________________
૨૦૨
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
બેસવા માટે રખાય છે. અહિંયા જે કે બે નિષઘા કહી છે. પરંતુ તે જ શાસ્ત્રમાં પાછળ એક જ નિષદ્યા કહી છે. તેને પાઠ આ પ્રમાણે છે-“ હવઘાં નિષઘાયામુપવિદ્યાર્થ શ્રતીતિ” “ઔપગ્રહિકમાં નિષદ્યા ઉપર બેઠેલા મુનિ અર્થ સાંભળે છે.” એ રીતે રોગશાસ્ત્રમાં પ્રથમ પ્રકાશમાં ચારિત્ર અધિકારમાં કહ્યું છે કે
આસન એટલે બેસવું તે જે પ્રદેશ ઉપર બેસવાની ઈચ્છા હોય તે પ્રદેશને ચક્ષુથી જોઈને, અને રજોહરણ વડે પ્રમાજીને નિષદ્યા પાથરીને બેસવું.
એવી રીતે પ્રવચનસારોદ્ધારની બૃહદવૃત્તિમાં અને શ્રી મલયગિરિજીએ કરેલ પિડ નિયુક્તિની વૃત્તિમાં પણ કહ્યું છે.
પ્ર. (૧૫૦)-એઘાનું પ્રમાણ કેટલું? बत्तीसंगुलदोहं चउवीस अंगुलाई ‘दंडो से । अहंगुला दसीओ एगयरं होणमहियं वा ।।१।।
અર્થ– વીસ આંગલની દાંડી અને આઠ આંગલની દસીઓ મળી કુલ બત્રીસ અંગુલ એઘાનું પ્રમાણ છે. તેમાં બેમાંથી એક જેટલું ઓછું હોય તેટલું બીજું વધારે લેવું ઉપર મુજબ ઘનિર્યુક્તિ સૂત્રમાં કહેલું છે.
ઉપરોક્ત પ્રમાણથી ઓછાવત્તા પ્રમાણનું રજોહરણ - સૂત્રવિરુદ્ધ માનવું, વળી ઘનિયુક્તિ સૂત્રની વૃત્તિમાં જ વિશેષથી રજોહરણુંનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે –