________________
કપરી કસોટી
: ૧૭ :
છે. તેમની આજ્ઞાથી અમે આવ્યા છીએ. કૃપા કરી હુકમાજીને આપે અને અમને નિશ્ચિત કરે ” ભૂતાજીએ વસ્તુસ્થિતિ દર્શાવી.
“ભાગ્યશાળી ! મનુષ્ય જન્મમાં ચારિત્ર મળવું દુર્લભ છે. તમારા ભાઈનું મન સંસારમાં છે જ નહિ મારી ના જ નથી. તમે સુખેથી લઈ જાઓ પણ યાદ રાખજે તે ગુહસ્થાશ્રમમાં રહેવાને નથી. પાંચ-પંદર દિવસે પાછા આવશે અને તમને હંમેશનું વિશેષ દુઃખ રહેશે. તેમ છતાં મુનિ હર્ષવિજયજીની ઈચ્છા હોય તે મારી તે ના જ નથી. તમારા ભાઈને સમજાવીને ખુશીથી લઈ જાઓ” ગુરૂદેવે સ્પષ્ટતા કરી.
ભૂતાછ તથા આવેલા ભાઈઓએ નવીન મુનિને ખૂબખૂબ સમજાવ્યા. માતાજી કેવી રીતે વલવલે છે અને કે કાળે કકળાટ કરે છે ખાતા–પીતાં નથી તે જણાવ્યું, પણ નવીન મુનિએ મક્કમતા દર્શાવી કે પિલીસ લાવશે તે પણ હું ઘેર આવવાને નથી. મેં જ આગ્રહ કરીને દીક્ષા લીધી છે. હું ચારિત્ર રૂડી રીતે પાળું છું, મને આનંદ છે. તમે મને પરાણે લઈ જશે તે પણ હું ઘરમાં રહેવાનો નથી. પૂજ્ય માતાજીને સમજાવશે અને બધાને મારા ધર્મલાભ કહેશે.
ઈરની ધર્મપ્રેમી પ્રજાની સમજાવટથી તથા ગુરૂમહારાજના સુંદર ઉપદેશથી તેમજ મુનિ હર્ષવિજયજીની મક્કમતાથી તેમને પ્રયત્ન નિષ્ફળ ગયે અને તેઓ નિરાશ થઈને પાછા ગયા.
હજી કપરી કસોટી તે બાકી હતી. ઈરથી ગુરૂમહારાજશ્રી શિષ્ય પરિવાર સાથે ઉજજૈન પધાર્યા. ઉજજૈન શ્રીસંઘની પ્રાર્થનાથી ઉજજૈનમાં ચાતુર્માસ કરવાનો નિર્ણય થયે,