Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
६७
(૪) તેતલી જ્ઞાત નામના ચૌદમા અધ્યયનમાં નીચેનો ઉલ્લેખ છે :
તે વારે તેલિપુત્ર નામના મંત્રીશ્વરને શુભ પરિણામના યોગે જાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણી સ્વયમેવ દીક્ષા અંગીકાર કરી. (પછી) પ્રમદવન નામના ઉદ્યાનમાં સુખપૂર્વક બેસીને ચિંતવન કરતાં કરતાં પૂર્વે ભણેલાં સામાયિક આદિ ચૌદે પૂર્વે સ્વયમેવ સ્મૃતિપથમાં આવ્યાં.
(૩) નંદીફળ શાત નામના પંદરમા અધ્યયનમાં નીચેનો ઉલ્લેખ છે ઃ
ધન સાર્થવાહે ધર્મનું શ્રવણ કરી પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપી પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો.
(૬) અમરકંકા જ્ઞાત નામના સોળમા અધ્યયનમાં નીચેનો ઉલ્લેખ છે :
તે વારે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અણગારોએ સામાયિક આદિ ચૌદ પૂર્વોનો અભ્યાસ કર્યો x x x x તે વા૨ પછી દ્રૌપદી નામની આર્યા, સુવ્રતા નામની આર્યા પાસે, સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરે છે.
(છ) જ્ઞાતાધર્મના બીજા શ્રુતસ્કંધમાં શ્રી પાર્શ્વનાથસ્વામીના સમયનો નીચેનો ઉલ્લેખ છે :
તે વાર પછી શ્રીકાલી નામની આર્યા શ્રીમતી પુષ્પચૂલા નામની આર્યા પાસે સામાયિક આદિ ૧૧ અંગોનું અધ્યયન કરે છે.
(૩) ભગવતીસૂત્રમાં શ્રી મહાબલ નામના રાજકુમારનો નીચે મુજબ અધિકાર છે-(તેરમા જિનપતિ શ્રી વિમલનાથસ્વામીના શાસનમાં તે થયા છે.)
તે વાર પછી શ્રીમહાબલ શ્રીધર્મઘોષ નામના અણગારની પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વે ભણે છે.
(૪) ભગવતીસૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org