________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૯૩
અને દેવી પણે વિકુવંણા કરીને વિષય સેવે છે. પરંતુ બીજાને નહી તેઓ સ્વરત કહેવાય છે, તેનાં સંબંધી નિયાણું
કરવું, તે છઠું નિયાણું. (૭) ઉપર કહેલાં છ પ્રકારનાં નિયાણ કરનારા
ભવાન્તરમાં દુલભ બધિ થાય છે, આથી જે દેવે (નવ વેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી) મિથુન સેવનથી રહિત છે. તે “અરત” કહેવાય છે, તે
સંબંધિનિયાણું કરવું તે સાતમું નિયાણું. (૮) ઉપર કહેલા (૧) બહુરત (૨) સ્વરત
(૩) અરત એ ત્રણે દેવનાં ભેદે છે. ભવાન્તરમાં હું સાધુને વહરાવનાર શ્રાવક થાઉં એવી પ્રાર્થના એ આઠમું નિયાણું. વ્રતની આકાંક્ષાથી હું ભવાન્તરમાં દરિદ્ર શ્રાવક થાઉં એવી પ્રાર્થના એ નવમું
નિયાણું. ઉપર કહેલા નવ નિયાણામાં છેલ્લા ત્રણ અનુક્રમે સમ્યફવ, દેશવિરતિ અને સર્વ વિરતિને આપનારા છે. પણ મોક્ષ આપનાર નથી. આ બધી બાબત પફખીસૂત્રની વૃત્તિમાં કહી છે, બીજે ઠેકાણે પણ કહ્યું છે કે૧૩
.