________________
પ્રથમ પરિચ્છેદ અને એવી શંકા કરવી નહિ કે વિચારવિધિને સંભવ ન હોય તે પણ વિચારના વિષય વેદાન્ત અંગે નિયમવિધિ સંભવે છે કારણ કે ભાષાપ્રબંધાદિ વ્યાવલ્ય છે. (આ શંકા બરાબર નથી, કારણ કે સાન્નિધ્યથી જ વેદાન્ત અગેને નિયમ પ્રાપ્ત થઈ જાય છે તેથી તે વિધિને વિષય બને એ બરાબર નથી. અને વાધ્યાયડચેતવઃ” (તૈ. આ. ૨.૧૫) (સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ) એ અર્થના જ્ઞાન માટેના નિયમવિધિના બળે જ “અધ્યયનથી ગૃહીત વેદથી ઉત્પન્ન કરવામાં આવતું વેદાર્થ જ્ઞાન કુલપર્યાવસાયી છે, બીજા કારણેથી ઉત્પન્ન કરવામાં આવતું (જ્ઞાન) નહિ–આ અર્થ” પ્રાપ્ત થતું હોવાથી વેદના અર્થરૂપ બ્રહ્મનું જ્ઞાન જ્યારે મોક્ષને માટે મેળવવાનું હોય ત્યારે ભાષાપ્રબંધાદિની પ્રાપ્તિ નથી તેથી (વ્યાવૃત્તિ કરવાની જરૂર નથી અને તેને માટે નિયમવિધિ માનવાની જરૂર નથી).
અને એવી દલીલ ન કરવી કે સહૃાર્યરતવિધિઃ” એ અધિકરણમાં (બ્ર. સૂ. ૩. ૪. ૪૭-૪૯) બાલ્ય”, “પાંડિત્ય”. “મૌન', એ શબ્દોથી વાચ્ય શ્રવણ, મનન, નિદિધ્યાસનને વિષે વિધિ સ્વીકારવામાં આવે છે. (આ દલીલ બરાબર નથી) કારણ કે વિચાર તેના વિષય ( વિચાય અર્થાત વેદાન્ત) ના તાત્પર્યના નિર્ણયને હેતુ છે એ, અને વસ્તુની સિદ્ધિને અનુકૂલ યુફત્યનુસંધાનરૂપ મનન અને તે જ્ઞાનના અભ્યાસરૂપ નિદિધ્યાસન વસ્તુના જ્ઞાનમાં વૈશઘના હેતુ છે એ (હકીકત) લેકસિદ્ધ હોવાથી તેમની (શ્રવણદિની) બાબતમાં વિલિની જરૂર નથી, તેથી વિધિના જેવા લાગતાં અર્થવાદની જેમ પ્રશ સા દ્વારા પ્રવૃત્તિમાં અતિશય (વિશેષતા) કરનાર બને તેટલા માત્રથી તેને વિધિ કહેવામાં આવ્યું છે. આમ શ્રવણરિધિ ન હોવાને કારણે કમકાંડના વિચારની જેમ બ્રહ્મકાંડનો વિચાર પણ અધ્યયનવિધિમૂલક છે એમ આચાર્ય વાચનપતિના પક્ષને અનુસરનારાએ કહે છે. (૧)
વિવરણ : વિચારના વિષય તરીકે વેદાન્ત અંગે આ નિયમવિધિ છે એ પક્ષનું અહીં ખંડન કર્યું છે. જેણે અંગે સહિત વેદનું અધ્યયન કર્યું છે અને વેદાન્ત ઉપનિષ) દ્વારા ઉપર ઉપરથી જ્ઞાત બ્રહ્મના સ્વરૂ૫ અંગે જેને જિજ્ઞાસા થઈ છે તેને માટે જિજ્ઞાસાના નિવર્તાક નિર્ણયોથે વિચાર કર્તવ્ય તરીકે પ્રાપ્ત થતાં એ વિચારને વિષય શોધે છે ત્યારે વેદાને અર્થાત્ ઉપનિષદ્ધાક તેના મનમાં રમતાં હોવાથી “મારે વેદાન્તનો જ વિચાર કરવો જોઈએ એવી બુદ્ધિ, ઉત્પન્ન થાય છે આમ વિધિ વિના જ વેદાન્ત અંગે નિયમ પ્રાપ્ત થતું હોવાથી તેને વિષે કેઈ નિયમવિધિની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org