________________
सिद्धान्तलेशसङ्ग्रहः પંચીકૃત ભૂતના કાર્યરૂપ સમષ્ટિયૂલશરીરરૂપ ઉપાધિવાળા હોય ત્યારે પરમાત્મા વિરાટું કહેવાય છે. આ ઈશ્વરરૂપ વિરાટુ પુરુષ પુરુષસૂક્ત, વૈશ્વાનર વિદ્યાનાં વાક્યો આદિ શુતિથી સિદ્ધ છે. જ્યારે સત્યલેકના અધિપતિ હિરણ્યગર્ભના પુત્રરૂપ વિરાટપુરુષ જે સમાષ્ટયૂલાભિમાની જીવ છે તે બૃહદારણ્યકશ્રુતિથી સિદ્ધ છે અને આ ઈશ્વરરૂપ વિરાટથી જુદે જ છે.
દષ્ટાન્તમાંના ચિત્રપટ (ચિત્રિત પટ)ના સ્થાનમાં દાબ્દન્તિકમાં પરમાત્મા છે અને ચિત્રના સ્થાનમાં સ્થાવર-જંગમ પ્રપંચ છે. અહીં શંકા થાય છે કે આખું જગત જે ચિત્ર સ્થાનીય હોય તે એની જેમ આખુંય જગત અચેતન હોવું જોઈએ અને એમ હોય તે ચેતનઅચેતન વિભાગ ન હોવો જોઈએ. આને ઉત્તર-જેમ ચિત્રમાંના મનુષ્યોના...’થી આપ્યો છે. ચિત્રમાંના માણસોના વર્ણવિશેષાત્મક વસ્ત્રોનું ચિત્રના આધારરૂપ વસ્ત્ર સાથે આકૃતિ– સામ્ય હોવા છતાં તે ઠંડી સામે રક્ષણ કરી શકે નહિ તેથી તે વસ્ત્રાભાસ છે. દેહી એટલે સ્કૂલ દેહવાળા અહંકાર. અંતઃકરણાત્મક અહંકારમાં ચૈતન્યના પ્રતિબિંબની કલ્પનાનું પ્રયજન બતાવતાં કહ્યું છે કે આ ચિદાભાસો જીવ કહેવાય છે અને તે સંસારના ભક્તા હોય છે. આમ ચિદાભાસયુક્ત કાયકરણ ઘાત તે ચેતન, જ્યારે બીજા પર્વત, સમુદ્રાદિ તે અચેતન. આમ ચેતનઅચેતનની વ્યવસ્થા સંભવે છે. અપંચીકૃત, પંચીકૃત ભૂતે અંગે સંક્ષેપમાં કહીએ તો ઈશ્વર જે આકાશ, વાયુ, તેજ, પાણી, પૃથ્વીની સુષ્ટિ કરે છે તે સૂક્ષ્મ હોય છે. તેમને વ્યવહાય બનાવવા માટે દરેક ભૂતસૂમના બે ભાગ કરવામાં આવે છે. એક ભાગ એમ જ રાખીને, બીજા અર્ધા ભાગના ફરી ચાર ભાગ કરવામાં આવે છે અને તે બીજાં ભૂતોને વહેંચી દેવામાં આવે છે. આમ જેને આપણે મહાભૂત કહીએ છીએ અને જેમાંથી સ્થૂલ કાર્યો ઉત્પન્ન થાય છે તે પ્રત્યેક મહાભૂતમાં પિતાના ઉપરાંત બીજાં ભૂતના પણ અંશ હોય છે. આકાશમાં ૧/૨ આકાશ + ૧/૮ વાયુ + ૧/૮ તેજ + ૧/૮ પાણી, ૧/૮ પૃથ્વી; વાયુમાં ૧/૨ વાયુ+૧/૮ આકાશ+૧/૮ તેજ+૧/૮ પાણું+૧/૮ પૃથ્વી ઇત્યાદિ. આને પંચીકરણ કહે છે. છાન્દોગ્ય ઉપનિષદમાં ત્રણ જ ભૂતોનું તેજ, પાણી, પૃથ્વી) નિરૂપણ કર્યું છે અને ત્યાં ઉપર પ્રમાણે જ પ્રક્રિયા બતાવી છે, જેથી જેને આપણે તેજ તરીકે જાણીએ છે તેમાં ૧/૨ તેજ+૧/૪ પાણી+૧/૪ પૃથ્વી છે, ઈત્યાદિ. અને ત્રિકરણ કહે છે. વિશેષ માટે જુઓ શંકરાચાર્ય કૃત પંચીકરણ ગ્રંથ અને તેના પર સુરેધરનું વાર્તિક __ अध्यात्मं तु विश्वतैजसप्राज्ञभेदेन त्रीणि रूपाणि । तत्र सुषुप्तौ विलीने अन्तःकरणे अज्ञानमात्र साक्षी प्राज्ञः, योऽयमिहानन्दमय उक्तः। स्वप्ने व्यष्टिसूक्ष्मशरीराभिमानी तेजसः। जागरे व्यष्टिस्थूलशरीराभिमानी विश्वः । तत्र माण्डूक्यश्रुतिरहमनुभवे प्रकाशमानस्यात्मनो विश्वतैजसप्राज्ञतुर्यावस्थाभेदरूपं पादचतुष्टयं 'सोऽयमात्मा चतुष्पात्' इत्युपक्षिप्य पूर्वपूर्वपादप्रविलापनेन निष्प्रपञ्चब्रह्मात्मकतुर्यपादप्रतिपत्तिसौकर्याय स्थूलसूक्ष्मसूक्ष्मतरोपाधिसाम्यातू विराड़ादीन् विश्वादिष्वन्तर्भाव्य 'जागरित
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org