________________
પ્રથમ પરિચ્છેદ આકાશાદિ પ્રપંચ ઈશ્વરાશ્રિત માયાને પરિણામ (કીય) છે માટે તેથી ત્યાં (આકાશાદિની બાબતમાં) ઈશ્વર ઉપાદાન છે. જ્યારે અન્ત:કરણ વગેરે ઈશ્વરાશ્રિત માયાના પરિણામરૂપ મહાભૂતોથી સંસ્કૃષ્ટ એવા જીવની અવિદ્યાથી ઉત્પન્ન કરવામાં આવેલાં ભૂતસૂમનું કાર્ય છે તેથી ત્યાં (અન્તઃકરણ વગેરેની બાબતમ) બને (ઈવર અને જીવ) ઉપાદાન છે. તેથી જ “એ જ રીતે આ પરમજ્ઞાનીની આ સેળ કળાઓ, જેનું અધિષ્ઠાન પુરુષ છે, તે પુરુષને પ્રાપ્ત કરીને લય પામે છે.” (પ્રશ્ન ઉપ ૬.૫)એ શ્રુતિમાં “કલા” શબ્દથી વાચ્ય પ્રાણ, મન વગેરેને, વિદ્વાનની વિદેહમુક્તિની વેળાએ, (જીવની) વિદ્યાથી નાશ પામી શકે તેવી અવિદ્યાના કાર્યોશના અભિપ્રાયથી વિદ્યાથી ઉચછેદ બતાવ્યો છે.
પંદર કલા પ્રતિષ્ઠા પ્રતિ ગયેલી હોય છે (અર્થાત તે તે પ્રતિષ્ઠા માં લીન થઈ જાય છે) (મુંડક ઉપ. ૩.૨૭)–એ બીજી શુતિમાં તેનાથી (જીવની વિદ્યાથી) જેનો ઉછેદ નથી એવી માયાનાં કાર્ય એવા મહાભૂતના પરિણામરૂપ અને (અન્તઃકરણ વગેરેની ઉત્પત્તિમાં) ઉપષ્ટભક એવો જ અંશ છે તેના અભિપ્રાયથી તેમને તિપિતાની પ્રકૃતિમાં લય બતા છે–એમ માયા અને અવિદ્યાનો ભેદ માનના કહે છે.
વિવરણ : ઈશ્વર વિયદાદિનું ઉપાદાન છે જ્યારે અન્તઃકરણાદિનું ઈશ્વર અને જીવ એ બન્ને ઉપાદાન છે. માયા આકાશાદિનું પરિણમ્યુપાદાન કારણ છે અને માયા ઈશ્વરાશ્રિત છે તેથી ઈશ્વર આકાશાદિનું ઉપાદાન મનાય છે. અતઃકરણદિ છવની અવિદ્યાથી ઉત્પન્ન કરવામાં આવતાં ભૂતસૂનાં કાર્ય છે (પરિણામ છે), પણ તેમની ઉત્પત્તિમાં ઈશ્વરાત્રિત માયાથી ઉત્પાઘ મહાભૂત ઉપષ્ટભક (ટેકે આપનાર, દઢ બનાવનાર) તરીકે જોઈએ જ. આમ છવની અવિદ્યાના પરિણામરૂપ સોને અને તેમનાં ઉપષ્ટ ભક તરીકે ઈશ્વરાશ્રિત માયાના પરિણામભૂત મહાભૂતોને અન્તઃકરણદિની ઉત્પત્તિમાં ઉપાદાન તરીકે પ્રવેશ છે તેથી જીવ અને ઈશ્વર બને તેમનાં ઉપાદાન મનાય છે. જ્યારે પરમજ્ઞાનીનાં અંતઃકરણદિ વિદેહમુક્તિ વેળાએ પુરુષ (ચિદાત્મા)માં લય પામે છે એમ કહ્યું છે ત્યારે જીવની અવિદ્યાના કાર્યભૂત ભૂતસમેને ધ્યાનમાં રાખીને એમ કહ્યું છે. અને જ્યારે કલા પિતાની પ્રતિષ્ઠામાં (ભૂતોમાં) લય પામે છે એમ કહ્યું છે ત્યારે ઉપષ્ટભક મહાભૂતો જે ઈશ્વરાશ્રિત માયાનાં કાર્ય છે તેમને ધ્યાનમાં રાખીને કહ્યું છે, ઈશ્વરની ઉપાધિભૂત માયાની જીવની વિદ્યાથી નિવૃત્તિ થતી નથી. જે કલાઓ માત્ર જીવની અવિદ્યાનાં જ પરિણામ હોત તે વિદ્યાથી તેમને લય પુરુષમાં નિઃશેષ સંભવત; અને એમ હોય તે ભૂતમાં લય થાય છે એમ જે કહ્યું છે તેને કઈ વિષય રહે નહિ, તેથી માયાકાય મહાભૂતને પણ લિંગશરીરનાં ઉપાદાન કહેવાં જોઈએ. આમ આ બન્ને શ્રુતિની વ્યવસ્થા થઈ શકે છે.
શંકા–માયાની તત્વજ્ઞાનથી નિવૃત્તિ ન હોય તે તેના મિથ્યાત્વની સિદ્ધિ નહીં થાય.
ઉત્તર–બ્રહ્મમાં સવ દશ્યને નિષેધ કરનાર શ્રુતિથી માયાના દશ્યત્વ વગેરે લિંગથી માયાની મિથ્યાવની સિદ્ધિ થાય છે.
» ભૂતાનું સમત્વ તે તેમનું પરિચ્છિન્નવ એમ સમજવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org