________________
પ્રથમ પરિચ્છેદ નિરતિશય આનંદસ્વરૂપના અનુભવથી ચલિત થયેલું તે તેને લીધે સંસારને અનુભવ કરે છે, જન્મમરણાદિ અનુભવે છે. ક્યારેક કોઈ ગુરુ કે શાસ્ત્ર (જે પણ પિતાની અવિદ્યાથી કપિત છે તે) દ્વારા તેને નિજ રૂપનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે છવભાવની પ્રાયોજક અવિદ્યાની નિવૃત્તિ થતાં તે મુક્ત બને છે, સ્વરૂપ-ચૈતન્યથી જ નિત્યસિદ્ધ નિરતિશય આનન્દને અનુભવ કરે છે. સર્વજ્ઞત્વ આદિ ધર્મો સહિત ઈશ્વર પણ છવકહિપત છે. જેમ કઈ સ્વપ્ન જેતે જીવ જ સર્વજ્ઞત્વ આદિ ધર્મો સહિત પર દેવતાની કલ્પના કરે છે અને તેની કલ્પના કરીને રાત-દિવસ તેની ઉપાસના કરે છે અને તેની ઉપાસનાથી અભ્યદયનિઃશ્રેયસ પ્રકારનું ફળ મેળવે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ પિતાની અવિદ્યાથી છવભાવ પામેલું જ બ્રહ્મ સવશવાદિ ધર્મો સહિત ઈશ્વરની કલ્પના કરે છે એવો અભિપ્રાય છે. (૬) (७) अथायं जीव एकः, उतानेकः ? अनुपदोक्तपक्षावलम्बिनः केचिदाहुः
एको जीवः तेन चैकमेव शरीरं सजीवम् । अन्यानि सप्नदृष्टशरीराणीव निर्जीवानि । तदज्ञानकल्पितं सर्व जगत् , तस्य स्वप्नदर्शनवद् यावदविद्यं सर्को व्यवहारः । बद्धमुक्तव्यवस्थाऽपि नास्ति, जीवस्यैकत्वात् । शुरुमुक्त्यादिकमपि स्वाप्नपुरुषानगरमुक्त्यादिकमिव कल्पतम् । अत्र च सम्भावितसकलशङ्कापङ्कप्रक्षालनं स्वप्नदृष्टान्तसलिलधारयैव कर्तव्यमिति ।
(૭) હવે પ્રશ્ન થાય કે જીવ એક છે કે અનેક. આ પગલે (હમણાં જ) કહેલા પક્ષને અનુસરનારા કેટલાક કહે છે :
એક જીવ છે અને તેનાથી એક જ શરીર સજીવ છે. બીજાં (શરીર) સ્વપ્નમાં જોવામાં આવતાં શરીરોની જેમ નિર્જીવ છે. સર્વ જગત્ તે (જીવ)ના અજ્ઞાનથી કલ્પિત છે; સ્વપ્નદશનની જેમ તેને સર્વ વ્યવહાર અવિદ્યા રહે ત્યાં સુધી ચાલે છે. બદ્ધ અને મુક્તની વ્યવસ્થા પણ નથી, કારણ કે જીવ એક છે. શુકની મુક્તિ આદિ પણ સ્વનિમાંના અન્ય પુરુષની મુક્તિ આદિની જેમ કલ્પિત છે. અને અહીં (આ એકજીવવાદમાં) સંભાવિત સવ શંકારૂપ કાદવને સ્વપ્નદષ્ટાન્તરૂપ જલની ધારાથી જ ધોઈ નાખ.”
વિવરણ : જીવ-ઈશ્વરના નિરૂપણ પ્રસંગે બીજે વિચાર આરંભે છે–જીવ એક છે કે અનેક? “બ્રહ્મ જ પિતાની અવિદ્યાથી સંસારમાં ફસાય છે અને પિતાની વિદ્યાથી મુક્ત થાય છે' (ત્રવ સ્વાદિયા વંતિ, શ્વવિયા મુકે) એ પક્ષને માનનારા કેટલાક માને છે કે એક જ છત્ર છે અને તેનાથી એક જ શરીર સજીવ છે. તો પછી બીજાં શરીરમાં પણ હિત-પ્રાતિ અને અહિત–પરિહાર માટેની પ્રવૃત્તિઓ દેખાય છે તે કેવી રીતે સમજાવી શકાય? એ શંકાના ઉત્તરમાં કહે છે કે જેમ સ્વપ્ન જોનારથી જોવામાં આવતાં શરીર પણ અલગ અલગ પ્રવૃત્તિ કરતાં જોવામાં આવે છે તેમ છતાં તે સજીવ નથી તેવું જ જાગ્રત અવસ્થામાં પણ સમજવું. નિદ્રા સ્વાન-જગતની કલ્પના કરનાર છે એમ અન્વય-વ્યતિરેકથી સિ-૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org