________________
૧૦૮
सिद्धान्तलेशसङ्ग्रहः જેમાં અધિષ્ઠિત છે તે એકજવવાદ)ને પસંદ કરે છે. અને આમ માનતાં શરીરના અવયવોને ભેદ હેવા છતાં સુખ દિનું અનુસંધાન થાય છે તેમ શરીરને ભેદ હોવાં છતાં પરસ્પર સુખાદિના અનુસંધાનને પ્રસંગ આવશે એમ નથી; કારણ કે જન્માતરનાં (અન્ય જમેનાં) સુખાદિનું અનુસંધાન દેખાતું નથી તેથી શરીરનો ભેદ તેના અનનસંધાનમાં પ્રાજક નક્કી કરવામાં આવે છે. રોગીની બાબત તે કાયવૂહનાં સુખાદિનું અનુસંધાન વ્યવહિત અર્થના ગ્રહણની જેમ રોગપ્રભાવને કારણે છે તેથી તે તેનું ઉદાહરણ નથી. (આ કારણે આ પક્ષના ચિંતકે સવિશેષાનેકશરીરેકજીવવાદ કરતાં અવિશેષાનેકશરીરેકજીવવાદને વધારે પસંદ કરે છે). - વિવરણ: બીજા કેટલાકની દલીલ છે કે અવિદ્યામાં બ્રહ્મના પ્રતિબિંબરૂપ છવ તે એક જ હોઈ શકે કારણ કે અવિદ્યા એક છે. એ જ સવ શરીરમાં પિતાના ભેગાદિ માટે અધિષ્ઠાન કરે છે. આમ જ માનવું યુક્તિયુક્ત છે. અવિદ્યામાં બ્રહ્મપ્રતિબિંબભૂત જીવ હિરણ્યગર્ભને શરીરમાં અધિષ્ઠાન કરે છે જયારે અન્ય શરીરમાં તેના પ્રતિબિંબભૂત જીવાભાસે અધિષ્ઠાન કરે છે એમ માનવું બરાબર નથી કારણ કે ઇતર છો તેના પ્રતિબિંબ છે એમ માનવા માટે પ્રમાણ નથી. તેથી એક જ જીવ સમાન રીતે અર્થાત મુખ્ય-અમુખ્યના વિભાગ વિના સવ શરીરમાં અધિષ્ઠાન કરે છે. જીવોને ભેદ હોય તે કાઈક મુખ્ય જીવ અને કઈક અમુખ્ય જીવાભાસ એ વિભાગ સંભવે, પણ એ તો નથી કારણ કે જીવ એક માનવામાં આવે છે. : શંકા થાય કે સર્વ શરીરમાં એક જ છવ આમ અધિષ્ઠાન કરતો હોય તે સર્વ શરીરના અધિષ્ઠાતા એ છવને “મારા દેવદત્ત–શરીરમાં સુખ છે, યજ્ઞદત્ત નામના શરીરમાં દુખ છે' એમ સર્વ સુખાદિનું અનુસંધાન સવત્ર થવું જોઈએ; જેમ દેવદત્તના શિર, હાથ, પગ વગેરેમાં અધિષ્ઠાન કરતા એક જીવની બાબતમાં માથામાં વેદના છે, પગમાં સુખ છે વગેરેનું અનુસંધાન જોવામાં આવે છે તેમ અનેક શરીરમાં રહેલા જીવન પ્રત્યેક શરીરમાંનાં સર્વ સુખાદિનું અનુસંધાન થવું જોઈએ; દરેક શરીરમાં રહેતાં અન્ય શરીરમાંનાં સખાદિન અનુસંધાન તેને થવું જોઈએ. આના ઉત્તરમાં કહ્યું છે કે આ પ્રસંગ નહીં આવે, કારણ કે શરીરભેદને અનુસંધાનનું પ્રયોજક માનવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે જીવ પ્રત્યેક જન્મમાં એક હોવા છતાં તેને ગત શરીરમાંનાં સુખાદિનું અનુસંધાન થતું નથી તેથી શરીરભેદને સુખાદિના અનુસંધાન માટે જવાબદાર માનવામાં આવે છે. અલબત્ત યોગીઓને કાયધૂહનાં અનેક શરીરમાંનાં સુખાદિનું અનુસંધાન થાય છે; પણ તેનું કારણ એ છે કે યોગી આપણા જેવાથી વિલક્ષણ છે. યોગી સુદરના પદાર્થનું ગ્રહણ કરી શકે છે જ્યારે આપણે કરી શકતાં નથી કારણ કે એ શકય બનાવતા અદષ્ટવિશેષને આપણુમાં અભાવ છે. આમ શરીરભેદને કારણે અનુસંધાન થતું નથી એમ માનવામાં કઈ વાંધો નથી, કારણ કે અદષ્ટવિશેષથી યુક્ત શરીરભેદ હોય ત્યાં જ અનુસંધાન શકય બને છે. યોગીની બાબતમાં સવ શરીરમાંનાં સુખાદિનું અનુસંધાન યોગપ્રભાવને લીધે છે. અર્થાત યોગજ અદષ્ટના સામર્થ્યને લઈને છે. તેથી એક જ જવ સર્વ શરીરમાં એક સરખી રીતે અધિષ્ઠાતા તરીકે રહે છે એમ જ માનવું જોઈએ એમ આ બીજા કેટલાક કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org