________________
૧૫
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
હાય ? હે ગૌતમ! જેને ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના હોય તેને ઉત્કૃષ્ટ દનની આરાધના હોય, અથવા મધ્યમ આરાધના હોય. ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધનાવાળાને આદિના એ દનની આરાધના થાય. ત્રીજાની નહી' કેમ કે તેને તેવા સ્વભાવ છે.
જેને ઉત્કૃષ્ટ દર્શનની આરાધાના હોય તેને જ્ઞાનની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણે પ્રકારની હાય.
હે ભગવત ! જેને ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના હોય તેને ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના હાય! અને જેને ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના હાય તેને ઉત્કૃષ્ટ જ્ઞાનની
આરાધના હોય ? હે ગૌતમ ! જેમ ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના અને દનની આરાધના કહી તેજ પ્રમાણે. ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના પણ જાણવી. કેમ કે ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધનાવાળાને ચારિત્રના તરફ અલ્પ પ્રયત્ન હોતા નથી. કેમ કે તેને તેવા સ્વભાવ જ છે.
હે ભગવ'ત ? જેને ઉત્કૃષ્ટ દર્શનની આરાધના હોય તેને ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના હોય ? અને જેને ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના હેાંય તેને ઉત્કૃષ્ટ દર્શનની આરાધના હાય ! હે ગૌતમ ? જેને ઉત્કૃષ્ટ દર્શનની આરાધના હોય તેને ચારિત્રની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જન્ય એમ ત્રણે પ્રકારની હોય. વળી જેને ઉત્કૃષ્ટ ચારિત્રની