________________
કપરી કસોટી
હુકમાજીની દીક્ષાના સમાચાર રત્નાગિરિ પહોંચ્યા અને તેમના માતાજી, ભાઈઓ અને ભાભીઓ તથા પરિવાર આદિમાં ચિંતાની લાગણી પ્રસરી રહી.
માતાજીને લાડલે, સંબંધ કર્યો હતે તે છોડીને કુંટુબપરિવાર અને મિત્રોને પણ પિતાની ઊંડી ઊંડી ભાવના દર્શાવ્યા વિના હર હર જઈને દીક્ષા લઈ લીધી. અરે અમે પણ કેવા ! તેમના સમાચાર પણ ન પૂછાવ્યા. અરે અમારા સનેહી શ્રી ડાહ્યાભાઈ જેમણે દિક્ષા લીધી હતી અને બીજા નેહી શ્રી વાડીભાઈ જેને હુકમાજી ઍ હતો અને રત્નાગિરિ લઈ આવવાની વાત થઈ હતી તેમણે તે દીક્ષા લીધી પણ કેઈને જણાવ્યા વિના હુકમાજીને પણ દીક્ષા અપાવી. અરે તેના ગુરૂમહારાજે પણ કેવા કે કુટુંબની રજા પણ ન મંગાવી. અમને સમાચાર ન આપ્યા.
હું તે મારા ભાઈને પાછા લઈ આવીશ. એ ચારિત્ર તે ખાંડાની ધાર છે. ગ્રામનુગ્રામના વિહાર, ધૂપ-ટાઢ કે વર્ષો બધામાં પરિસહ સહવાના. લુખી સૂકી રોટી જે મળે તે લેવાનું. લેચ કરાવે, તપશ્ચર્યા કરવી અને જ્ઞાનધ્યાન દ્વારા સંયમ પાળ. આ બધું સુકુમાર એવા મારા લાલથી કેમ પળાશે. માતા પણ આવા આવા વિચાર કરતી ને તેની આંખડી અશ્રુભીની થઈ જતી.