તેનું સેવન કરા (કાય કરણુરૂપે પરિણત થયેલી અવિદ્યા પ્રત્યે અહુતા-મમતા રાખતા) તેને અનુસરીને પડયા રહે છે (વે. ૪.૫). અહીં અજ્ઞાન કોઈકને છોડી દે છે જ્યારે બીજાને આશ્રયે રહે છે એમ કહ્યું છે તેમાં પણ અન્નાના સબધ એ બન્ધ અને અસબંધ એ મેક્ષ એમ કહ્યું છે, કારણ કે બીજો અથ સંભવત નથી.
સિ-૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org