________________
પ્રથમ પરિચ્છેદ અને એવી દલીલ કરવી નહિ કે યોગના પ્રભાવથી ચગીનું અન્ત:કરણ કાયમૂહમાં અભિવ્યક્તિને યોગ્ય વિપુલતા (વ્યાપકતા) પ્રાપ્ત કરે છે તેથી તેનાથી અવછિન (ગિજીવ) કાયગ્રુહને પ્રેરક બને એ બરાબર છે. (આ દલીલ બરાબર નથી, કેમ કે “પ્રદીપની જેમ તેનો આવેશ છે, કારણ કે શુતિ તેમ દર્શાવે છે.” (બ્ર. સૂ. ૪.૪. અધિ. ૬, સૂ. ૧૫ એ (બ્રહ્મમીમાંસા) શાસ્ત્રના ઉપાજ્ય (છેલાની પહેલાના–) અધિકરણનાં ભાષાદિમાં કાયસ્પૃહમાં પ્રત્યેક દેહને માટે આંખ વગેરેની જેમ જુદા જ અન્ત:કરણની ચાગના પ્રભાવથી સૃષ્ટિનું ઉપવર્ણન છે (– આમ એક અન્તઃકરણ જ વ્યાપક બની શકે ? વાતને શાસ્ત્રના વિરોધ છે).
પ્રતિબિંબમાં બિંબથી ભેદમાં ત્ર અયસ્ત હોઈને વરૂપથી તે સત્ય હોવાથી પ્રતિબિંબરૂપ જીવને મુક્તિ (અવસ્થ)માં અન્વય હોય તેને અસંભવ નથી (–અર્થાત તે સંભવે છે, તેથી તેનાથી (પ્રતિબિંબરૂપ જીવથી) અતિરેકથી (તેના ઉપરાંતને) મુક્તિમાં અન્વયને માટે અવચ્છિન્નરૂપ બીજા જીવની અથવા પ્રતિબિંબજીવથી અતિરિક્ત, જીવ તથા ઈરથી વિલક્ષણ અને કૂટસ્થ નામવાળા બીજા ચૈતન્યની કલ્પના કરવી હક નથી (-કલપના કરવાની જરૂર નથી). “અરે આ આત્મા અવિનાશી છે” (બૃહદ્. ૪.૫.૧૪) એ શ્રુતિવચન જીવની ઉપાધિની નિવૃત્તિ થતાં તેને (જીવન) પ્રતિબિંબભાવ રહેતો નથી ત્યારે પણ તેનું
સ્વરૂપ નાશ પામતું નથી એમ કહેવા માટે છે, તેનાથી અતિરિક્ત કૂટસ્થ નામના અન્ય શૈતન્યનું પ્રતિપાદન કરવા માટે નહિ. જીવની ઉપાધિ એવા અન્તઃકરણ દિથી અવછિન ચૈતન્ય બિંબભૂત ઈશ્વર જ છે (શુદ્ધ બ્રહ્મ કે પ્રતિબિંબરૂપ જીવ નહિ). “જે વિજ્ઞાનમાં રહેતો” (બૃહદ્ ૩.૭.૨૨) ઇત્યાદિ શ્રુતિથી દર્શાવવામાં આવ્યું છે કે ઈશ્વર જ જીવની નજીક રહીને તેના અન્તર્યામી તરીકે વિકારની અંદર રહે છે.
વિવરણ : એવી શ કા સંભવે કે યોગના પ્રભાવથી જ ગીનું અન્તઃકરણ એટલું વ્યાપક બની શકે કે અનેક શરીરના સમૂહમાં રહેલા ચૈતન્યની અભિવ્યક્તિ કરી શકે અને આ રીતે સર્વ શરીરનું નિયંત્રણ થઈ શકે તેથી કારણ–અજ્ઞાન છવની ઉપાધિ છે એમ માનવાની જરૂર નથી. પણ આવી શંકા કરવી નહિ કારણ કે બ્ર. સુ ના ઉપાત્ય અધિ. કરણનાં ભાષ્ય વગેરેમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે કાયયૂહમાં પ્રત્યેક દેહને માટે જુદાં જુદાં ચક્ષુ વગેરેની તેમજ જુદા જુદા અન્તઃકરણની સૃષ્ટિ યોગ પ્રભાવથી કરવામાં આવે છે. સૂત્રમાં પ્રદીપનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમ એક દીપને અનેક વાટમાં પ્રવેશ છે. તેમ યોગીને ગપ્રભાવથી અનેમાં એક સાથે આવેલ છે. પ્રદીપને વાટમાં પ્રવેશ પામેલા દીપોથી ભેદ છે. જ્યારે મેગી તો સર્વ દેહમાં એક છે અને તેથી દુષ્ટાન્ત અને દાષ્ટન્તિકમાં વૈષમ્ય છે. તો પણ દીપત્ર જાતિના એકત્વને વ્યક્તિમાં આરોપ કરીને તેમની સંગતિ સમજવાની છે. શ્રુતિ પણ દર્શાવે છે કે યોગી એક બને છે, ત્રણ બને છે, પાંચ બને છે, સાત બને છે (સ +ા મવતિ ત્રિધા મવતિ ઉaધા સપ્તધા-છા. ૭. ૨૬.૨) ઇત્યાદિ અને યોગીના એક સાથે અનેક શરીરમાં અવસ્થાન વિના કૃતિસિદ્ધ અનેકધાભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org