________________
પ્રથમ પરિચ્છેદ अमामावो वा, एकदेशेन परिणाम निरवयवत्वश्रुतिविरोधो वा प्रसज्यते રુતિ પૂર્વક “વામન દ્વિવં વિચિત્રા fણ (. H. ૨૨, ૪, ૨૮) इति सूत्रोण विवर्तवादाभिप्रायेण स्वप्नदृशि जीवात्मनि स्वरूपानुपमर्दनेनानेकाकारस्थाप्नप्रपञ्चसृष्टिवत् ब्रह्मणि वियदादिसृष्टिरुपपद्यते इति सिद्धान्तितवादित्यन्ये ।
એમાંથી પ્રાણ, મન, સર્વ ઈનિદ્ર, આકાશ, વાયુ, તેજ, પાણી અને સર્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન થાય છે” (મુંડક ૨.૧.૩) ઈત્યાદિ શ્રુતિ છે તેથી બ્રહ્મ જ સમગ્ર વ્યાવહારિક પ્રપંચનું ઉપાદાન છે, જ્યારે જીવ પ્રતિભાસિક અને સ્વપ્નપ્રપંચનું ઉપાદાન છે. એનું કારણ એ કે “પૂરેપૂરા (બ્રહ્મના પરિણામ)ની પ્રસક્તિ થાય અથવા નિરવયવત્વ શ્રુતિને બાધ થાય” (બ્ર. સૂ. ૨.૧. અધિ. ૭, સૂ. ૨૬) એ અધિકરણમાં બ્રહ્મ જગતનું ઉપાદાન હોય તે તેનું સમગ્રપણે જગદાકારે પરિણામ થાય અને વિકારથી અતિરિક્ત બ્રહ્મનો અભાવ માનવ પડે, અથવા જે બ્રહ્મને એકદેશથી પરિણામ થાય છે એમ માનીએ તે બ્રહ્મ નિરવયવ છે એમ કૃતિ છે તેને વિરોધ આવી પડે–એમ પૂર્વપક્ષ પ્રાપ્ત થતાં કારણ કે જેમ (સ્વપ્ન જોનાર) છવામામાં તેમ (બ્રહ્મમાં) એ રીતે વિચિત્ર ષ્ટિ છે” (બ્ર. સૂ. ૨.૧.૨૮) એ સૂત્રથી વિવર્તવાદના અભિપ્રાયથી એવો સિદ્ધાન્ત રજૂ કર્યો છે કે જેમ સ્વપ્ન જોનાર જીવાત્માની બાબતમાં સ્વરૂપનો ઉપમ ક્ય વિના (સ્વરૂપમાં કઈ વિકાર કર્યા વિના) અનેકાકાર સ્વપ્નસંબંધી પ્રપંચની સૃષ્ટિ સ ભવે છે તેમ બ્રહ્મની બાબતમાં આકાશાદિની સૃષ્ટિ સંભવે છે તેનાથી બ્રહ્મમાં વિકારયુક્ત કે અવયવયુક્ત બનવાને દોષ ઊભો નહીં થાય)–એમ બીજા કહે છે.
વિવરણઃ હવે બીજે મત રજૂ કરે છે જે પ્રમાણે ઈશ્વર અતઃકરણાદિનું પણ ઉપાદાન હોય તો ય એ કાર્યમાત્રનું ઉપાદાન નથી. સ્વપ્નપ્રપચ અને પ્રતિભાસિક પ્રપચનું ઉપાદાન તો જીવ જ છે. અપથ્યદીક્ષિત પ્રતિભાસિક અને સ્વપ્નપ્રપંચને જુદા ગણતા જણાય છે (રજજુ-સપ વગેરે પ્રતિભાસિક છે)–જે કે સામાન્ય રીતે રજજુ-સપદિ અને સ્વપ્ન પ્રપંચ બનેને સમાવેશ કાતિભાસિકમાં થાય છે. (વિયદાદિ અને અતઃકરણાદિ જેની સત્તા વ્યવહારમાં સૌ સ્વીકારે છે તેને વ્યાવહારિક કહે છે અને તેનું ઉપાદાન ઈશ્વર છે). [વ્યાખ્યાકાર આમાંથી રસ્તે કાઢવા માટે “તુ' શબ્દ અવધારણના અર્થમાં છે એમ ઘટાવે છે–અને જીવ જ પ્રતિભાસિક સ્વાખ પ્રપંચનું ઉપાદાન છે']. આ મત ધરાવનારા બ્ર. સૂ.માંથી સમર્થન
સિ-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org