Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
६५
સાવદ્ય યોગનું વર્જન અને નિરવઘ યોગોનું સેવન, એ સ્વરૂપસામાયિક વડે અહીં ચારિત્રાચારની શુદ્ધિ થાય છે.*
જિનેશ્વરોના અદ્ભુત ગુણોના ઉત્કીર્તનસ્વરૂપ ચતુર્વિંશતિસ્તવ વડે દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.
જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા ગુરુઓને વિધિપૂર્વક વંદન કરવાથી જ્ઞાનાચાર આદિ આચારોની શુદ્ધિ થાય છે.
જ્ઞાનાદિક ગુણોમાં થયેલી સ્ખલનાઓની વિધિપૂર્વક નિંદા આદિ કરવારૂપ પ્રતિક્રમણ વડે જ્ઞાનાદિ તે તે આચારોની શુદ્ધિ થાય છે.
પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એવા ચારિત્રાદિના અતિચારોની વ્રણચિકિત્સાસ્વરૂપ કાયોત્સર્ગ વડે શુદ્ધિ થાય છે અને તેથી ચારિત્રાદિ આચારોની શુદ્ધિ થાય છે.
મૂલ-ઉત્તરગુણોને ધારણ કરવારૂપ પચ્ચક્ખાણ વડે તપાચારની શુદ્ધિ
થાય છે.
તથા સામાયિક આદિ સર્વ આવશ્યકો વડે વીર્યાચારની વિશુદ્ધિ થાય છે.
આ રીતે છ આવશ્યકો પાંચે પ્રકારના આચારની વિશુદ્ધિ કરે છે. પંચાચારનું પાલન એ જ ખરું મુક્તિમાર્ગનું આરાધન છે. પ્રતિક્રમણની ક્રિયાને તૃતીય વૈદ્યના ઔષધરૂપ (અર્થાત્ દોષ હોય તો તેને દૂર કરે, અને ન હોય તો ઉપરથી ગુણ કરે) ઉપમા શાસ્ત્રકારોએ આપી છે, તે આથી સાર્થક થાય છે.
પ્રતિક્રમણ વડે ચારિત્રાદિ આચારોમાં લાગેલા દોષો દૂર થાય છે અને આત્માનાં જ્ઞાન, દર્શન, વીર્ય આદિ ગુણોની પુષ્ટિ થાય છે. પ્રતિક્રમણરૂપી વ્યાયામ આત્મગુણોની પુષ્ટિ કરવારૂપ કાર્યની સિદ્ધિનો અનન્ય અને અનુપમ
★ चारित्तस्स विसोही कीरइ सामाइएण किल इहयं । सावज्जेयरजोगाण वज्जणा सेवणत्तणओ ॥
Jain Education International
ઇત્યાદિ ચતુઃશરણ-પ્રકીર્ણક ગાથા ૨ થી ૭
For Private & Personal Use Only
www.jainelibrary.org