________________
૧૬
પર્વ સિવિક્ષયરહિશત્તગિયાર
વૃદ્ધિ માનવાના નિષેધ કરે છે. જો આસપનામાં ક્ષય કે વૃદ્ધિ માનવાની હાય તા પ્રūાષની જરૂર જ રહેતી નથી. ક્ષય હાય ત્યારે આરાધના ન કરે અને વૃદ્ધિ હોય ત્યારે એ દિવસ આરાધે, ક્ષય માનીને આરાધના કરવી એ તે પેાતાની માતા ને વધ્યા કહેવા જેવુ છે.
પ્રશ્ન ૧૧—સાંવત્સરિક પર્વની આરાધના કયારે કરવી ?
ઉત્તર-કલ્પસૂત્રની સમાચારીમાં સ્પષ્ટ કહ્યુ` છે કે-तेणं कालेणं तेणं समरणं समये भगवं महावीरे बासाणं सवीसइराए मासे विक्कते वासावासं पज्जोसवेइ तहाणं अम्हे विवासाणं सवीसरा मासे त्रिइक्कते वासावासं पञ्जो सवेमो, अंतरावियसे कष्प, नो से कप्पर तं स्यणि उवाइणा वित्तए ।
અથ—તે કાલે તે સમયે વર્ષાઋતુના એક માસ ને વીસ રાત્રિ વ્યતીત થયે છતે શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુએ વર્ષોવાસ કર્યાં એટલે સાંવત્સરિક પ કર્યુ તેથી અમે પણ વર્ષાઋતુના એક માસ ને વીશ રાત્રિવિતી ગયે છતે વર્ષોવાસ કરીએ છીએ, અને કારણ હાય તે તે પહેલાં પણ વર્ષોવાસ એટલે પર્યુષણા પ થઈ શકે છે પણ. તે પચાશમી રાત્રિનું અતિક્રમણ કરવું કલ્પે નહિ.
પ્રથમ સૈદ્ધાન્તિક ટિપ્પણ હતું ત્યારે શ્રાવણ વદ ૧ થી ભાદરવા સુદ પંચમીએ પચાશ દિવસ પૂરા થતા હતા. હાલ સૈદ્ધાન્તિક ટિપ્પણુ વિચ્છેદ ગયું છે અને લૌકિક ૫ચાંગમાં