________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
૧૧૫
ભકિત તુલ્ય કહેલ છે અને તિથ ક્રૂરની ભકિત સ્વર્ગ અને મેાક્ષના કારણ છે. આધનિયુકિત ટીકામાં લખ્યું છે કે~~
" गिलामत्ति " साधुः कदाचित् वत्र ग्रामे प्रविष्टः इदं शृणुयात् यद् उत अत्र ग्लान आस्ते, तत्तश्च तत्परिपालनं कार्य परिपालने च कथं न पारलौकिक गुणा इति ॥
ભાવા કોઈક વખત સાધુએ ગામમાં પ્રવેશ કર્યાં હેાય અને આવું સાંભળે કે આ ગામમાં સાધુ ખીમાર છે તેા તેની સેવા કરવી જોઈ એ, સેવા કરવામાં પરલેાક સંશ્રી ગુણા કેમ નથી ? છે જ.
जो गिलाणं पडियरइ सो मं पडियरइ, जो मं पडियरह सो गिलाणं पडियरह त्ति' वचनप्रामाण्यात्.
તથા શ્રી બૃહત્કલ્પની ટીકામાં કહ્યુ છે કે
'ओ गिलाणं पडियरह से ममं नाणेणं दंसणेणं चरित्रेणं पडिवज्जइ इत्यादि भगवदाज्ञाऽऽराधनात् '
ભાવા–જે માંદા સાધુની સેવા કરે છે, તે મારી સેવા કરે છે—અને જે મારી સેવા કરે છે તે માંદાની સેવા કરે છે—વચનના પ્રમાણિકતાથી; તેમજ શ્રી બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે કે-જે માંદા સાધુની સેવા કરે છે તે મને જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે આરાધે છે ઇત્યાદિ ભગવાનની આજ્ઞા આરાધવી જોઈ એ । ૯૮ ॥
પ્ર—(૯૯) સુવિહિત સાધુ, પાસસ્થા આદિ માંદા પડયા હોય તે તેમની સેવા કરે કે નહિ ?