________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૨૦૫:
આ બધી વાત ધર્મ સંગ્રહ પ્રકરણને અનુસારે જાણવી.
શંકા-આનાથી જેનેને અભિગ્રહિત મિથ્યાત્વ નથી. એમ સાબિત કરીને સમ્યકત્વ છે એમ પ્રતિપાદન કર્યું. પરંતુ તે ક્ષાયિક ક્ષાપથમિક પશમિક એ ત્રણે પ્રકારનું સમ્યફવ ચારે ગતિમાં પ્રાપ્ત થાય કે નહી ?
સમાધાન-કેટલાક લઘુકમજીને પ્રાપ્ત થાય છે તે. આ પ્રમાણે નરક ગતિમાં પહેલી ત્રણ નારકીમાં ત્રણ પ્રકારનું સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તેમાં ક્ષાયિકતે પરભવ સંબંધીજ હોય છે. પરંતુ તે ભવ સંબધી હોતું નથી. કારણકે મનુષ્યની જેમ તે જ ભવમાં નવા ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. ઔપશમિક સમ્યક્ત્વ તેજ ભવનું હોય છે. ક્ષા પથમિક સમ્યક્ત્વ તેજ ભવનું અગર પરભવનું એમ બને પ્રકારનું હોય છે, બાકીની ચાર નારકીમાં ક્ષાયિક સમ્યક્ત્વ હેતું જ નથી કારણકે ક્ષાયિક સમ્યકત્વવાળા તે ચાર નરક પૃથ્વીમાં ઉપજતા નથી. બીજા બે સમ્યકત્વ હેય છે. તે પૂર્વની માફક જાણી લેવા.
દેવગતિમાં–વૈમાનિક દેવેને તે પહેલી ત્રણ નારકીની જેમ ત્રણ પ્રકારનાં સમ્યક્ત્વ હોય છે. ભવનપતિ વ્યંતર
તિષ્કને ક્ષાયિક સમ્યકત્વ હેતું નથી જ. કારણકે ક્ષાયિક સમ્યકત્વવાળા છે તેમાં ઉત્પન્ન થતાં નથી. બીજા બે સમ્યક્ત્વ પૂર્વની માફક હોય છે.