________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૨૧
- ઉ–એને ઉત્તર બહ૯૫ભાષ્યાદિમાં આવેલ જ છે તેમજ સંક્ષેપમાં કહે છે કે – - “ જે જ નિ જા મને નિરો* जग्गण बंधण छेयणे एतं तु विहिं तहिं कुज्जा॥१॥
ભાવાર્થ –દિવસ અથવા રાત્રિએ જે સમયે કાળ કરે તે સમયે જ મૃતકને કાઢવું. કેઈક વૈયાવચ્ચ કરનાર સાધુએ એકાન્ત શુદ્ધ પ્રદેશને વિષે તે મૃતકને પરઠવી દેવું. એક સાધુ શક્તિમાન ન હોય તે બીજા ઘણું ભેગા થઈને મૃતકને ઉપાડવું. આ પ્રમાણે નિષ્કારણે જાણવું એમ કહ્યું છે, કારણે તે કેટલીક વખત સુધી મૃતકને રાખી શકાય. તેમાં જાગવું, મડદાને બાંધવું, છેદ કરે ઈત્યાદિ વિધિ શાસ્ત્ર પ્રમાણે કરવી. ક્યા કારણે મડદાને રાખવું તે કહે છે –
हिम-तेण-सावयभया-पिहितादारा-महानिनादो वा ॥ ठवणा णियगा व तहिं आयरियमहातवस्सी वा ॥२॥
ભાવાર્થ-રાત્રિમાં અસહ્ય હિમ પડતે હેય, ચોર તથા હિંસક જીને ભય હોય તે ન નીકળી શકાય અથવા નગરના દરવાજા બંધ થઈ ગયા હોય, મેટે અવાજ થતે હેય, મહાજનને ખબર પડી ગઈ હોય તે તે મડદાને તે ગામ કે નગરમાં રાખવું. તે ગામાદિકમાં એવી વ્યવસ્થા હોય કે રાત્રિમાં મડદું કાઢવું નહિ. અથવા તે ગામ કે નગરમાં તેના સગા કે જ્ઞાતિજને હેય તેઓ કહે કે અમને પૂછયા સિવાય મડદું કાઢશે નહિ. અથવા