________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
घणं मूले 'थिरं मझे अग्गे मद्दव जुत्तयं । एगंगियं अज्जुसिरं पोरायाम तिपासियं ॥१॥
વ્યાખ્યા–મૂલે એટલે દાંડીના છેડે ઘન એટલે ગાઢ મજબુત હોય, મધ્યપ્રદેશમાં સ્થિર હોય, અને અગે એટલે દશીએનાં છેડે મૃદુ (નરમ).કરવું એક અંગવાળું એટલે નિષદ્યાની કામળીમાંથી જ દશી કાઢેલું, વળી જેની દશી તથા નિષદ્યાગુ થેલી ન હોય તેવું, અંગુઠાનાં પર્વ . ઉપર તર્જની અંગુલી રાખતાં જેટલું પિલાણ થાય તેટલું પુરાય તેવું, દેરી વડે ત્રણ આંટા દઈને પાશબંધ વડે બાંધેલું એવા પ્રકારનું રજોહરણ કરવું,
પ્ર. (૧૫૧)-તત્વરૂપ અર્થ ઉપર શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન કહેવાય છે. તેમાં શ્રદ્ધા એટલે આ વસ્તુ - આમ જ છે. એ વિશ્વાસ અને તે માનસિક અભિલાષા રૂપ છે, અને તે અપર્યાપ્ત અવસ્થામાં હોતે નથી, અને સમ્યકત્વ છે તે અપર્યાપ્ત અવસ્થામાં પણ માનેલું છે. કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૦ સાગરોપમની કહી છેતે આ લક્ષણ કેમ ઘટે?
ઉ૦–તત્વરૂપ અર્થ ઉપર શ્રદ્ધા કરવી તે તે સમ્યક્ત્વનું કાર્ય છે, અને સમ્યક્ત્વ તે મિથ્યાત્વ મેહનીયના ક્ષય-ઉપશમ આદિથી ઉત્પન્ન થતાં આત્માના શુભ પરિણામ રૂ૫ છે, અને આ લક્ષણ તે મન રહિત એવા સિદ્ધ ભગવંતને પણ ઘટે છે. એટલે કહ્યા મુજબને છેષ આવતું નથી.