________________
सिद्धान्तलेशसङ्ग्रहः સિદ્ધ થાય છે તેમ જીવના અજ્ઞાનથી જગતની કલ્પના કરવામાં આવે છે એમ શાસ્ત્રથી સિદ્ધ છે. હવે પ્રશ્ન થાય કે જે સર્વ વ્યવહાર સ્વપ્ન-વ્યવહારની જેમ કલ્પિત હોય તે તેની જેમ જ અચાનક જ લેપ પામી જાય અને વિદ્યાનું કોઈ પ્રયોજન રહે નહિ. તેને ઉત્તર આપતાં આ પક્ષના અનુયાયી કહે છે કે જેમ નિદ્રાનો ક્ષય થાય ત્યાં સુધી સ્વપ્ન-વ્યવહાર ચાલુ રહે છે તેમ વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યાં સુધી સર્વ વ્યવહાર ચાલુ રહે છે એ યુક્તિયુક્ત છે તેથી વિદ્યાનું પ્રયોજન નહીં રહે એમ માનવું બરાબર નથી–અવિદ્યાની નિવૃત્તિ માટે તેની જરૂર છે જ. વળી શંકા થાય કે જે એક જ જીવ હોય તે શુક વગેરેની મુક્તિ આદિ અંગે વચન છે—કેટલાક મુક્ત થાય છે અને બીજા બદ્ધ રહે છે વગેરે એ બધું સમજી ન શકાય. તેના ઉત્તરમાં કહે છે કે આ ઇષ્ટપત્તિ છે. જેમ સ્વપ્નમાંથી ઊઠેલે માણસ કોઈ બીજો માણસ સ્ટી ગમે એવી સ્વનજાતિથી સિદ્ધ વાત બીજાને કહે છે તેમ શાસ્ત્ર છવભ્રાન્તિથી સિદ્ધ શુકાદિની મુક્તિની વાત તેને જ કહે છે કારણ કે શ્રવણાદિમાં પ્રવૃત્ત થયાં તે ઉપયોગી બને તેમ છે. તે પણ શંકા સંભવે છે કે જે જીવ એક જ હોય તે બીજે કે વિદ્યાને ઉપદેશ આપનાર ન હોય અને એ સંજોગોમાં વિદ્યાને ઉદય ને થાય; વળી, જીવ-ઈશ્વરને વિભાગ ન હોવાથી જીવન ઈશ્વરપાસના વગેરે વ્યવહાર પણ ન સંભવે. તેને ઉત્તર આપતાં કહે છે કે જેમ સ્વMદશામાં સ્વપ્ન જોનાર કેઈ ગુરુ કે ઈશ્વરની કલ્પના કરીને તેમની સેવા-ઉપાસના કરે છે અને તેમની પાસેથી વિદ્યા વગેરે મેળવે છે તેવું આમાં પણ બનશે.
अन्ये त्वस्मिन्नेकशरीरैकजीववादे मनःप्रत्ययमलभमानाः 'अधिकं तु એનિશાવ' (ત્રણ. ૨.૨.૨૨), “જીવવા છીછાવરચન' (.. ૨.૨૨) इत्यादिसौर्जीवाधिक ईश्वर एव जगतः स्रष्टा न जीवः, तस्याप्तकामत्वेन प्रयोजनाभावेऽपि केवलं लीलयैव जगतः सृष्टिरित्यादि प्रतिपादयद्भिविरोधं च मन्यमाना हिरण्यगर्भ एको ब्रह्मप्रतिबिम्बो मुख्यो जीवः । अन्ये तु तत्प्रतिबिम्बभूताश्चित्रपटलिखितमनुष्यदेहातिपटाभासकल्पाः जीवाभासाः संसारादिभाज इति सविशेषानेकशरीरैकजीववादमातिष्ठन्ते ॥
- જ્યારે બીજાઓને આ એક શરીરમાં એક જીવ માનતા વાદની મનથી ખાતરી થતી નથી. અને તેઓ માને છે કે “ (ઈશ્વર) તે અધિક છે કારણ કે ભેદને નિશ છે” (બ.સૂ. ૨.૧.૨૨), “લોકની જેમ એ (જગન્સજનાદિ) તે કેવળ લીલા છે? (બ્રાસ ૨.૧.૩૩) વગેરે સૂત્રો જે “જીવથી અધિક ઈશ્વર જ જગતને અષ્ટા છે, જીવ નહિ; તે (ઈશ્વર) આપ્તકામ છે તેથી તેને કઈ પ્રજન ન હોવા છતાં કેવળ લીલાથી જગતની સૃષ્ટિ થાય છે” ઈત્યાદિ પ્રતિપાદન કરે છે તેમની સાથે (આ વાદનો વિરોધ છે. તેઓ માને છે કે હિરણ્યગર્ભ બહાના પ્રતિબિંબરૂપ એક મુખ્ય જીવ છે, જ્યારે બીજા તેના પ્રતિબિંબભૂત, ચિત્રપટ પર દોરેલા મનુષ્યદેહ પર ચઢાવેલા પટાભાસના જેવા જીવાભાસે સંસારાદિ ભેગવે છે– આમ સવિશેષ અનેક શરીરે જે એકવવાદમાં છે તેનો અંગીકાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org