________________
૨૦૪
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
શંકઃ-સ્વશાસ્ત્રમાં કહેલા તત્વ ઉપર શ્રદ્ધા રાખનારા પર પાખંડીઓને જેમ અભિગ્રહિક મિથ્યાવ કહ્યું છે તેમ સ્વશાસ્ત્રમાં કહેલા તત્વ ઉપર શ્રદ્ધા રાખનારા જેનેને પણ તે અભિગ્રહિક મિથ્યાત્વ કેમ ન કહ્યું? • સમાધાન –સ્વશાસ્ત્રમાં જ નિયંત્રિત છે વિવેક રૂપ પ્રકાશ જેઓને અને પરપક્ષને તેડી પાડવામાં દક્ષ એવા પર પાંખડીઓને જ અભિગ્રહિક મિથ્યાત્વ જાણવું પરંતુ ધર્મ અધર્મના વાદ વડે પરીક્ષા પૂર્વક તત્ત્વને વિચાર કરીને પોતે સ્વીકારેલ અર્થ ઉપર શ્રદ્ધા રાખનારા જેનેને પરપક્ષને તેડી પાડવામાં દક્ષ હોવા છતાં પણ અભિગ્રહિક મિથ્યાત્વ લાગતું નથી. કારણ કે તેઓનો વિવેકરૂપી પ્રકાશ સ્વશાસ્ત્ર વડે નિયંત્રિત થઈ ગયેલ હેતું નથી. જે પોતાના કુલાચાર વડે નામને જ જન હોય છતાં આગમ પરીક્ષાને બાધ કરે તેને અભિગ્રહિક મિથ્યાત્વ જ છે. કારણ કે સમ્યગદષ્ટિ જીવ પરીક્ષા કર્યા વિના પક્ષપાત કરનારા દેતા નથી.
શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કેपक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥१॥
ભાવાર્થ-મને શ્રી વીર ભગવત ઉપર પક્ષપાત નથી અને કપિલ આદિ ઉપર દ્વેષ નથી જેનું વચન યુક્તિયુક્ત હોય તેને સ્વીકાર કર જોઈએ,