________________
૧૮૦
પ્રશ્નોત્તસાર્ધશતક ગુજરાતી અનુવાદ
દરેક પદાર્થને પિતાને સ્વભાવ સર્વથા દૂર કરો, અશક્ય હેવાથી. એ રીતે જીવનાં એકે એક પ્રદેશ અનન્તા-નન્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મનાં પરમાણુઓથી અત્યંત ગાઢ રીતે ઢંકાયા હોય તે પણ એકાંતે ચિતન્ય માત્રને અભાવ થતું નથી. તેથી જે સર્વ જઘન્ય ચૈતન્ય માત્ર તે મતિ-શ્રત રૂપ છે. આથી અક્ષરને અનન્ત ભાગ હંમેશા ઉઘાડે હોય છે. તે સિદ્ધ થયું અને તેમ થવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન અનાદિ કાળનાં છે, તે પણ સિદ્ધ થયું. મે ૧૩૫ . '
પ્ર-(૧૩૬) કેવલી ભગવાન કેવલ જ્ઞાન વડે સર્વ દ્રવ્ય અને પર્યાને દરેક સમયે સાક્ષાત્ જાણે છે, પરંતુ કેવલ જ્ઞાન સંબંધી જે સ્વભાવ વડે એક પર્યાયને જાણે છે. તે જ સ્વભાવ વડે બીજા પર્યાયને જાણે છે કે બીજા સ્વભાવ વડે?
ઉ– બીજા પર્યાયને ભિન્ન સ્વભાવ વડે જ જાણે છે. પરંતુ તે જ સ્વભાવ વડે નહીં. નહીં તે બન્ને પર્યાનું એકપણું થવાને પ્રસંગ આવે. તેથી જેટલાં જાણવા લાયક પર્યાયે છે તેટલાં જ તેને જણાવનારા કેવલજ્ઞાનનાં સ્વભાવે જાણવા. નન્દીસૂત્રવૃત્તિમાં કહ્યું છે કે -
" यावन्तो जगति रूपिद्रव्याणां ये गुरुलघुपर्यायास्तान् सर्वानपि साक्षात् करतलकलितमुक्ताफलवत् केवलाऽऽलो. केन प्रतिक्षणम् अवलोकते भगवान् , न च येन स्वभावेन