________________
પ્રથમ પરિચ્છેદ અને જન્મના કારણ તરીકે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. આ એક જ લક્ષણ છે. (ત્રણ જુદાં જુદાં લક્ષણોને સંકુલ નહિ) અને તેનાથી જગતનું જે એક અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ છે એ બ્રહ્મ એમ પ્રતિપાદિત કર્યું છે. આથી એમ પણ સમજાય છે કે બ્રહ્મ એક છે અને તેના સિવાય બીજું કશું નથી. તે સર્વજ્ઞ છે અને તે ઉપાદાનકારણ છે કારણ કે તે સિવાય જન્મસ્થિતિલયકારણવ સંભવે નહિ.
ब्रह्मणश्च उपादानत्वम् अद्वितीयकूटस्थचैतन्यरूपस्य न परमाणूनामिवारम्भकस्वरूपम्, न वा प्रकृतेरिव परिणामिस्वरूपम्, किं त्वविद्यया वियदादिप्रपञ्चरूपेण विवर्तमानत्वलक्षणम् ।।
वस्तुनस्तत्समसनाकोऽन्यथाभावः परिणामः, तदसमसत्ताको विवर्त्तः इति वा, कारणसलक्षणोऽन्यथाभावः परिणामः, तद्विलक्षणो विवर्त इति वा, कारणाभिन्न कार्य परिणःमः, तदभेदं विनर तद्व्यतिरेकेण दुर्वच कार्य विवर्त इति वा विवर्तपरिणामयोविवेकः ।
બ્રહ્મ ઉપાદાન કારણ છે એનો અર્થ એ નહિ કે અદ્વિતીય ટસ્થ ચૈતન્યરૂપ બ્રહ્મ પરમાણુઓની જેમ આરંભક છે (નવી અને પિતાથી જુદી ભિન વસ્તુ ઉત્પન્ન કરનારું છે), અથવા પ્રકૃતિની જેમ એ પરિણામ પામનારું છે. પણ તેનો અથ એ છે કે અવિદ્યાથી આકાશ આદિ પ્રપચરૂપે તે વિવર્તમાન છે.
પરિણામ એટલે (ઉપાદાન મનાતી) વસ્તુનો તેની સાથે સમ સત્તાવાળે અન્યથાભાવ (તેને અવસ્થાવિશેષ); તેની સાથે અસમ સત્તાવાળે અન્યથાભાવ તે વિવત. અથવા કારણનાં લક્ષણવાળે અન્યથાભાવ તે પરિણામ: તેનાથી વિલક્ષણ જુદાં લક્ષણવાળ) અન્યથાભાવ તે વિવત. અથવા કારણથી અભિન્ન
ઈને કાર્ય હોવું તે પરિણામ; તેનાથી (વસ્તુત) અભેદ વિના જ તેનાથી ભેદથી જેનું પ્રતિપાદન થઈ ન શકે તેવું કાર્ય તે વિવ–આ પ્રમાણે વિવત અને પરિણામને વિવેક (ભેદ) છે.
વિવરણ: પ્રશ્ન થાય કે બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહ્યું છે તે ક્યા અર્થમાં ? ન્યાય-વૈશેષિક મતમાં માટીના પરમાણુ ઘટના આરંભક છે, પોતાનાથી જુદી અને તે પહેલાં વિદામાન નહીં એવી વસ્તુને ઉત્પન્ન કરે છે તે અર્થમાં બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે કે સાંખ્ય-ચાગ દનમાં પ્રધાન પરિણામ પામી, વિકારી બની પિતાથી અભિન્ન એવું વાસ્તવિક કાર્ય ઉત્પન્ન કરે છે તે અર્થમાં? કે રજુ તેના પર આરોપિત સપનું વિવર્તાધિષ્ઠાનરૂપ કારણ છે તે અર્થમાં બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે ? બ્રહ્મ એક અને - અદ્વિતીય છે તેથી તે આરંભક કારણ ન હોઈ શકે, તેની સાથે કોઈ બીજુ હોય તે બે પરમાણુના સંયોગના જેવું અસમવાય કારણ મળતાં તે આરંભક કારણ બની શકે. વળી બ્રહ્મ કૂટરથનિત્ય હોવાથી તેનામાં જન્મ કે પરિણામને સંભવ નથી, અન્યથા તે વિકારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org