________________
કું
सिद्धान्तलेशसंङ्ग्रहः
ત્યાં કહ્યું છે કે જલાશય, તરગ અને ભુખુદના ન્યાયથી (આ દેષ્ટાન્તાનુસાર) ઉપરાઉપરી કલ્પના કરી છે તેથી જીન્ન ત્રિવિધ છે -પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક. તેમાં સ્થૂલ અને સૂક્ષ્મ દેહથી અવચ્છિન્ન (કૂટસ્થરૂપ આત્મા) તે પારમાર્થિક જીવ, કારણ કે તેમાં અવચ્છેદક (સ્થૂલ-સૂક્ષ્મ દેહ) કલ્પિત હાવા છતાં અવચ્છેદ્ય એવા તે અકલ્પિત હાઈને બ્રહ્મથી અભિન્ન છે. તેને આવરીને રહેલી માયામાં કપિત અન્તઃકરણમાં ચિદાભાસ, જે અન્તઃકરણ સાથે આવી પડતા તાદાત્મ્યને કારણે ‘હુ' એવુ અભિમાન કરે છે તે વ્યાવહારિક જવ —કારણું કે તે માયિક હાવા છતાં પણ વ્યવહાર ટકે ત્યાં સુધી તેનો અનુવૃત્તિ છે. સ્વપ્નમાં તેને પણ આવરીને રહેલો માયાની અવસ્થાવિશેષરૂપ નિદ્રાથી કલ્પિત સ્વાર્પી દૈદિને વિષે ‘હુ’ એવુ અભિમાન કરનારા તે પ્રાતિભાસિક જીવ –કારણ કે સ્વપ્નપ્રv'ચની સાથે તેને જોનાર જીવની પણ પ્રાધ સમયે (જાગતાં) નિવૃત્તિ થાય છે—
આમ આ પ્રતિબિંબરૂપ ઈશ્વર માનનાયાના જુદા જુદા પક્ષે બતાવ્યા છે.
વિવરણ : જેમ સમુદ્રાદિ જલાશયમાં તરંગા ઉપર રહે છે અને તેની ઉપર ખુત્બુદ હાય છે એ જાણીતુ છે (fહૈં) તેમ ફૂટસ્થની ઉપર વ્યાવહારિક અન્તઃકરણુમાં પ્રતિબિ ંબરૂપ અને વ્યવહાર ચાલુ રહે ત્યાં સુધી ટકી રહેતા વ્યાવહારિક જીવની કલ્પના કરવામાં આવે છે. અને તેની ઉપર રવપ્નકાળમાં વાસનામય પ્રાતિભાસિક રથ વગેરેની જેમ વાસનામય અન્ત:કરણમાં પ્રતિબિંબરૂપ પ્રાતિભાસિક જીવની કલ્પના કરવામાં આવે છે. આમ ઉપરાઉપરી જીવની કલ્પના કરવામાં આવે છે તેમાં સ્થૂલ અને સુક્ષ્મ દેહથી અવચ્છિન્ન ફૂટસ્થ ચૈતન્યરૂપ આત્મા તે પારમાર્થિક જીવ—આ પારમાર્થિક જીવ માનીએ તે જ શ્રંદ્યાસ્મિ જેવાં મહાવાકયોમાં જીવ અને બ્રહ્મના અભેદના પ્રતિપાદનની ઉપપત્તિ થાય નહીં તે વ્યાવહારિક અને પ્રાતિભાસિક જીવ તેા શુક્તિ-રજતની જેમ સ્વરૂપથી મિથ્યા હેાઈને સત્ય બ્રહ્મ સાથે તેમના અભેદ હાઈ શકે નહિ.
અહં વર્તા મોરતા ‘હુ કર્તા છું, ભોક્તા છુ' એ અનુભવ વ્યાવહારિક જીવ માટે પ્રમાણુ છે; કારણ કે તેના સિવાય બીજો કોઈ કતુ ત્વ ભાકતૃત્વાદિ લક્ષણવાળા સ સારના આશ્રય હેાઈ શકે નહિ. અતઃકરણને માટે તેની શકયતા નથી કારણ કે ચિદાભાસ શૂન્ય હોઈ ચેતનના ધર્માં તરા કે જાણીતા તુત્વાદિને આશ્રય હોઇ શકે નહિ. ચિદાભાસ તો ચેતનાત્માનુ પ્રતિબિંબ હોઇ તે મિથ્યા છે તેમ છતાં તેને ચેતન કહી શકાય છે. તેથી તેના ધર્માં ચેતનમાં તરીકે જાણીતા હોય તેમાં કાઈ વિરોધ નથી. અને પારમાર્થિક જવ ફૂટસ્થ હોઈને સંસારના આશ્રય બની શકે નહિ.
સ્વપ્નકાળમાં વ્યાવહારિક જીવનું પણ આવરણ થાય છે. વ્યાવહારિક જીવ જાગ્રત્ દશામાં પેતાને બ્રાહ્મણ, દેવદત્ત, યજ્ઞદત્તને પુત્ર, વિષ્ણુને ભક્ત એ રીતે માને છે; જ્યારે સ્વાવ સ્વપ્નાવસ્થામાં પેાતાને ક્ષત્રિય, નામે વિષ્ણુશર્મા, નારાયણના પુત્ર, મહાદેવના ભક્ત 'એ રીતે માને છે. તેથી એ સિદ્ધ થાય છે કે જાગતા જીવનું નિદ્રાથી આવરણ થયું છે—નિદ્રા માયાની જ એક વિશેષ અવસ્થા છે કારણ કે તેમાં જાગતા જીવનું આવરણ કરવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org