________________
પ૧
પ્રથમ પરિચ્છેદ વાગ્ય (ઈશ્વર) જગતનું ઉપાદાન કારણ છે.* તત શબ્દને વાગ્યાથ બિંબભૂત ઈશ્વર છે અને આ અથ લેતાં સર્વજ્ઞત્વાદિ ગુણથી વિશિષ્ટ ઈશ્વરનું જગત્કારણ તરીકે પ્રતિપાદન કરનાર અનેક કૃતિઓ સાથે અવિરોધ થશે સંક્ષેપશારીરકમાં શબપાદાનનું નિરાકરણ કર્યું છે તેને આશય એટલે જ છે કે માયાવિશિષ્ટ ઈશ્વર ઉપાદાન રહ્યું નથી અર્થાત માયાને સમાવેશ ઉપાદાન કારણુમાં થવો જોઈએ નહિ. બિંબભૂત ઈશ્વર ઉપાદાનકારણ છે એમ માનવા સામે તેને કોઈ વિરોધ નથી.
હવે પ્રશ્ન થાય કે ઈશ્વરરૂપ બ્રહ્મ જે ઉપાદાનકારણું હોય તે યરૂપ બ્રહ્મ અર્થાત શુદ્ધ બ્રહ્મના લક્ષણ તરીકે અભિન્નનિમિત્તપાદાનકારણનાનું કથન કર્યું છે તેની સાથે વિરોધ આવશે. તેને ઉત્તર એ છે કે બ્રહ્મસૂત્રનાં જુદાં જુદાં અધિકરણોના ભાષ્યથી), ઉપર જોયું તેમ, સિદ્ધ થાય છે કે બિંબભૂત ઈશ્વર ઉપાદાનકારણ છે. અને આ અભિન્નનિમિત્તોપાદાનકારણુત્વ તેને બીજાઓથી ભિન્ન તરીકે બંધ કરાવે છે. આ કારણત્વ બિંબ–વિશિષ્ટ રૌતન્યરૂપ ઈશ્વરમાં અનુગત અખંડ ચૈતન્ય અર્થાત વિશેષ્ય એવા શુદ્ધ ચૈતન્યનું તટસ્થ તરીકે ઉપલક્ષણ બની શકે છે. તટસ્થ હોવું એટલે લક્ષ્ય સ્વરૂપથી બહાર હોવુ, અથવા લયમાં વિદ્યમાન નહીં તે ધર્મ હોવું અથવા ઉપલક્ષણ હોવું. કઈ પૂછે કે ચંદ્ર કયાં છે અને બીજે ઉત્તર આપે કે “શાખામાં, ત્યાં શાખા જેમ બીજી દિશામાં રહેલા નક્ષત્રથી વ્યાવ્રત એવા ચન્દ્રનું ઉપલક્ષણ બને છે તેમ ઈશ્વરમાં રહેલું કારણ– ઈશ્વરને બીજાથી વ્યાવૃત્ત તરીકે જ્ઞાન કરાવતું હોઈ તટસ્થ રહીને ઈશ્વરમાં અનુગત અખંડ ચૈતન્યનું પણ બીજાથી
વાવૃત્ત તરીકે ઉપલક્ષણ કરે છે. બીજાથી ભાવૃત્ત તરાકે ઈશ્વરનું જ્ઞાન તે કરાવે જ છે, ઉપરાંત તેમાં અનુગત શુદ્ધ ચૈતન્યનું ઉપલક્ષણ બને છે. આમ અભિન્નનિમિત્તપાદાનવને લીધે ઈશ્વર જેમ પ્રધાન, જીવ વગેરેથી વ્યાવૃત્ત તરીકે જ્ઞાત થાય છે તેમ તેને લીધે વિશેષ્યભૂત રેય બ્રહ્મની પણ પ્રધાનાદિથી વ્યાવૃત્તિ સમજાય છે એ દષ્ટિએ તેને ય ચહ્નના લક્ષણ તરીકે જન્માદિસૂત્રમાં, તેના ભાગ્યમાં અને સંક્ષેપશારીરકમાં રજૂ કર્યું છે. આ શુદ્ધ બ્રહ્મનું તટસ્થલક્ષણ છે, સ્વરૂપલક્ષણ નહિ. “સત્યજ્ઞાનાનાન્દાત્મક બ્રહ્મ’ એ તેનું સ્વરૂપ લક્ષણ છે.
જગતના મૂલકારણુ માયામાં પ્રતિબિંબ તે ઈશ્વર અને માયા ઈશ્વરાશ્રિત છે. અહીં શંકા થાય કે પ્રતિબિંબ– માયાકદિપત છે તેથી માયા તદ્વિશિષ્ટ ઐતન્યાશ્રિત હોઈ શકે નહિ, કારણ કે પ્રતિબિંબત્વના કલ્પન પહેલાં જ તે (માયા) મૈતન્યાશ્રિત છે એમ કહેવું પડશે. આવી દલીલ ન કરવી જોઈએ કારણ કે માયાની જેમ પ્રતિબિંબવ પણ અનાદિ તેથી તે તદિશિષ્ટચૈતન્યાત્રિત હોય એ ઉપપનન છે. વસ્તુતઃ અનાદિ કાલથી માંડીને નિર્વિશેષ ચૈતન્યમાં કલ્પિત પ્રતિબિંબત્વ રહેલું છે તેથી અનિર્વચનીય માયાને અધીન માત્ર હોવાથી પ્રતિબિંબ– માયાકદ્વિપત માનવામાં આવે છે. પ્રતિબિંબવને આકાશાદિની જેમ માયા
* स्वात्मानमेव जगतः प्रकृति यदेकं
सर्गे विवर्तयति तत्र निमित्तभूतम् । कर्माकलय्य रमणीयकपूमिश्रं पश्यम्नृणां परिवढं 'तद्' इतीर्यमाणम् ॥ (संक्षेपशारीरक १.५५०)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org