________________
- ૫૮
* સિદ્ધાન્તરાદ્ઘટ્ટ
શોધે છે. ઉપન અધિકરણમાં એ શંકા છે કે બ્રહ્મ જે ઉપાદાન હોય તો તે પૂરેપૂરું જગત બની જતું હોય તે પૂર્વરૂપથી ચલિત થઈ જાય, વિકારી બની જાય અને સૃષ્ટિ પછી બ્રહ્મ રહે જ નહિ. અને જે તે એકદેશથી પરિણમે છે અને બાકીના ભાગથી અવિકૃત રહે છે એમ માનીએ તે તેને નિરવયવ, અખંડ કહેનારી શુતિને બાધ થાય. આમ કોઈ રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન સંભવતું નથી. એ પૂર્વ પક્ષ પ્રાપ્ત થતાં સિદ્ધાન્ત રજૂ કર્યો છે કે બ્રહ્મ જે દૂધ કે પૃથ્વી વગેરેની જેમ ઉપાદાન હોય તે તેને પરિણામી માનવું પડે અથવા સાવયવ માનવું પડે. પણ એવું નથી. જેમ રજજુ, શક્તિ વગેરે સપ, રજત વગેરનાં ઉ નાદાન છે તે રીતે બ્રહ્મ જગતને ઉપાદાન છે– વિવર્તી પાદાન છે. તેથી કોઈ દોષ સંભવતે નથી. મારમનિ જૈવં વિચિત્રાવ્ય દિ સત્રમાં બે વ છે જેને આ અર્થ કરતાં જેમ' અને તેમ' એવો અર્થ લેવાને રહે છે. જેમ સ્વપ્ન જોનાર જીવની બાબતમાં રથાદિ સ્વપ્નસુષ્ટિ તેના છવચૈતન્ય સ્વરૂપમાં કઈ વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સંભવે છે તેમ બ્રમની બાબતમાં પણ વિકાર ઉત્પન્ન કર્યા વિના જ જાતજાતની વિયદાદિ સુષ્ટિ સંભવે છે. જગતનાં સુષ્ટિ, સ્થિતિ કે સંહાર ગમે તે થાય, બ્રહ્મ તે સચિદાનંદ સ્વરૂપ જ રહે છે એમ કૃતિથી સિદ્ધ છે એ સૂત્રને અર્થ છે.
जीव एव स्वप्नद्रष्टवत् स्वस्मिन्नीश्वरत्वादिसर्वकल्पकत्वेन सर्वकारणम् ફૂલ્ય શરિર . (૪)
સ્વપ્ન જોનારની જેમ જીવ જ પિતામાં ઈશ્વરત્વ વગેરે સર્વેની કલ્પના કરનારો છે તેથી એ સર્વનું કારણ છે એમ પણ કેટલાક કહે છે. (૪).
વિવરણઃ હવે ત્રીજો પક્ષ રજૂ કરે છે–જવરૂપ બ્રહ્મ ઉપાદાન છે. પરિપૂર્ણ ચિદાત્મા અવિદ્યાથી, અવચ્છેદ કે પ્રતિબિંબભાવ વિના પણ છવભાવ પ્રાપ્ત કરે છે અને પોતાને જ સર્વેશ્વર કપે છે. આમ ઈશ્વરભાવ પ્રાપ્ત કરીને તે પિતામાંથી જ આકાશાદિ સૃષ્ટિ કલ્પ છે અને પિતાને પિતે જ કપેલા ઈશ્વરથી ભેદ, અને પોતે નિયમ્ય છે અને ઈશ્વર નિયામક છે એમ કલ્પ છે–એ પ્રમાણે ક્રમથી મનુષ્યાદિભાવ કલ્યું છે. જેમ વિયદાદિ પ્રપંચની વ્યાવહારિક
સત્તા છે અને સ્વપ્નપ્રપંચ પ્રતિભાસિક છે એ પક્ષમાં સ્વપ્નદ્રષ્ટા છવ જ પોતાને દેવ, કે મનુષ્ય, તિયંક વગેરે ભાવે, તેનું નિયમન કરનાર પરમેશ્વરૂપે, અને તેનાથી ભિન્ન વગેરે તરીકે પિતાને કરે છે તેની જેમ આ મતમાં માનવાનું છે. આમ છવભાવ પામેલું બ્રહ્મ સવનું ઉપાદાન છે એમ દષ્ટિ સુષ્ટિવાદીઓ કહે છે.
આ મતની સમીક્ષા કરતાં વ્યાખ્યાકાર કૃણુનન્દ કહે છે કે આ પક્ષમાં જીવથી અધિક ઈશ્વર નથી તેથી ઈશ્વર સર્વ જીવને નિયતા છે એ અર્થનાં શુતિ, સ્મૃતિ, સૂત્ર, ' ભાષાદિનાં વચનને વિરોધ થાય છે અને બધ-મોક્ષની વ્યવસ્થા પણ ઉ૫૫ન્ન રહેતી નથી, આ દોષ સૂચવવા માટે ફાયપિ વિ–આમ પણ કેટલાક કહે છે' એવું કહ્યું છે,
ઈશ્વરરૂપ બ્રહ્મ સવનું ઉપાદાન છે એ પક્ષ જ ટકી શકે. (૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org