________________
सिद्धान्तलेशसङ्ग्रहः સંભવે નહિ એ સૂત્રને અર્થ છે. એક અન્તઃકરણ ઉપર કહ્યું તેમ વ્યાપક બને છે એમ માનતાં ભાષાદિને વિરોધ થાય છે.
વ્યાખ્યાકાર કૃષ્ણનન્દતીર્થ વિવેચન કરતાં કહે છે કે ભાખ્યાદિનું એવું તાત્પર્ય બતાવી, શકાય કે યોગીનું પિતાનું જ અન્તઃકરણ યોગ પ્રભાવથી વિપુલ બનીને પિતાથી અવછિન્ન મૈતન્યસ્વરૂ૫ વાગીને માટે કાયયૂહનાં અધિષ્ઠાન, ભાગ વગેરે શકય બનાવે છે. આમ માનવાથી આગતુક અનેક અતઃકરણની સુષ્ટિની કલ્પનામાં અસરકાર્યવાદના સ્વીકારને દોષ અને કહ૫નાગૌરવને દોષ છે તે દેષ રહેતો નથી. વળી હિરણ્યગર્ભ વગેરેની બાબતમાં ગપ્રભાવથી જ અંડવ્યાપી સમષ્ટિ અન્તઃકરણને સ્વીકાર કરવામાં આવ્યો છે. હિરણ્યગર્ભ આદિને પૂર્વજન્મમાં યજમાનની અવસ્થામાં વ્યાપક અતઃકરણ હતું એમ માનવા માટે કોઈ પ્રમાણુ નથી, કારણ કે એમ માનીએ તે આપણું અન્તઃકરણને પણું વ્યાપક માનવું પડે. તેથી યોગપ્રભાવથી અન્તઃકરણ વ્યાપક બને છે એમ જ માની શકાય. ભાષાદિમાં અન્તઃકરણની સૃષ્ટિનું વર્ણન છે તેની તે માન્તર તરીકે ઉપપત્તિ છે. યોગશાસ્ત્રોમાં જ આ પ્રક્રિયા છે એમ શાંકરભાષ્યમાંના gવ શબ્દથી જ સમજાય છે (gઉવ ૧ યોગs યોનિનામને શરીરયાત્રવિયા). ભાષ્યાદિનું આવું એક જ અન્તઃકરણની વિપુલતાપર તાત્પય બતાવી શકાય તે પણ યથાશ્રુત ભાષ્યાદિના અભિપ્રાયથી, ભાષાદિને જે અર્થ શીખવવામાં આવ્યો છે તે પ્રમાણે કર્યું છે કે એક અન્તઃકરણ વિપુલ બને છે એમ માનીએ તે ભાષા દિને વિરોધ થાય (કૃષ્ણનન્દનું વિવેચન યુક્તિયુક્ત છે પણ શંકરાચાર્ય તે યોગશાસ્ત્રની પ્રક્રિયાને અનુસરીને યોગપ્રભાવથી પ્રત્યેક દેહને માટે જુદા અન્તઃકરણની સૃષ્ટિને માનતા હોય તેમ જ લાગે છે અને આ ગશસ્ત્રની જ પ્રક્રિયા છે, અર્થાત્ વેદાન્તની નહિ એમ કહેવાનો આશય જણાતું નથી, પણ આ જે પ્રક્રિયા બતાવી તે જ યોગશાસ્ત્રમાં પણ છે એવો આશય જણાય છે).
ચિત્રદીપમાં પ્રતિબિંબમૈતન્યરૂપ જીવ સ્વરૂપથી મિથ્યા છે તેથી તેને મુક્તિમાં અન્વય નથી એટલે મુક્તિમાં અન્વયને યોગ્ય એવું કૂટસ્થ નામનું ચૈતન્ય જે જીવ અને ઈશ્વરથી વિલક્ષણ છે તેની કલ્પના કરીને વિને ચતુવિધ બતાવ્યું છે. અને દગ્દવિવેકમાં પ્રતિબિંબના મિથ્યાત્વને જ આશ્રય લઈને મુક્તિમાં અન્વયને માટે અવછિન ચેતન્ય જ પારમાર્થિક જીવ છે એવી કલ્પના કરી છે. તે બંને મત બરાબર નથી. બિંબ–પ્રતિબિંબનો જે કોઈ ભેદ માનવામાં આવે છે તે કલ્પિત છે. તેથી સ્વતઃ તેમના ભેદને વિષે કઈ પ્રમાણુ નથી. આમ સ્વરૂપથી છવ સત્ય છે તેથી તેને મુક્તિમાં અન્વય સંભવે છે, અને મુક્તિમાં અન્વયને માટે પ્રતિબિંબ જીવ ઉપરાંત કોઈ અન્ય જીવ કે કૂટસ્થ નામનાં અન્ય રૌતન્યની કલ્પના કરવાની જરૂર નથી, એ જ રીતે વ્યાવહારિક જીવથી અતિરિક્ત પ્રતિભાસિક જીવની પણ કલ્પના કરવી ન જોઈએ કારણ કે તેને માટે કોઈ પ્રમાણુ નથી. એવી દલીલ ન કરવી જોઈએ કે વ્યાવહારિક જીવનું સ્વપ્નકાળમાં આવરણ થાય છે તેથી તેના ત્યારના વ્યવહારની અનુપત્તિ છે માટે પ્રતિભાસિક જીવની કલ્પના કરવી પડે છે. જીવત નું આવરણ થતું નથી એવું સાક્ષીના નિરૂપણ સમયે કહેવામાં આવશે. તેથી જાગ્રતકાળને જીવ જ સ્વપ્નમાં પણું વ્યવહારકર્તા બને એ ઉપપન્ન છે. જે મેં સ્વપ્નમાં શ્રીકૃષ્ણને જોયેલા તે જ હું અત્યારે જારદવસ્થામાં તેમનું સ્મરણ કરું છું” એમ જાગ્રતકાળમાં અને સ્વપ્નકાળમાં જ્ઞાન કરનાર એક છે એવી પ્રત્યભિજ્ઞા થાય છે તેથી પ્રતિભાસિક જીવની કલ્પના માટે કેઈ પ્રમાણુ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org